For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સલમાન કહે છે - પોતાનાથી શરૂ થાય ‘બીઇંગ હ્યૂમન’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જૂન : એમ કહેવાય છે કે સફળતા હંમેશા એક જવાબદારી લઈને આવે છે. આ કહેવત સલમાન ખાન ઉપર બંધબેસતી છે. સલમાન બીઇંગ હ્યૂમન નામની એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે કે જે અંડરપ્રિવિલેજ્ડ બાળકોની સહાય કરે છે. લોકો સુધી તેની પહોંચ બનાવવા માટે સલમાને પોતે પહેલ કરી છે.

બૉલીવુડના દબંગ સલમાન ખાને બીઇંગ હ્યૂમન મર્ચંડાઇઝ, બીઇંગ હ્યૂમન આર્ટ તથા બીઇંગ હ્યૂમન ગોલ્ડ કૉઇન લૉન્ચ કર્યાં છે. ટુંકમાં જ સલમાનની આ એનજીઓએ બાળકોની હાર્ટ ડિફેક્ટ સર્જરી કરવવાનો પણ નિર્ણય કર્યો છે. સલમાન ખાને 2011માં સલમાન ખાન બીઇંગ હ્યૂમન પ્રોડક્શન હાઉસ બનાવ્યુ છે અને તેના દ્વારા પ્રાપ્ત થયેલ કમાણીના પૈસા એનજીઓમાં લોકોની સહાયતાર્થ અપાશે. આ બૅનર હેઠળ બનેલી ફિલ્મ ચિલ્લર પાર્ટી ખૂબ જ સફળ રહી હતી અને તેણે ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા હતાં.

તાજેતરમાં જ આ બૉલીવુડ અભિનેતા સલમાને કેટલાંક બાળકો સાથે બીઇંગ હ્યૂમન ફોટોશૂટ કરાવ્યું છે કે જેમાં સલમાને લોકોને સંદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ માનવ બનવાની શરુઆત પોતાનાથી જ કરવાની હોય છે.

આવો જોઇએ તસવીરો :

સ્પેશિયલ ફોટોશૂટ

સ્પેશિયલ ફોટોશૂટ

સલમાને બાળકો સાથે બીઇંગ હ્યૂમન માટે એક સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું.

મદદ કરે છે એનજીઓ

મદદ કરે છે એનજીઓ

સલમાનની એનજીઓ અંડરપ્રિવિલેજ્ડ બાળકોની મદદ કરે છે.

બાળકો સાથે સલમાન

બાળકો સાથે સલમાન

આ સંસ્થા બાળકોના શિક્ષણ અને આરોગ્યની સંભાળ માટે કામ કરે છે.

કેદીઓ માટે આપ્યાં 40 લાખ

કેદીઓ માટે આપ્યાં 40 લાખ

તાજેતરમાં સલમાનની એનજીઓએ 400 કેદીઓને છોડાવવા માટે 40 લાખ રુપિયા પે કર્યા હતાં.

સુપર સ્ટાર સલમાન

સુપર સ્ટાર સલમાન

કહે છે કે કેદીઓએ પોતાની સજાની અવધિ પૂર્ણ કરી લીધી હતી, પરંતુ જેલોનો લીગલ ખર્ચ ઉઠાવવા તેઓ તૈયાર નહોતાં.

પોતાના ખર્ચે એનજીઓ

પોતાના ખર્ચે એનજીઓ

કહે છે કે એક વખતે સલમાન પોતાના પૈસે બીઇંગ હ્યૂમનને ફંડ આપતા હતાં.

2011માં પ્રોડક્શન હાઉસ

2011માં પ્રોડક્શન હાઉસ

સલમાને 2011માં પોતાનું પ્રોડક્શન હાઉસ સલમાન ખાન બીઇંગ હ્યૂમન પ્રોડક્શન કમ્પની ખોલી હતી.

તમામ આવક બીઇંગ હ્યૂમનને

તમામ આવક બીઇંગ હ્યૂમનને

પ્રોડક્શન હેઠળ થનાર તમામ આવક બીઇંગ હ્યૂમનને આપી દેવાશે.

મુંબઈ-દુબઈમાં સ્ટોર્સ

મુંબઈ-દુબઈમાં સ્ટોર્સ

સલમાને તાજેતરમાં જ બીઇંગ હ્યૂમનના સ્ટોર્સ મુંબઈ તથા દુબઈમાં લૉન્ચ કર્યા હતાં.

હાર્ટ સર્જરી માટે ફંડ

હાર્ટ સર્જરી માટે ફંડ

સલમાનના બીઇંગ હ્યૂમને બાળકોની હાર્ટ સર્જરી કરાવવા માટે ફંડ આપવાની પહેલ કરી છે.

English summary
The saying- With success comes responsibility holds true for Salman Khan. The actor who is one of the most popular stars of Bollywood is famous for his big heart and charities. See a photoshoot here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X