Pics : ખૂબ જામી વિદ્યા-સિદ્ધાર્થની સંગીત સેરેમની
મુંબઈ, 12 ડિસેમ્બર : ધ ડી-ડે હવે આવી ગયો છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બાદ હવે વિદ્યા બાલનનો વારો છે પોતાના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે પરણવાનો. ગઈકાલે રાતે યોજાયેલી સંગીત સેરેમની વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂરના લગ્નનો પ્રથમ પ્રસંગ હતો.
સંગીત સેરેમની ખૂબ જ અંગત રીતે યોજાઈ હતી. તેમાં વર-કન્યાના નજીકના પરિજનો ઉપરાંત બૉલીવુડના કેટલાંક ક્લોઝ ફ્રેન્ડ્સ હાજર રહ્યા હતાં. વિદ્યા અને સિદ્ધાર્થના લગ્ન ચેમ્બૂર ખાતે છેડાનગરમાં આવેલ સુબ્રમણ્યન સમાજ મંદિરમાં આગામી 14મી ડિસેમ્બર, 2012 શુક્રવાર સવારે થવાના છે.
એક વેબસાઇટના જણાવ્યા મુજબ વિદ્યા તરફથી લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સિદ્ધાર્થ તરફથી તેમના ભાઇઓ કુણાલ તેમજ આદિત્ય આ લગ્ન અંગે કંઈક ખાસ પ્લાનિંગ કરી રહ્યાં છે. વિદ્યાના પિતરાઇઓ વિદ્યાના હિટ ગીત ઉપર પરફૉર્મ કરવાની તૈયારી કરી રહ્યાં છે.
આવો આપને બતાવીએ વિદ્યા-સિદ્ધાર્થની સંગીત સેરેમનીની કેટલીક તસવીરો.

વિદ્યા-સિદ્ધાર્થ
વિદ્યા અને સિદ્ધાર્થની સંગીત સેરેમની કે જે ગઈકાલે ખૂબ જ અંગત રીતે યોજાઈ.

વિદ્યા-સિદ્ધાર્થ
વિદ્યા-સિદ્ધાર્થના લગ્ન 14મી ડિસેમ્બરના રોજ ચેંબૂર ખાતે આવેલ એક મંદિરમાં યોજાશે.

વિદ્યા-સિદ્ધાર્થ
સંગીત સેરેમની વિદ્યા-સિદ્ધાર્થના લગ્નનો પ્રથમ પ્રસંગ હતી.

વિદ્યા-સિદ્ધાર્થ
સંગીત સેરેમનીમાં વિદ્યા-સિદ્ધાર્થના નજીકના સંબંધીઓ અને બૉલીવુડના ખાસ મિત્રોને જ બોલાવાયા હતાં.

વિદ્યા-સિદ્ધાર્થ
સંગીત સેરેમનીમાં વિદ્યા બાલન કાંજીવરમ્ સાડીમાં ખૂબ જ સુંદર દેખાતા હતાં. સિદ્ધાર્થ પણ સફેદ કુર્તામાં હૅન્ડસમ જણાતા હતાં.

વિદ્યા-સિદ્ધાર્થ
આ છે વિદ્યા બાલનના સગપણની વીંટી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
