• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફોટો ફીચર : બૉલીવુડ બ્યુટી ઇન વૉટર

|

અમદાવાદ, 1 ઑક્ટોબર : બૉલીવુડ અને પાણી વચ્ચેનો સંબંધ બહુ જૂનો અને જાણીતો છે. ભલે ઝરણામાં સ્નાનનું દૃશ્ય હોય કે બાથ ટબ કે પછી દરિયા કાંઠે છબછબિયા મારતી અભિનેત્રીઓ. ફિલ્મોમાં તમે ઘણાં બધા દૃશ્યો જોયાં હશે. ફિલ્મો સિવાય પણ જોઇએ તો સામાન્ય રીતે ફોટશૂટ દરમિયાન બૉલીવુડ મૉડેલ્સ અને અભિનેત્રીઓ એવા ફોટોશૂટ કરવાતી રહે છે.

શરુઆત નૂતન તેમજ નરગિસના જમાનાથી થઈ કે જ્યારે વરસાદમાં પલળતા શૉટ્સ દર્શાવાયા. પછી ક્રાંતિ ફિલ્મમાં હેમા માલિની અને સાગરમાં ડિંપલ કાપડિયા. રામ તેરી ગંગા મૈલીમાં મંદાકિની પણ ભુલાય એવી નથી. અને આજના જમાનાની ફિલ્મોની તો વાત જ શું કરીએ.

વનઇન્ડિયાએ એવી 25 સુંદરીઓની તસવીરો તમારી માટે એકત્ર કરી છે. જુઓ આ રહી બ્યૂટી ઇન વૉટર-

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બર્ફી ફિલ્મને કારણે હાલ પ્રિયંકા ચોપરા સૌથી વધુ ચર્ચામાં છે. કેમ ન હોય? તેણે ફિલ્મમાં બેમિસાલ કામ પણ કર્યું છે. બરેલીની પ્રિયંકા મિસ વર્લ્ડ પણ રહી ચુકી છે. આ તસવીરમાં તેની અદાઓ લાજવાબ છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

કહો ન પ્યાર હૈ ફિલ્મ સાથે ડેબ્યુ કરનાર અમીષા પટેલ હાલ ક્યાં છે એ તો તે જ જાણે છે કારણ કે આગામી એક વર્ષમાં તેની કોઈ પણ ફિલ્મ આવવાના સંકેતો નથી મળી રહ્યાં. ખેર, એ વાતમાં કોઈ શંકા નથી કે અહીં અમીષાના વાળોમાંથી પ્રેમ રસ ટપકી રહ્યું છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

પોતાની હૉટ અદાઓ માટે ફેમસ બિપાશા બાસુ હાલ પોતાની ફિલ્મ રાઝ 3ડી તેમજ રેસ 2ની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે આ બંને ફલ્મોમાં બિપ્સ ફરી એક વાર હૉટ સીન્સ આપવાની છે. બિપાશાએ પોતાનું ડેબ્યુ અઝનબી ફિલ્મથી કરી હતી.

અરુણા શીલ્ડ્સ

અરુણા શીલ્ડ્સ

બ્રિટિશ મૉડેલ અરુણા શીલ્ડ્સે બૉલીવુડમાં 2010માં આગમન કર્યું. તેની પ્રથમ ફિલ્મ હતી મિસ્ટર સિંહ એન્ડ મિસિઝ મહેતા. ફિલ્મમાં અરુણાએ ઘણાં હૉટ સીન્સ આપ્યાં. હાલ બૉલીવુડમાં તેની કોઈ ફિલ્મ નથી આવી રહી.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડેનો હાલ એવો છે કે તે બૉલીવુડમાં ન હોવા છતાં પોતાને બૉલીવુડની ગણાવે છે. પોતાની આવનાર ફિલ્મની ચર્ચા તે પોતે ટ્વિટર પર કરતી ફરે છે. તેની વિશેષતા એ છે કે તે પોતાની અર્ધનગ્ન તસવીરો પોતે ટ્વિટર પર નાંખે છે.

માધુરી ભટ્ટાચાર્ય

માધુરી ભટ્ટાચાર્ય

કન્નડ અભિનેત્રી માધુરી ભટ્ટાચાર્યે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બેચલર પાર્ટી તેમજ 3 નાઇટ્સ 4 ડેઝમાં તેણે કામ કર્યુ હતું. એટલું જ નહિં ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દીવાનામાં તેણે આઇટમ ડાન્સ પણ કર્યો હતો.

લારા દત્તા

લારા દત્તા

લાલા દત્તાએ પોતાનું બૉલીવુડ કરિયર ફિલ્મ અંદાઝ સાથે શરૂ કર્યુ હતું. લગ્ન બાદ તે ઓછી દેખાય છે. જોકે તેની આવનાર ફિલ્મોના નામ છે બંદા યે બિંદાસ હૈ અને ડેવિડ.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

ફિલ્મ રબ ને બના દી જોડી સાથે પોતાનું કરિયર શરૂ કરનાર અનુષ્કા હાલ જબ તક હૈ જાન ફિલ્મના પ્રમોશનમાં જોતરાયેલી છે. જોકે ફિલ્મનું કેટલુંક શુટિંગ હજુ બાકી છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકાને હાલ લગ્નથી નફરત જેવી થઈ ગઈ છે જ્યારે તે પોતે પરીણિત છે. લોકોને સલાહ આપી રહે છે કે તેઓ લીવ-ઇનમાં રહે તો બહેતર છે, પરીણિત જીવન કરતાં તે વધુ સારું છે.

ઝરીન ખાન

ઝરીન ખાન

સલમાન ખાન સાથે ફિલ્મી કરિયરની શરુઆત કરનાર ઝરીન ખાન હાલ બૉલીવુડમાંથી ગાયબ છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

જિસ્મ 2 સાથે કરિયર શરૂ કરનાર સન્ની લિયોન ટુંકમાં જ એક નવા પાત્રમાં પડદે દેખાશે. આગામી ફિલ્મમાં તે હિન્દુસ્તાની ગૃહિણીનું પાત્ર ભજવવા માંગે છે.

શ્રિયા સરન

શ્રિયા સરન

તેલુગુ અભિનેત્રી શ્રિયા સરનનું બૉલીવુડ કનેક્શન પણ વિચિત્ર છે. તે એક ફિલ્મમાં દેખાય છે ને પછી ગાયબ થઈ જાય છે. અત્યાર સુી તેની એક પણ હિન્દી ફિલ્મ સુપર હિટ થઈ નથી જ્યારે તેલુગુ ફિલ્મોની તે સ્ટાર છે.

શિવાની કપૂર

શિવાની કપૂર

કપૂર ખાનદાનની આ મૉડેલને તમે કદાચ ઓળખતા નહીં હો. આ કરીના-કરિશ્માની કઝીન છે, જેનું મૉડેલિંગની દુનિયામાં બહુ નામ છે. ટુંકમાં જ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં તે આવનાર છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

આજકાલ ટ્વિટર પર ઘણી ઉત્તેજક પોસ્ટ નાંખનાર શર્લિન ચોપરા પાસે હાલ કોઈ કામ નથી. જોકે તે પૂનમ પાન્ડે સાથે સ્પર્ધા જરૂર કરતે રહે છે.

શશિ નાયડુ

શશિ નાયડુ

શશિ નાયડુ એમ તો ભારતની મૂળ વતની છે, પરંતુ તે દક્ષિણ આફ્રિકામાં ભણી-ગણી છે.

સંધ્યા

સંધ્યા

સંધ્યાને તમે ફિલ્મોમાં સાઇડ રોલમાં જરૂર જોઈ હશે. હનીમૂન ટ્રાવેલ્સમાં તેના રોલના બહુ વખાણ થયા હતાં.

રોઝલીન ખાન

રોઝલીન ખાન

રોઝલીન જાણીતાં ફોટોગ્રાફર વિક્રમ બાવા, મહેન્દ્ર સોની તેમજ હૈદર અલીના કેમરે ઘણી વાર કેદ થઈ ચુકી છે અને તેઓની મનપસંદ મૉડેલ છે. એક મૉડેલ તરીકે તેનો ચહેરો અનેક પ્રશંસકોના દિલો પર રાજ કરે છે. રોઝલીન ટીવી જાહેરાતોમાં પણ કામ કરી ચુકી છે જેમ કે ફ્રૂટ ડ્રિંક્સ, મોનેકો બિસ્કિટ, કૅલ્વીનેટર ફ્રિઝ. આ ઉપરાંત જ્વેલરી ડિઝાઇનર યોજેશ જસાણી, કૉસ્ટ્યુમ ડિઝાઇનર નિશા સાગરના કલેક્શન માટે મૉડેલિંગ પણ કરી ચુકી છે.

પૂનમ ઝાવેર

પૂનમ ઝાવેર

પૂનમ ઝાવેરનું મૉડેલિંગ જગતમાં ઘણું નામ છે. કેટલીક ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. તેમાં ઓહ માય ગૉડ ઘણી ફેમસ છે.

મેધા રઘુનાથન

મેધા રઘુનાથન

મેધા રઘુનાથન તામિળ ટીવી એંકર છે અને બૉલીવુડ ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે.

કિમ શર્મા

કિમ શર્મા

ફિલ્મ મોહબ્બતેં દ્વારા પોતાનું કરિયર શરૂ કરનાર કિમ શર્મા માટે હાલ કોઈ કામ નથી. હાલ તો તેની પાસે એક પણ ફિલ્મ નથી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

એમ તો કૅટરીનાએ દરિયા કાંઠે કે સ્વિમિંગ પૂલમાં ઘણાં શૉટ્સ આપ્યાં છે, પરંતુ આ શૉટમાં કૅટનું સ્મિત તમની અદાઓ ઉપર ચાર ચાંદ લગાવી રહ્યું છે.

કરીના કપૂર

કરીના કપૂર

પાણીમાં હૉટ અદાઓની વાત હોય તો બેબોને કેમ ભુલાય? એવું થઈ જ ન શકે. ખેર, હાલ તો બેબો પોતાના લગ્નની તૈયારીઓ કરી રહી છે.

બાર્બરા મોરી

બાર્બરા મોરી

બાર્બરા મોરીને અમે બૉલીવુડમાં એટલા માટે ગણીએ છીએ, કારણ કે તેણે હૃતિક રોશનની ફિલ્મ કાઇટ્સમાં લીડ રોલ કર્યો હતો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય હાલ પોતાની પુત્રી આરાધ્યાના લાલન-પાલનમાં વ્યસ્ત છે, પરંતુ તેનો એ મતલબ નથી કે તે ફિલ્મો નહિં કરે. ટુંકમાં જ તે ફરી પડદે દેખાશે.

English summary
Oneindia has captured 24 Bollywood beauties playing with water in different pics. Check out the photo feature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more