Leaked Pics: ફિલ્મ મોહેં-જો-દડોમાં મગર સાથે રિતિકે કરી લડાઇ
બોલીવૂડ ગ્રીક ગોર્ડ રિતિક રોશન હાલ તેની મચએવેટેડ ફિલ્મ મોહેં-જો-દડોના શૂંટિગમાં વ્યસ્ત છે. એટલું જ નહીં આ ફિલ્મમાં રિતિક 20 ફૂટ લાંબા એક મગર જોડે ખૂંખાર લડાઇ પણ લડવાના છે. વળી આ ફિલ્મ પ્રાચીન સમય પર આધારિત છે તે કારણે રિતિક તમને એક પરંપરાગત પરિવેષમાં જોવા મળશે.
હાલ આ ફિલ્મનું શૂટિંગ જબલપુરમાં થઇ રહ્યુ છે. ત્યારે આ ફિલ્મના કેટલાક બિહાઇન્ડ ધ સીન એક્સક્યૂઝિવ તસવીરો આજે અમે તમારા માટે લઇને આવ્યા છે. વધુમાં રિતિક રોશન આ ફિલ્મના ગેટઅપમાં લાગી રહ્યા છે સુપર હોટ.
નોંધનીય છે કે જોધા અકબર બાદ રિતિક રોશન અને આશુતોષ ગવારિકરની સાથે આ બીજી ફિલ્મ છે. વળી જાણકારોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ફિલ્મ માટે રિતિક રોશન 50 કરોડની માંગ કરી હતી. જેને આશુતોષે સ્વીકારી પણ હતી. વળી આ ફિલ્મનું 100 કરોડનું બજેટ છે. ત્યારે કેવો છે રિતિક રોશનની ફિલ્મ મોહેં-જો-દડોનો ફસ્ટ લૂક તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રિતિક રોશનો ફસ્ટ લૂક
જબલપુરમાં હાલમાં ચાલી રહી છે ફિલ્મ મોહેં-જો-દડોની શૂંટિંગ. ત્યારે ફિલ્મ મોહેં-જો-દડોમાં રિતિક રોશનનો ગેટઅપ કંઇક આવો હશે.

20 ફૂટ લાંબો મગર
આ ફિલ્મના ફાઇટ સીનમાં રિતિક રોશન એક 20 ફૂટ લાંબા મગર જોડે ખૂંખાર લડાઇ લડતા જોવા મળશે. ત્યારે આ ફિલ્મના બિહાઇન્ડ ધ સીનમાં આ વિશાળકાળ મગરને જુઓ.

50 કરોડની ફી
આ ફિલ્મ 100 કરોડના ખર્ચે બનવાની છે. અને આ ફિલ્મની અડધી કમાણી રિતિક રોશનના ખિસ્સામાં જશે. કારણ કે જો જાણકારીની વાત માનીએ તો રિતિકે આ ફિલ્મ કરવા માટે લીધા છે 50 કરોડ રૂપિયા!!!

રિતિકે કરી વિનંતી
જો કે જબલપુરમાં રિતિકની એક ઝલક મેળવવા માટે પડપડી કરી રહેલા રિતિકના ફેનને રિતિકે એક વિનંતી કરી છે. આ ફિલ્મનું શૂટિંગ જબલપુરમાં થઇ રહ્યું છે ત્યારે રિતિકે તેના ફેનને કહ્યું છે કે તે લોકો ફિલ્મની ટીમનો પીછો બાઇકોથી ના કરે. આમ કરવાથી રસ્તામાં ચાલતા રાહદારોને લાગી શકે છે

રિતિક લાગી રહ્યો છે સુપર હોટ
ત્યારે એક વાત તો સ્વીકારવી જ રહી કે રિતિક રોશન આ પરંપરાગત પોશાકમાં લાગી રહ્યો છે સુપર હોટ.

ગ્રુફી
ત્યારે રિતિક રોશન અને આ ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ સાથે મળીને આ ગ્રુફ્રી પડાવ્યું હતું. જેને રિતિકે સોશ્યલ મીડિયા પર મૂક્યું હતું.

પધડી કિંગ
રિતિક રોશને મોહેં-જો-દડોના સેટ પર કેટલીક કેન્ડિડ ક્લિક પણ પાડી હતી. જેમાંથી એકમાં તે ગુજરાતી કપડાવાળા સાફામાં જોવા મળી રહ્યો છે.

રિલિઝ
નોંધનીય છે કે આશુતોષ ગોવારિકરની ફિલ્મ મોહેં-જો-દડો 12 ઓગસ્ટ, 2016ના રોજ રિલિઝ થવાની છે. અને રિતિકની હિરોઇનના રૂપમાં પૂજા હેગડે ભૂમિકા ભજવવાની છે. ત્યારે આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
