કુંદા ખોલ...થી ફેવીકૉલ... 2012માં છવાઈ રહ્યાં આયટમ સૉંગ
મુંબઈ, 28 ડિસેમ્બર : બૉલીવુડમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આયટમ સૉંગ જાણે ફિલ્મની પ્રસિદ્ધિ અને સફળતા માટેનું માપદંડ બની ગયું હોય, તેમ દર બે ફિલ્મોએ એક આયટમ સૉંગ આવતું જ રહે છે.
છેલ્લે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2માં ફેવીકૉલ સૉંગે ખૂબ ધમાલ મચાવી. ગત 21મી ડિસેમ્બરે રિલીઝ થયેલ દબંગ 2માં ફેવીકૉલ સે.. ઉપર કરીના કપૂરે આયટમ નંબર કર્યું છે.
આવો આપણે જોઇએ વર્ષ 2012માં બૉલીવુડમાં છવાયેલા રહેલા કુંદા ખોલથી ફેવીકૉલ સુધીના આયટમ સૉંગને તસવીરોમાં.

આ રે પ્રીતમ પ્યારે...
રાઉડી રાઠોડ ફિલ્મમાં આ રે પ્રીતમ પ્યારે આયટમ સૉંગે ખૂબ ધમાલ મચાવી. આ ગીત ઉપર મુમૈઠ ખાન, મરિયમ ઝકરિયા તથા શક્તિ મોહને પરફૉર્મ કર્યુ હતું.

આગા બાઈ...
ફિલ્મ ઐય્યામાં રાણી મુખર્જી અને પૃથ્વીરાજે રજુ કર્યુ આગા બાઈ સૉંગ.

ચિકની ચમેલી...
ચિકની ચમેલી... ગીત તો આ વર્ષનું કદાચ સૌથી હૉટ આયટમ સૉંગ છે કે જે ફિલ્મ અગ્નિપથમાં કૅટરીના કૈફે કર્યુ હતું.

બિપાશા સૉંગ
ફિલ્મ જોડી બ્રેકર્સમાં બિપાશા બાસુએ પોતાના નામ સાથે સંકળાયેલ બિપાશા આયટમ સૉંગ કરી ધમાલ મચાવી.

ફન બન ગઈ...
વીણા મલિકે ફિલ્મ તેરે નાલ લવ હો ગયામાં ફન બન ગઈ... આયટમ સૉંગ દ્વારા પોતાની હૉટ અદાઓ રજુ કરી.

અનારકલી ડિસ્કો ચલી...
દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ... દ્વારા ધૂમ મચાવનાર મલાઇકા અરોરા ખાને હાઉસફુલ 2 ફિલ્મમાં અનારકલી ડિસ્કો ચલી... આયટમ સૉંગ કરી ફરી એક વાર પોતાને શ્રેષ્ઠ આયટમ ગર્લ સાબિત કરવાનો સફળ પ્રયત્ન કર્યો.

રમ વ્હિસ્કી...
એવું નથી કે આયટમ સૉંગ માત્ર આયટમ ગર્લ જ કરી શકે. આપણાં હૉટ જ્હૉન અબ્રાહમે ફિલ્મ વિકી ડોનરમાં રમ વ્હિસ્કી સૉંગ... કરી આ વાત સાબિત કરી આપી કે આયટમ બૉય પણ કમાલ કરી શકે છે.

ઝલ્લા વલ્લા...
ફિલ્મ ઇશકઝાદેમાં પરિણીતી ચોપરા તથા ગૌહર ખાને ઝલ્લા વલ્લા... આયટમ સૉંગ કર્યું.

ફેવીકૉલ...
આ વર્ષનું છેલ્લું અને સૌથી હિટ આયટમ સૉંગ ફેવીકૉલ સે... રહ્યું. કરીના કપૂરે દબંગ 2માં આ ધમાકેદાર આયટમ સૉંગ કર્યું કે જે આજે પણ ધૂમ મચાવી રહ્યું છે.

જલેબી બાઈ...
ધમાલની સિક્વલ ડબલ ધમાલ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે જલેબી બાઈ... આયટમ સૉંગ કર્યું.

દન દન ચીની શૂટ...
નતાલિયા કૌરે ડિપાર્ટમેંટ ફિલ્મમાં દન દન ચની શૂટ મિક્સ રજુ કર્યુ હતું.

દિલ મેરા મુફ્ત કા...
કરીના કપૂર અને મરિયમ ઝકરિયાએ એજંટ વિનોદમાં દિલ મેરા મુફ્તા કા... આયટમ સૉંગ રજુ કર્યુ હતું.

ડ્રીમમ વેકપમ...
રાણી મુખર્જી અને પૃથ્વીરાજે ઐય્યામાં વધુ એક આયટમ સૉંગ ડ્રીમમ વેકપમ... દ્વારા ફિલ્મને હિટ કરવાનો પ્રયત્ન કર્યો.

હો ગઈ ટુન...
બિપાશા બાસુ ફિલ્મ પ્લેયર્સમાં હો ગઈ ટુન... આયટમ સૉંગ કરતાં નજરે પડે છે.

કુંદા ખોલ...
સમીરા રેડ્ડીએ ચક્રવ્યૂહ ફિલ્મમાં કુંદા ખોલ... આયટમ સૉંગ કર્યું.

લૈલા...
મલ્લિકા શેરાવતે ફિલ્મ તેઝમાં લૈલા... આયટમ સૉંગ કર્યું.

પોં પોં પોં....
સન ઑફ સરદાર ફિલ્મનું પોં પોં પોં.... સૉંગ પણ ખૂબ હિટ રહ્યું કે જેમાં સંજય દત્ત, અજય દેવગણ, સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાએ પરફૉર્મ કર્યું.












Click it and Unblock the Notifications
