રિયા સેને ફરીથી એવું શું કર્યું કે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેત્રી રિયા સેને થોડા દિવસ પહેલાં જ પોતાના ગોવા હોલિડેના બિકીની ફોટોઝ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેકર કર્યાં હતા. આ ફોટોઝ સોશિયલ મીડિયા માં ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

બોલિવૂડમાં રિયા સેનને ખાસ સફળતા હાંસલ નથી થઇ, પરંતુ બંગાળી ફિલ્મોમાં તે ખૂબ એક્ટિવ છે. થોડા સમય પહેલાં જ રિયાની બંગાળી ફિલ્મ ડાર્ક ચોકલેટ રિલિઝ થઇ હતી, જે બોક્સઓફિસ પર ખૂબ સફળ રહી હતી.

બીચ એન્ડ બિકિની

બીચ એન્ડ બિકિની

રિયા સેન પોતાની ગર્લ ગેન્ગ સાથે હાલ ગોવામાં હોલિડે માણી રહી છે, જેના સુંદર ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. રિયાને ટ્રાવેલ પસંદ છે અને તે રેગ્યૂલરલી પોતાના ફ્રેન્ડઝ અને ફેમિલી સાથે હોલિડે પર જાય છે.

મોનોક્રોમ ફીવર

મોનોક્રોમ ફીવર

રિયા સેન તેની આ બ્લેક એન્ડ વ્હાઇટ મોનોક્રોમ બિકીનીમાં સુપર હોટ લાગી રહી છે. બોલિવૂડમાં છેલ્લે રિયા સેન 'રબ્બા મેં ક્યા કરું'માં જોવા મળી હતી, વર્ષ 2013માં રિલિઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં અશરદ વારસી હતો.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

રિયા સેનના ફિલ્મી કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે થઇ હતી, તેણે ફિલ્મ વિષકન્યામાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. રિયાની બોલિવૂડમાં ખરી ઓળખાણ થઇ ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક વીડિયો 'યાદ પિયા કી આને લગી' થી.. અને બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ હતી 'સ્ટાયલ'!

બોલિવૂડમાં ખાસ સફળતા નહીં

બોલિવૂડમાં ખાસ સફળતા નહીં

રિયા સેન 'લવ યુ હમેશા' નામની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હતી, જેમાં તેની સામે અક્ષય ખન્નાને સાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ આ ફિલ્મ ક્યારેય બની જ નહીં. આખરે વર્ષ 2001માં તેણે લો-બજેટ સેક્સ કોમેડી ફિલ્મ 'સ્ટાયલ'થી પોતાના કરિયરની શરૂઆત કરી. બોલિવૂડમાં રિયાને ખાસ સફળતા નથી મળી. બોલિવૂડમાં તેની જૂજ સફળ ફિલ્મોમાં ઝનકાર બિટ્સ, હિંગ્લીશ અને શાદી નં.1નો સમાવેશ થાય છે.

મોડેલિંગ કરિયર

મોડેલિંગ કરિયર

વિવિધ મ્યૂઝિક વીડિયોમાં દેખાયા બાદ રિયાના મોડેલિંગ કરિયરે જોર પકડ્યું હતું અને તે જોતજોતામાં ખૂબ પોપ્યૂલર મોડેલ બની ગઇ. ફાલ્ગુની પાઠકના વીડિયોમાં દેખાયા બાદ તેણે આશા ભોંસલે, જગજીત સિંહ, લતા મંગેશકર, સોનુ નિગમ, શાન વગેરે જેવા જાણીતા સિંગર્સના વીડિયોમાં કામ કર્યું હતું. એડવર્ટાઇઝિંગ વર્લ્ડમાં પણ રિયાનું ખાસુ નામ છે, તેણે લિમકા, કોલગેટ, ડાબર વાટિકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કેડબરી ડેરીમિલ્ક અને નિરમા તેના મહત્વપૂર્ણ એડ અસાઇન્મેન્ટ્સ છે.

પર્સનલ લાઇફ

પર્સનલ લાઇફ

રિયા સેન મૂળ બંગાળની છે, તેમના માતા મૂન મૂન સેન અને દાદી સુચિત્રા સેન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેની નાની બહેન રાઇમા સેન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ છે. આ બંન્ને બહેનોને બોલિવૂડમાં પગ જમાવવાની ખાસ તક મળી નથી. રિયા સેનના ફાધર ભરત દેવ વર્મા ત્રિપુરાની રોયલ ફેમિલીના મેમ્બર છે.

બોલ્ડ ઇમેજ

બોલ્ડ ઇમેજ

રિયા સેન પહેલેથી જ પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી થઇ હતી. તે સમયે ઇન્ડિયન સિનેમાની વિચારસરણીના પ્રમાણમાં રિયા ખાસી બોલ્ડ હતી અને તે સમયે તેણે સ્ક્રિન પર બિકીની પહેરીને તથા કિસિંગ સીન આપીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યારે તેની સરખામણી તેની માતા મૂન મૂન સેન સાથે કરવામાં આવી હતી, જે પોતાના સમયની સેક્સ સિમ્બોલ કહેવાય છે.

English summary
Riya Sen spotted in bikini while chilling with a close friend in Goa!
Please Wait while comments are loading...