Pics : "બજરંગી ભાઇજાન" ફેમ, ચાઇલ્ડ આર્ટીસ્ટ કોણ છે તે જાણો
બજરંગી ભાઇજાનનું ટેલર રિલિઝ થતા જ લોકો એક બાજુ જ્યાં સલમાન ખાનની વાહવાઇ કરી ત્યાં જ બીજી તરફ આ ટેલરમાં બતાવામાં આવેલ પાકિસ્તાની મૂકબધિર બાળકીએ પણ અનેક લોકોના દિલ જીત્યા.
બજરંગી ભાઇજાનના ટિઝરથી આ બાળ કળાકાર સ્ટાર બની ગઇ. જો કે આ ક્યૂટ છોકરીનું રિયલ નામ છે હર્ષલી મલ્હોત્રા. અને તે આ પહેલા પણ અનેક સિરિયલ અને એડ ફિલ્મોમાં આવી ચૂકી છે.
તો ક્યૂટ અને માસૂમ એવી હર્ષલીની કેટલીક ખાસ તસવીરો અને તેના વિષે જોડાયેલી થોડી વધુ માહિતી જાણો આ ફોટોસ્લાઇડરમાં...

હર્ષલી મલ્હોત્રા
બજરંગી ભાઇજાનના ટીઝરમાં સલમાન સાથે જોવા મળી આ ક્યૂટ, માસૂમ બાળ કલાકાર હર્ષલી મલ્હોત્રા.

નાની કેટરીનાનું ટેગ
જો કે હર્ષલીને લોકો નાની કેટરીના કૈફનું ટેગ આપી ચૂક્યા છે. વધુમાં સોશ્યલ મિડિયા પર હાલથી તેના અનેક ચાહનારા અને શુભેચ્છકો થઇ ગયા છે.

જોધા અકબર
જો કે આ પહેલા હર્ષલી જીટીવીની પોપ્યુલર સિરિયલ જોધા અકબરમાં પણ દેખાઇ ચૂકી છે.

લોટ આઓ તૃષા
બજરંગી ભાઇજાન હર્ષલીની પહેલી ફિલ્મ છે પણ તે પહેલા તેને અનેક સિરિયલો કરી છે જેમ કે લોટ આઓ તૃષામાં તેણે ભાગ્યશ્રીની દિકરીનું પાત્ર ભજવ્યું હતું.

માધુરી સાથે
વધુમાં તે માધુરી સાથે ઓડોનીલની એડમાં પણ આવી ચૂકી છે.

યમી ગૌતમ સાથે
તથા તેણે ફેર એન્ડ લવલીની એડમાં યમી ગૌતમ સાથે પણ કામ કર્યું છે.

ટીવી સ્ટાર
ટીવી સ્ટાર છે હર્ષલી. સોની હેન્ડીકેમની એડમાં પણ જોવા મળી હતી આ ક્યૂટ બેબી.

શૂંટિંગ ટાઇમ
બજરંગી ભાઇજાનના શૂટિંગ માટે જઇ રહી છે હર્ષલી. જુઓ તો ખરા આ ક્યૂટ લીટલ સ્ટારને.

ઓહ સો સ્વીટ
બહુ થઇ ગયું શૂટિંગ શૂટિંગ હવે તો હું હિંચકાની મઝા માણીશ.

ઇન્ફોસિસ
અનેક જાણીતી કંપનીઓની એડમાં આવી ચૂકી છે હર્ષલી. ઇન્ફોસિસની અન્ય એક એડમાં હર્ષલી.

ફેન્સનો પ્રેમ
હર્ષલીનો આ કોલૉજ તેના ફેન્સે બનાવ્યો છે. અત્યારથી જ આ ક્યૂટી પાઇના અનેક ચાહનારા.

સ્કૂલ ફંકશન
સ્કૂલ ફંકશન માટે તૈયાર થયેલી આ નાનકડી સ્ટાર હર્ષલી.

રાજકુમારી
આ ફોટોમાં તો ખરેખરમાં કોઇ નાનકડી પરી કે રાજકુમારીથી ઓછી નથી લાગતી હર્ષલી. સો ક્યૂટ.

પિયર્સ
પિયર્સની એડમાં પણ અનેક વાર આવી ચૂકી છે આ લિટલ પ્રિન્સેસ.

ક્લબ મહિન્દ્રા
ટીવીસીની ક્લબ મહિન્દ્રાની એડમાં પણ આવી ચૂકી છે હર્ષલી.

સોની
સોની રિટેલ એડમાં પણ કો સ્ટાર સાથે ક્યૂટ દેખાતી હર્ષલી.












Click it and Unblock the Notifications
