જ્હાનવી-સારા જોતાં રહી ગયા, આ હોટ એક્ટ્રેસે મારી બાજી

Written By:
Subscribe to Oneindia News

આ મહિનાની શરૂઆતમાં જ બોલિવૂડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાંના એક યશરાજ ફિલ્મ્સે બે નવા ચહેરા લોન્ચ કર્યા હતા. તેમના નામ છે આન્યા સિંહ અને આદર જૈન. આ બંન્ને જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર છે અને યશરાજ ફિલ્મ્સના ઓફિશિયલ ટ્વીટર પેજ તેમની તસવીરો પણ શેર કરવામાં આવી હતી. જેમાં આન્યા જૈનની બોલ્ડ અને સુંદર તસવીરોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

આન્યા સિંહ અને આદર જૈન

આન્યા સિંહ અને આદર જૈન

આન્યા સિંહ મૂળ દિલ્હીની છે, તેણે યશરાજ સાથે તેણે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો છે, જે ઘણી મોટી વાત કહેવાય. જ્યારે આદર જૈન રણબીર કપૂરનો દૂરનો ભાઇ છે. તે રાજકપૂરના પુત્રી રિમા જૈનનો પુત્ર છે. તેને પણ યશરાજ દ્વારા ત્રણ ફિલ્મો માટે સાઇન કરવામાં આવ્યો છે.

સ્પેશિયલ લોન્ચ ઇવેન્ટ

સ્પેશિયલ લોન્ચ ઇવેન્ટ

આ બંન્નેને લોન્ચ કરવા માટે મુંબઇમાં એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ બંન્નેની પ્રથમ ફિલ્મ 'કેદી બેન્ડ'નું પણ ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે.

રણબીર અને અનુષ્કાએ કર્યા લોન્ચ

રણબીર અને અનુષ્કાએ કર્યા લોન્ચ

આદર અને આન્યાને બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂર અને અનુષ્કા શર્માએ લોન્ચ કર્યા હતા. અહીં રણબીરે આદર વિશેની ઘણી વાતો લોકો સાથે શેર કરી હતી. આન્યા બોલિવૂડ માટે નવો ચહેરો છે, પરંતુ તેની સુંદર અને આકર્ષક તસવીરો તેના વિશે ઘણું કહી જાય છે. અનુષ્કા શર્માએ અહીં પોતાના શરૂઆતના દિવસોની વાતો લોકો સાથે શેર કરી હતી. અનુષ્કા શર્માને પણ યશરાજ દ્વારા જ લોન્ચ કરવામાં આવી હતી.

આન્યા સિંહ

આન્યા સિંહ

આન્યાની હોટ તસવીરોને જોઇને એક વાત તો ચોક્કસ કહી શકાય કે, તે બોલિવૂડની અનેક હિરોઇન્સને ટક્કર આપવા સક્ષમ છે. જોવાનું રહે છે કે, શું એક્ટિંગની બાબતમાં પણ તે લોકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહેશે?

શાનદાર ડેબ્યૂ

શાનદાર ડેબ્યૂ

બોલિવૂડમાં આવનાર સ્ટાર્સ માટે યશરાજ ફિલ્મ્સ ડ્રીમ પ્રોડક્શન સમાન છે, દરેક મોટા સ્ટાર્સ આજે પણ યશરાજ સાથે કામ કરવા ઇચ્છુક રહે છે. તેમની પ્રથમ ફિલ્મ કેદી બેન્ડના ડાયરેક્ટર છે, હબીબ ફૈઝલ. જેમણે અર્જુન કપૂર અને પરિણીતિ ચોપરાની ફિલ્મ 'ઇશ્કઝાદે' ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ હિટ રહી હતી.

સુંદર અને નમણી આન્યા

સુંદર અને નમણી આન્યા

આન્યા સિંહ દેખાવમાં ઘણી સુંદર અને નમણી છે. તેની બોલ્ડ તસવીરો અત્યારથી જ લોકોનું ધ્યાન ખેંચી રહી છે અને લોકો તેના વખાણ પણ કરી રહ્યાં છે. બોલિવૂડના અનેક સ્ટાર કિડ્સ પોતાના ડેબ્યૂની તૈયારીઓમાં વ્યસ્ત છે, એ સૌને આન્યા કોમ્પિટિશન આપી શકે એમ છે.

જોતાં રહી ગયા સારા અને જ્હાન્વી

જોતાં રહી ગયા સારા અને જ્હાન્વી

એક બાજુ જ્યાં સૈફ અલી ખાનની પુત્રી સારા અને શ્રીદેવીની મોટી પુત્રી જ્હાન્વી પોતાના ડેબ્યૂની તૈયારીઓમાં વ્યસ્ત છે, તેમના ડેબ્યૂની સોથી વધુ ચર્ચા હાલ થઇ રહી છે. એવામાં આન્યા જૈનની ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં ઘણાને નવાઇ લાગી છે. એ વાત સાચી કે, બોલિવૂડમાં માત્ર મોટા બેનરની ફિલ્મો મળવાથી સફળ નથી થવાતું, પરંતુ આન્યાનું ડેબ્યૂ ચોક્કસ એક ડ્રીમ ડેબ્યૂ સમાન છે.

સારા અને જ્હાન્વીને આપશે પડકાર

સારા અને જ્હાન્વીને આપશે પડકાર

સારા અલી ખાન અને જ્હાન્વી જેવા સ્ટારકિડ્સ પાસે પોતાના ફેમિલીનું નામ અને સપોર્ટ છે, તો આન્યા પાસે યશરાજ જેવા બેનરનો સપોર્ટ છે. તે સારા અને જ્હાન્વીને પડકાર આપી શકે એમ છે. સારા અને જ્હાન્વી ભલે વધારે ફેમસ હોય, પરંતુ અંતે તો જે વધુ ટેલેન્ટેડ હશે એ બાજી મારશે.

English summary
Yashraj Films is going to launch two new faces in an upcoming film Qaidi Band, Anya Singh and Aadar Jain. Look at some steamy photos of the actress Anya Singh.
Please Wait while comments are loading...