Pics : કોણ-કોણ પહોંચ્યું ફિયરલેસ નાદિયાના પ્રીમિયરમાં
મુંબઈ, 23 નવેમ્બર : બૉલીવુડના ‘હંટરવાલી' ફિરયરલેસ નાદિયા પર આધારિત ફિલ્મ ફિયરલેસ નાદિયાનું તાજેતરમાં મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર યોજાઈ ગયું.
ઑસ્ટ્રેલિયન સરકાર ભારતીય સિનેમાના સો વરસ થવા પ્રસંગે ભારત સાથે મળી એક સંયુક્ત ફિલ્મ ફેસ્ટિવલ કરવાની છે. તેમાં બુધવારના રોજ મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલ લિબર્ટી સિનેમામાં ફિયરલેસ નાદિયા ફિલ્મનું પ્રીમિયર યોજવામાં આવ્યું. આ પ્રીમયિરમાં વિદેશી કલાકારો ઉપરાંત બૉલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, જુગલ હંસરાજ, નંદિતાદાસ, પલ્લવી શારદા, સરોજ ખાન જેવી જાણીતી હસ્તીઓએ હાજરી આપી.
આવો જોઇએ ફિયરલેસ નાદિયાના પ્રીમિયરની તસવીરી ઝલક.

સરોજ-અમિતાભ
હિન્દી સિનેમાના જૂના જમાનાના અભિનેત્રી ફિયરલેસ નાદિયા પર આધારિત ફિલ્મ ફિયરલેસ નાદિયાના પ્રીમિયરમાં જાણીતાં ડાંસ ડાઇરેક્ટર સરોજ ખાન તેમજ બિગ બી અમિતાભ બચ્ચન હાજર રહ્યા હતાં.

સુબોધ-નંદિતા
ફિયરલેસ નાદિયાની ફિલ્મ હંટરવાલી ખૂબ જ જાણીતી છે. હવે તેમના પર બની રહેલ ફિલ્મ ફિયરલેસ નાદિયાના પ્રીમિયરમાં સુબોધ મસ્કરા તેમજ નંદિતા દાસે પણ હાજરી આપી હતી.

જુગલ હંસરાજ
ફિલ્મ અભિનેતા જુગલ હંસરાજ પ્રીમિયરમાં હાજર રહ્યા હતાં.

પલ્લવી-દિલીપ
પ્રીમિયરમાં પલ્લવી શારદા તેમજ દિલીપ તાહિલ મહેમાન બન્યા હતાં.












Click it and Unblock the Notifications
