For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બૉલીવુડમાં ઇંતેજાર છે આ કુંવારાઓના લગ્નનો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 એપ્રિલ :એમ તો બૉલીવુડના સૌથી વધુ રોમેન્ટિક હીરો શાહરુખ ખાન પરીણિત છે. સાથે જ ઘણાં હૈયાના ધબકારા સમાન હૃતિક રોશન પણ ચોરીના ચાર ફેરા લઈ ચુક્યાં છે, પરંતુ આમ છતાં પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત... અમે આપના માટે આખી યાદી લઈને આવ્યાં છીએ બૉલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર્સની.

બૉલીવુડના આ કુંવારાઓને જોયા બાદ તમારુ હૈયુ પણ ખુશ થઈ જશે અને તમે પણ ગીત ગણગણશો ‘સબકી બારાતેં આઈ ડોલી તૂ ભી લાના, દુલ્હન બનાકે હમકો સાજનજી લે જાના...' તો તમે પણ આમના ગુણોની સરખામણી કરો અને પસંદગી કરો કે તમારા સપનાનો રાજકુમાર કોણ છે અને કોની સાથે તમે પોતાનું આખું જીવન સુખેથી જીવી શકો છો. એમ તો બૉલીવુડમાં પણ આ બેચલર્સ માટે ઘણી એલિજિબલ બેચલર એક્ટ્રેસિસ છે, પરંતુ ક્યારેક-ક્યારેક બૉલીવુડની બહારથી પણ તેઓ પોતાના પાર્ટનર શોધતા હોય છે. હવે તમે બતાવો કે તમને કેવી લાગી અમારી આ યાદી? જો તમને તમારો પાર્ટનર મળી ગયો હો, તો પોતાના લગ્નમાં અમને આમંત્રણ આપવાનું ભુલતા નહિં.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનની ઉંમર ભલે થોડીક વધારે હોય, પરંતુ આજે પણ તેમની એક ઝલક પામી લાખો હૈયા ધબકારાં ચુકી જાય છે. મૈંને પ્યાર કિયા અને હમ દિલ દે ચુકે સનમના સલમાન સાથે કોણ લગ્ન કરવા તૈયાર ન થાય? સલમાનનું ભોળપણ તેમના લુક્સ અને સિક્સ પેક ઉપર તો છોકરીઓ મરી પરવારે છે. ભલે સલમાન ખાનની કિસ્મત પ્રેમની બાબતમાં કઈં ખાસ ઉકાળી ન શકી હોય, પણ આમ છતાં તેઓ હજી સુધી બૉલીવુડના સૌથી એલિજિબલ બેચલરની લિસ્ટમાં સૌથી ઊપર છે

શાહિદ કપૂર

શાહિદ કપૂર

બૉલીવુડના ચૉકલેટી બૉય શાહિદ કપૂરના જીવનમાં ઘણી જાણીતી અભિનેત્રીઓ આવી, પરંતુ તમામ સાથે શાહિદ કપૂરનો મેળ ન પડ્યો. અત્યાર સુધી સૌથી લાંબો અફેર બેબો એટલે કે કરીના કપૂર સાથે ચાલ્યો અને શાહિદ-કરીનાના લગ્ન સુધીની વાતો થવા લાગી હતી, પરંતુ અચાનક જ આ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું અને હવે કરીના ટુંકમાં જ સૈફ અલી ખાન સાથે લગ્નગ્રંથિથી જોડાવાની છે. બીજી બાજુ શાહિદ હાલ એકલા છે. આ જ અસલી તક છે આવા એલિજિબલ બેચલરને પટાવવાની.

રણબીર કપૂર

રણબીર કપૂર

બૉલીવુડના નવા એલિજિબલ બેચલર છે રણબીર કપૂર. સલમાન ખાન બાદ હવે રણબીરનું નામ જ આવે છે. રણબીર એમ તો દીપિકા પાદુકોણે, અનુષ્કા શર્મા તેમજ નરગિસ ફખરી સાથે ઇશ્ક ફરમાવી ચુક્યો છે, પરંતુ અત્યાર સુધી તેને પોતાની માટે પરફેક્ટ જોડીદાર મળી નથી. હાલ રણબીર અને કેટરીના વચ્ચે ઇશ્કની ચર્ચાઓ ચકડોળે છે, પરંતુ આમ છતાં હજુ પણ સમય છે અને તમે ઇચ્છો તો રણબીરને એપ્રોચ કરી શકો છો.

રણવીર સિંહ

રણવીર સિંહ

બેન્ડ બાજા બારાત સાથે પોતાના કરિયરની શરુઆત કરનાર રણવીર સિંહના જીવનમાં અનુષ્કા શર્મા ઉપરાંત બીજી કોઈ છોકરી નથી આવી. લેડીઝ વર્સિસ રિકી બહલ દ્વારા બૉલીવુડમાં પોતાને સ્થાપિત કરનાર રણવીર હજુ સુધી બેચલર છે. સાથે જ તે પોતાના માટે કોઈ પાર્ટનરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. તો અત્યારે જ સાચો સમય છે રણવીરને એપ્રોચ કરવાનો.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

એમ તો થોડાક સમય પહેલા સુધી જ્હૉન અબ્રાહમ બૉલીવુડનો હૉટ અને ડેશિંગ એક્ટ્ર કમિટેડ મેન હતો, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેનો ફરીથી એલિજિબલ બેચલરની યાદીમા સમાવેશ થઈ ગયો છે. બિપાશા બાસુ સાથેના સીરિયર બ્રેકઅપ બાદ જ્હૉન ઘણો એકલો અને મૌન થઈ ગયો હતો, પરંતુ તાજા સમાચાર એ છે કે તેને કોઈ મળી ગયું છે, પરંતુ જેમ આપ જાણો છો કે જ્યાં સુધી બૉલીવુડ સ્ટાર્સ લગ્નગ્રંથિથી જોડાય નહિં, ત્યાં સુધી તેઓ બેચલર જ હોય છે. તો જો તમે જ્હૉનના ફેન છો અને તેના જીવનસાથી બનવા માંગતા હો, તો બસ થઈ જાઓ તૈયાર.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X