For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈફ-કરીના લગ્ન અંગે પટૌડી ખાનાદાનમાં નારાજગી

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 સપ્ટેમ્બર : બૉલીવુડના હૉટ કપલના લગ્ન અંગે લોકો બહુ વધારે ઉત્સાહિત છે. સૌને ઇંતેજાર છે કે ક્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાન પતિ-પત્ની બને.પણ જ્યારે એક બાજુ મીડિયા જગતથી લઈને સામાન્ય માણસ આ લગ્ન અંગે ઉત્સુક છે, ત્યાં બીજી બાજુ નવાબોના ખાનદાનને આ લગ્ન પ્રત્યે નારાજગી છે.

મિડ ડેના સમાચાર મુજબ સૈફ અલી ખાનના કાકા અને પિતરાઈ ભાઈ આ લગ્નને લઈને નાખુશ છે અને તેથી જ તેઓ આ લગ્નમાં હાજર નહિં રહે. હવે આ નારાજગી પાછળ કારણ કયું છે એ વિશે તો ખુલાસો નથી થયો, પણ એટલું નક્કી છે કે પટૌડી ખાનદાનમાં બધા જ આ લગ્નથી ખુશ નથી. સૈફના કાકાનો પરિવાર ભોપાલ અને હૈદરાબાદ ખાતે રહે છે.

Kareena-Saif

આપને જણાવી દઇએ કે મિડ ડેએ લખ્યું છે કે સૈફ-કરીનાના લગ્નની જવાબદારી સૈફની માતા શર્મિલા ટાગોર ઉપર છે અને તેમણે પોતાના કૌટુમ્બિક સભ્યો તેમજ મિત્રોને લગ્ન અંગે કઈં પણ કહેવાનો ઇનકાર કર્યો છે. તેથી કોઈ પણ વ્યક્તિ આ બાબતે મોઢુ ખોલવા તૈયાર નથી.

નોંધનીય છે કે સૈફ-કરીનાના લગ્ન 17મી ઑક્ટોબરે થવાની શક્યતા છે. આ લગ્ન દિલ્હીમાં થવાના અને રિસેપ્શન મુંબઈ તથા પટૌડીમાં યોજાવાના સમાચારો છે.

હાલ તો આ સમાચાર સાંભળ્યા બાદ લોકોએ એમ કહેવાનું શરૂ કરી દીધું છે કે પટૌડી ખાનદાનમાં મિલ્કત અંગે વિવાદ છે. તેથી જ તેઓ સૈફ-કરીનાના લગ્નમાં હાજર રહેવાનો ઇનકાર કરી રહ્યા હોય. અથવા એમ પણ હોઈ શકે કે પટૌડી ખાનદાનના લોકો સૈફને નવાબ ન બનાવવા માંગતા હોય, પણ પટૌડી રાજકારણના દબાણને વશ થઈ સૈફ નવાબ બની ગયાં. એવામાં શક્ય છે કે લગ્નમાં ન આવવા પાછળનું આ જ કારણ હોય.

English summary
According Mid Day, Saif Ali Khan's close relatives from Bhopal and Hyderabad to boycott Saif-Kareena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X