Must Watch : ખિલાડીથી ખિલાડી 786 સુધી...

મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડમાં જો કોઈ ખેલાડી છે તો તે છે અક્ષય કુમાર. તેમના ખિલાડી ટૅગે બૉલીવુડના પડદે એવી ધૂમ મચાવી કે કોઈ ત્યાં સુધી પહોંચી ન શક્યું. અહીં શહેંશાહ છે, બાદશાહ છે, ટાઇગર છે, પરંતુ ખિલાડી માત્ર અક્ષય કુમાર જ છે. તેમના જેવો બીજુ કોઈ ન હોઈ શકે.

ફરી એક વાર અક્ષય કુમાર ખિલાડી ટૅ સાથે રૂપેરી પડદે પરત ફરી રહ્યાં છે. ફિલ્મનું નામ છે ખિલાડી 786. તેમની સાથે અસીન છે.

આવો આપણે જોઇએ કે ખિલાડી ટૅગની શરુઆત ક્યાંથી થઈ. તસવીરોમાં જુઓ અક્ષય કુમારની ખિલાડીથી ખિલાડી 786 સુધીની ખેલાડી સફર.

ખિલાડી

ખિલાડી

અક્ષય કુમારે 1992માં ખિલાડી ફિલ્મ દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં તેમના હીરોઇન આયેશા ઝુલ્કા હતાં.

મૈં ખિલાડી તૂ અનાડી

મૈં ખિલાડી તૂ અનાડી

મૈં ખિલાડી તૂ અનાડી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સૈફ અલી ખાન હતાં. આ ફિલ્મ મોટી હિટ સાબિત થઈ હતી.

સબસે બડા ખિલાડી

સબસે બડા ખિલાડી

મમતા કુલકર્ણી સાથે આવેલ આ ફિલ્મ સબસે બડા ખિલાડી પણ અક્ષયની હિટ ફિલ્મ હતી.

ખિલાડિયોં કા ખિલાડી

ખિલાડિયોં કા ખિલાડી

ખિલાડિયોં કા ખિલાડી ફિલ્મમાં રેખા સાથે આવી અક્ષય કુમારે નવો ઇતિહાસ સર્જ્યો. ફિલ્મમાં અક્ષયે ડબ્લ્યુડબ્લ્યુડએફ પહેલવાન સાથે રીયલ ફાઇટ કરી હતી.

મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી

મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી

આ ફિલ્મ જુહી ચાવલા સાથે આવી હતી. અક્ષય કુમારની આ એક કૉમેડી ફિલ્મ હતી.

ઇંટરનેશનલ ખિલાડી

ઇંટરનેશનલ ખિલાડી

ઇન્ટરનેશનલ ખિલાડી ટ્વિંકલ ખન્ના સાથે આવેલ ફ્લૉપ ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ અક્ષય-ટ્વિંકલ બંનેએ લગ્ન કર્યા હતાં.

ખિલાડી 420

ખિલાડી 420

ખિલાડી 420 એક એક્શન ફિલ્મ હતી. તેમાં અક્ષય સાથે મહિમા ચૌધરી હતાં, પરંતુ ફિલ્મ સફળ રહી નહોતી.

ખતરોં કે ખિલાડી

ખતરોં કે ખિલાડી

કલર્સના રિયલિટી શો ખતરોં કે ખિલાડીને હોસ્ટ કરી ટેલીવિઝનની દુનિયામાં અક્ષયે એક નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો.

ખિલાડી 786

ખિલાડી 786

ખિલાડી 786 ફિલ્મ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. તેમાં અક્ષય સાથે અસીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X