ઐશ્વર્યા રાયના તમે કાયલ થઇ જશો, જો જોશો તેનો કાન્સનો આ લૂક

Posted By:
Subscribe to Oneindia News

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ચોથા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર લાલ રંગના ડ્રેસ સાથે જોવા મળી હતી. રાલ્ફ એન્ડ રુસા દ્વારા ડિઝાઇન કરેલા આ ઓફ સોલ્ડર ડ્રેસમાં લાલ એબ્રોડરી સાથે કેરેટ રેડ રંગની ફ્રીલ હતી. સાથે જ તેની ડાર્ક મરૂન લપસ્ટિક અને સુંદર આઇ મેકઅપ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાને નીખારતા હતા. ઐશ્વર્યા રાય બચ્ચને તેની રેડ કાર્પેટ એન્ટ્રી તેની દિકરી આરાધ્યા સાથે કરી હતી. આરાધ્યાએ પણ બેબી પિંક રંગની ઐશ જેવી સ્ટાઇલનો ડ્રેસ પહેર્યો હતો. ત્યારે ઐશની એન્ટ્રી સાથે જ કાન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચન છવાઇ ગઇ હતી. તેની સુંદરતા આ ડ્રેસમાં અદ્ધભૂત લાગતી હતી. ત્યારે જુઓ એશની આ તસ્વીરો...

માં-દિકરી મેચિંગ મેચિંગ

માં-દિકરી મેચિંગ મેચિંગ

ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આવી રહી હતી ત્યારે તેની સાથે આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને જ્યાં લાલ ડ્રેસ પહેર્યો હતો ત્યાં જ આરાધ્યાએ બેબી પિંક ડ્રેસમાં સુપર ક્યૂટ લાગી રહી હતી. આમ કહેવાની જરૂર નથી કે માં-દિકરી બન્ને સાથે ખૂબ જ સરસ લાગી રહ્યા હતા.

ઐશ્વર્યાનો લૂક

ઐશ્વર્યાનો લૂક

લાલ રંગના એબ્રોડરી વાળા આ ડ્રેસ રાલ્ફ એન્ડ રુસા નામના જાણીતા ફેશન ડિઝાઇનરે બનાવ્યો છે. આ પહેલા પણ રાલ્ફ અને રુસા ઐશ્વર્યા સિવાય સોનમ કપૂર જેવી હિરોઇનો અને અનેક જાણીતી હોલીવૂડ અભિનેત્રીઓ માટે કાન્સમાં કપડાં ડિઝાઇન કરી ચૂક્યા છે.

જાજરમાન ઐશ્વર્યા રાય બચ્ચન

જાજરમાન ઐશ્વર્યા રાય બચ્ચન

બચ્ચન બહુ ઐશ્વર્યાએ જેવી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અેન્ટ્રી મારી લોકો તેને જોતા જ રહી ગયા. રેડ ગાઉનમાં એશ ખૂબ જ હોટ અને બ્યૂટીફૂલ લાગતી હતી. વળી તેના ક્લાસી અદાઓ તેને જાજરમાન બનાવી રહ્યા હતા.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય બચ્ચનની એન્ટ્રી સાથે જ બધા કેમેરા ઐશ્વર્યાને જ જોતા રહી ગયા હતા. ઐશ્વર્યા આ રેડ ગાઉનમાં એટલી સરસ લાગતી હતી કે જોનારા લોકોની આંખો તેની જ જોતી હતી. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચનની આ 15મી કાન્સ એન્ટ્રી છે અને તે પાછલા 15 વર્ષોથી આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે.

English summary
Aishwarya Rai Bachchan walks the red carpet for Cannes, on the day four and boy, she is looking red hot!
Please Wait while comments are loading...