For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કર સમારંભમાં દિગ્ગજોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ, લતા મંગેશકર-દિલીપ કુમારને નજરઅંદાજ કરવાથી ભડક્યા લોકો

ઑસ્કર અવૉર્ડ સેરેમનીએ લતા મંગેશકર-દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ ન આપવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ઑસ્કરના આયોજકો પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરના દિગ્ગજ ફિલ્મ કલાકાર અને ફિલ્મ નિર્માતા જેમનુ ગયા વર્ષે નિધન થઈ ગયુ તેમને આજે ઑસ્કર અવૉર્ડ સેરેમની દરમિયાન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જે લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમાં દિગ્ગજ સિડની પોટિયર, બેટી વ્હાઈટ, ઈવાન રીટમેન, સ્ટીફન સોંડેમ અને ઘણા અન્ય લોકોના નામ શામેલ હતા. પરંતુ મહત્વની વાત એ છે કે આ લિસ્ટમાં ભારતના દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર અને સ્વર કોકિલા લતા મંગેશકરનુ નામ શામેલ નહોતુ જેમનુ ગયા વર્ષે નિધન થઈ ગયુ. ઑસ્કર અવૉર્ડ સેરેમનીએ ભારતના આ બે દિગ્ગજને શ્રદ્ધાંજલિ ન આપવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ઑસ્કરના આયોજકો પર નિશાન સાધ્યુ.

lata-dilip

ટ્વિટર પર એક યુઝરે ટ્વિટ કરીને લખ્યુ, વિશ્વ રેકૉર્ડધારક લતા મંગેશકરે પોતાના જીવનમાં એટલા ગીતો ગાયા છે જેટલા બધા ઑસ્કરમાં કુલ ગીતો શામેલ છે. પરંતુ તેમછતાં તેમને ઑસ્કર પુરસ્કાર દરમિયાન તેમનુ નામ શ્રદ્ધાંજલિ આપનારની લિસ્ટમાં શામેલ નહોતુ. મને લાગે છે કે ઉપનિવેશવાદી માનસિકતા હજુ પણ ગઈ નથી. જ્યારે બીજા યુઝરે લખ્યુ કે, મને આશા હતી કે લતા મંગેશકરનો જરુર ઉલ્લેખ કરવામાં આવશે પરંતુ તેમના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહિ.

નોંધનીય વાત એ છે કે લતા મંગેશકરનુ 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ હતુ. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો પછી 8 જાન્યુઆરીએ તેમને ભરતી કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ થયો હતો. તેમણે 1942માં 13 વર્ષની ઉંમરે ગાવાનુ શરુ કરી દીધુ હતુ. લગભગ સાત દશકના પોતાના કરિયરમાં લતા મંગેશકરે હજારો ગીતો ગાયા હતા. તેમણે 36 ભાષાઓમાં ગીતો ગાયા હતા જેમાં વિદેશી ભાષાઓ પણ શામેલ છે.

લતા મંગેશકરને ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા કે જે દેશનુ સર્વોચ્ચ સમ્માન છે. તેમને ત્રણ રાષ્ટ્રીય સમ્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. એ મેરે વતને કે લોગો, બાબુલ પ્યારે, લગ જા ગલે જેવા સુપરહિટ ગીતો લતા મંગેશકરે ગાયા હતા. વળી, દિલીપ કુમારની વાત કરીએ તો તેમનુ ગયા વર્ષ 7 જુલાઈએ 98 વર્ષની વયે નિધન થઈ ગયુ. પાંચ દશકના પોતાના કરિયરમાં દિલીપ કુમારે નયા દૌર, રામ ઓર શ્યામ, ક્રાંતિ, કર્મા અને સૌદાગર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

English summary
People angry on Oscars ceremony for not giving tribute to Lata Mangeshkar and Dilip Kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X