ફેન્ટમ મૂવી રીવ્યુ, ફર્સ્ટ ડે શો
બોલીવુડ: ડિરેક્ટર કબીરખાન, સ્ટાર કાસ્ટ સૈફ અલી ખાન અને કેટરીના કૈફની ફેન્ટમ રિલીઝ થઈ ગઈ છે.
ફેન્ટમને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 26/11મુંબઈ હુમલા પર લેખક હુસેન જૈદીની બુક મુંબઈ એવેન્જર્સ પર આધારિત છે. એક ફિક્શન સ્ટોરી છે.
આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક એક્સ આર્મી મેનની ભૂમિકામાં છે. જેને રો દ્વારા પાડોશી દેશમાં ફેન્ટમ મિશન માટે પસંદ કરવામાં આવે છે. જ્યાં તેની મદદ એક્સ રો એજન્ટ કેટરીના કૈફ કરે છે. વેલ મૂવીની બેઝ થીમ કહ્યાં બાદ વધુ વાત કરવી યોગ્ય નહીં રહે...
પરંતુ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને આવેલા દર્શકો પાસેથી અમે ફિલ્મના રીવ્યુઝ જાણવાનો પ્રયાસ કર્યો હતો... આવો જાણીએ....

રીવ્યુ #1
2015નું વર્ષ સત્તાવાર રીતે કબીર ખાનનું રહ્યું. ફેન્ટમે છેલ્લે સુધી ફિલ્મ સાથે જોડી રાખ્યા. ફિલ્મ ભારતીય હોવાનો ગર્વ ફિલ કરાવે છે.

રીવ્યુ #2
એક થા ટાઈગર અને ન્યૂયોર્ક જેટલી એન્ટરટેઈનીંગ નથી, પણ હા ફિલ્મ સારી છે.

રીવ્યુ #3
કબીરખાનના એક ફેને જણાવ્યું કે કબીરખાનની આ ફિલ્મથી તેમને આનંદ નથી થયો. બજરંગી ભાઈજાન જોયા બાદ ફેન્ટમમાં એટલી મજા ન આવી.

રીવ્યુ #4
ફેન્ટમનો બેસ્ટ પાર્ટ ફિલ્મનો એેન્ડ છે. જે 136 મિનીટના ટોર્ચર બાદ સારો છે.

રીવ્યુ #5
આ ફિલ્મથી સૈફને ઘણી આશાઓ છે. વેલ ફેન્ટમનો પહેલો ભાગ રસપ્રદ છે.

રીવ્યુ #6
ફેન્ટમમાં કેટરીના બ્લેક વોટર કર્મચારીના રોલમાં છે. તેનો આ રોલ દર્શકોને નથી આકર્ષી રહ્યો.

રીવ્યુ #7
જો તમને 26/11ના હુમલા બાદ ઘણો જ ગુસ્સો આવ્યો હોય તો ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

રીવ્યુ #8
કબીરખાનની ફેન્ટમ વાસ્તવિક બેકગ્રાઉન્ડ પર સુપર એક્શન મૂવી છે.

રીવ્યુ #9
ફિલ્મમાં કશું જ ઈમોશનલ નથી. બધું જ ઘણું રીયલ લાગે છે.

રીવ્યુ #10
કબીરખાનની બજરંગી ભાઈજાન જોયા બાદ ફેન્ટમ ઘણી અધુરી લાગે છે. કબીરે ફિલ્મમાં ડાયલોગ અને ડીટેઈલ્સનું ધ્યાન નથી રાખ્યું, કબીર પાસે આવી આશા નહતી.












Click it and Unblock the Notifications
