જુઓ તેલુગુ ફિલ્મોમાં ધૂમ મચાવનાર 35 Bollywood હસીનાઓ
મુંબઈ, 8 ઑગસ્ટ : દેશના ઘણા ભાગોમાંથી આવતી અનેક અભિનેત્રીઓએ પોતાનું એક્ટિંગ કૅરિયર બૉલીવુડ ફિલ્મો સાથે કર્યુ છે. બૉલીવુડમાં ધૂમ મચાવ્યા બાદ આ અભિનેત્રીઓએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડમાં પણ ધમધમાટી મચાવી. સોનાલી બેન્દ્રે, અમીષા પટેલ, બિપાશા બાસુ, યામી ગૌતમ તથા કૅટરીના કૈફે થોડીક તેલુગુ ફિલ્મો કર્યા બાદ બૉલીવુડમાં વધુ રસ દાખવ્યો. કેટલીક અભિનેત્રીઓ કાજલ અગ્રવાલ, તમન્ના ભાટિયા અને ચાર્મી કૌરે તેલુગુમાં ડેબ્યુ ફિલ્મ સાથે જ ધમાલ મચાવી અને હૈદરાબાદને બેઝ બનાવી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ સ્થિર રહી.
અમે લાવ્યા છીએ તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકેલ 35 બૉલીવુડ અભિનેત્રીઓની તસવીરી વિગતો :

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલે વિવેક ઓબેરૉયની ફિલ્મ ક્યોં હો ગયા ના દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. તેમણે પછી 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાણમમાં કામ કર્યું. કાજલની મહત્વની બૉલીવુડ ફિલ્મ છે સિંઘમ.

તમન્ના ભાટિયા
ચાંદ સા રોશન ચેહરા ફિલ્મ દ્વારા 2005માં બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તમન્નાએ પછી 2005માં જ શ્રી ફિલ્મમાં કામ કરી ટૉલીવુડમાં એન્ટ્રી કરી.

શ્રુતિ હસન
બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલા શ્રુતિ હસને અનાગાનાગા ઓ ધીરુડૂ ફિલ્મ દ્વારા ટૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

જેનેલિયા ડિસૂઝા
જેનેલિયાએ એક્ટિંગ કૅરિયરની શરુઆત 2003માં બૉલીવુડ ફિલ્મ તુઝે મેરી કસમ સાથે કરી હતી. પછી તેમણે 2003માં તેલુગુ ફિલ્મ સત્યમ કરી હતી. તેઓના નામે 15 ટૉલીવુડ ફિલ્મો છે.

સોનાલી બેન્દ્રે
ત્રીસ કરતા વધુ બૉલીવુડ ફિલ્મોમાં સફળતાપૂર્વક કામ કરનાર સોનાલી બેન્દ્રેએ 2001માં મુરારી ફિલ્મ સાથે ટૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. પછી સોનાલીએ તેલુગુ સુપરસ્ટાર્સ ચિરંજીવી, બાલકૃષ્ણ, નાગાર્જુન, રવિ તેજા જોડે પણ કામ કર્યુ હતું.

અમીષા પટેલ
કહો ના પ્યાર હૈ દ્વારા 2000માં બૉલીવુડ ડેબ્યુ કરનાર અમીષા પટેલે તે પહેલા તે જ વર્ષમાં પવન કલ્યાણની ફિલ્મ બદ્રીમાં ટૉલીવુડ ડેબ્યુ કરી દીધુ હતું.

બિપાશા બાસુ
અજનબી ફિલ્મ સાથે 2001માં બૉલીવુડમાં એન્ટર થનાર બિપાશાએ 2002માં ટક્કારી ડોંગા ફિલ્મ સાથે ટૉલીવુડમાં પણ એંટ્રી મારી હતી.

નમ્રતા શિરોડકર
નમ્રતા શિરોડકરે 1998માં જબ પ્યાર કિસી સે હોતા હૈ દ્વારા બૉલીવુડમાં ગેસ્ટ રોલ સાથે કૅરિયર શરૂ કર્યુ હતું. પછી તેમણે વામ્સી ફિલ્મ દ્વારા ટૉલીવુડમાં આવ્યાં.

પ્રિયંકા ચોપરા
બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ટૉલીવુડમાં ભાગ્ય અજમાવી ચુક્યા છે. તેમણે રામ ચરણ તેજાની ફ્લૉપ ફિલ્મ તૂફાન સાથે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું, પરંતુ પછી કોઈ ફિલ્મ સાઇન ન કરી.

શિલ્પા શેટ્ટી
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ Sahasa Veerudu Sagara Kanya, Veedevadandi Babu, Azad અને Bhalevadivi Basu જેવી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

રવીના ટંડન
જાણીતા બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડને 1993માં તેલુગુ ફિલ્મ રથ સારથીમાં કામ કર્યુ હતું. તેઓ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ Pandavulu Pandavulu Thummedaમાં પણ દેખાયા હતાં.

પ્રીતિ ઝિંટા
બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ 1998માં પ્રેમંતે ઇડેરા ફિલ્મ દ્વારા ટૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. 1998માં જ રાજા કુમારુડુ ફિલ્મમાં કામ કર્યા બાદ તેઓ ટૉલીવુડમાં પાછા નહીં દેખાયાં.

કૅટરીના કૈફ
બૉલીવુડ અભિનેત્રી કૅટરીના કૈફે મલ્લિશ્વરી ફિલ્મ દ્વારા 2004માં ટૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેઓ 2005માં પણ વધુ એક તેલુગુ ફિલ્મમાં દેખાયા હતાં.

મનીષા કોઈરાલા
બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા ક્રિમિનલ અને નાગરામ જેવી ઘણી તેલુગુ ફિલ્મો કરી ચુક્યા છે.

સેલિના જેટલી
બૉલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ 2005માં સૂર્યમ ફિલ્મ સાથે ટૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

નેહા ધુપિયા
બૉલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા પણ 2003માં વિલન ફિલ્મ સાથે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુક્યા છે. પછી તેમણે પરમ વીર ચક્ર નામની વધુ એક તેલુગુ ફિલ્મ પણ કરી હતી.

સિમરન બગ્ગા
બૉલીવુડ અભિનેત્રી સિમરન બગ્ગાએ 1997માં અબ્બાઈ ગરી ફિલ્મ સાથે ટૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. તેમણે લગભગ 20 જેટલી તેલુગુ ફિલ્મો કરી છે.

ગ્રેસી સિંહ
લગાન ફૅમ બૉલીવુડ અભિનેત્રી ગ્રેસી સિંહ પણ Santosham, Tappu Chesi Pappu Kudu, Rama Rama Krishna Krishna and Ramdev જેવી તેલુગુ ફિલ્મોમાં લીડ રોલ કરી ચુક્યા છે.

નેહા શર્મા
બૉલીવુડ અભિનેત્રી નેહા શર્મા ચિરુથા (2007) તથા કુર્રાડુ (2009) જેવી ઘણી તેલુગુ ફિલ્મો કરી ચુક્યા છે.

સારા જેન ડિયાસ
બૉલીવુડ અભિનેત્રી સારા જેન ડિયાસ 2011માં આવેલી પવન કલ્યાણની હિટ તેલુગુ ફિલ્મ પંજામાં લીડ રોલમાં હતાં.

આયેશા ટાકિયા
બૉલીવુડ અભિનેત્રી આયેશા ટાકિયા પણ 2005માં અક્કિનેની નાગાર્જુનની તેલુગુ ફિલ્મ સુપરમાં હતાં.

અમૃતા રાવ
બૉલીવુડ અભિનેત્રી અમૃતા રાવ મહેશ બાબુની 2007માં આવેલી સુપરહિટ તેલુગુ ફિલ્મ અથિધિમાં લીડ રોલમાં હતાં.

વીણા મલિક
બિગ બૉસ દ્વારા લાઇમ લાઇટમાં આવ્યા બાદ બૉલીવુડ ફિલ્મોમાં ચમકનાર પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમમાં દેખાયા હતાં.

દિવ્યા ભારતી
દીવાના ફૅમ સુપરહિટ બૉલીવુડ અભિનેત્રી સ્વર્ગસ્થ દિવ્યા ભારતીએ Bobbili Raja, Naa Ille Naa Swargam, Rowdy Alludu, Assembly Rowdy, Dharma Kshetram Tholi Muddhu જેવી તેલુગુ ફિલ્મોમાં લીડ રોલ કર્યા હતાં.

ટ્વિંકલ ખન્ના
બૉલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ 1999માં તેલુગુ ફિલ્મ સીનુમાં કામ કર્યુ હતું.

લીઝા રે
બૉલીવુડ અભિનેત્રી લીઝા રે 2002માં તેલુગુ ફિલ્મ ટક્કારી ડોંગામાં લીડ રોલમાં હતાં.

ઉર્મિલા માતોંડકર
રંગીલા ફૅમ બૉલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર Antham, Gaayam, Anaganaga Oka Roju and Money Money જેવી તેલુગુ ફિલ્મોમાં લીડ રોલ કરી ચુક્યા છે.

મહિમા ચૌધરી
પરદેસ ગર્લ બૉલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરીએ માનાસુલો માતા નામની તેલુગુ ફિલ્મ દ્વારા 1999માં ટૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

સયાલી ભગત
બૉલીવુડ અભિનેત્રી સયાલી ભગતે બ્લેડ બાબજી અને ઇન્કોસારી જેવી ઘણી તેલુગુ ફિલ્મો કરી છે.

શાઝાન પદમસી
બૉલીવુડ અભિનેત્રી શાઝાન પદમસીએ પણ ઑરેંજ તથા મસાલા જેવી ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

વાણી કપૂર
શુદ્ધ દેસી રોમાંસ ફૅમ બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂરે અહા કલ્યાણ દ્વારા તાજેતરમાં જ ટૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. તેમની પાસે હાલ પણ ઘણી તેલુગુ ફિલ્મો છે.

રકુલ પ્રીત સિંહ
યારિયાં ફૅમ પંજાબી ગર્લ રકુલ પ્રીત સિંહે 2009માં કન્નડ ફિલ્મ ગિલ્લી દ્વારા એક્ટિંગ કૅરિયર શરૂ કર્યુ હતું. 2011માં તેમણે કેરતમ દ્વારા ટૉલીવુડ ડેબ્યુ કર્યુ. 2013માં વેંકટાદ્રી એક્સપ્રેસ તેલુગુ ફિલ્મે રકુલને મોટો બ્રેક આપ્યો. તેઓ આજે પણ અનેક તેલુગુ ફિલ્મો કરી રહ્યા છે.

યામી ગૌતમ
બૉલીવુડ અભિનેત્રી યામી ગૌતમે Nuvvila, Gouravam, Yuddham and Courier Boy Kalyan જેવી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

અવિકા ગોર
બાલિકા વધુ ફૅમ ટીવી અભિનેત્રી અવિકા ગોરે 2013માં ઉય્યાલા જમ્પાલા ફિલ્મ દ્વારા તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતું. તેઓની આગામી તેલુગુ ફિલ્મ લક્ષ્મી રાવે મા ઇંટિકી છે.

સ્નેહા ઉલ્લાલ
લકી ફૅમ બૉલીવુડ અભિનેત્રી સ્નેહા ઉલ્લાલે Ullasamga Utsahamga દ્વારા ટૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. તેમના નામે 10 તેલુગુ ફિલ્મો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
