pics: કૅરિયરની ટોચે લગ્ન કરનાર અભિનેત્રીઓ
મુંબઈ, 16 નવેમ્બર : વિદ્યા બાલન બૉલીવુડના સફળ અને સુંદર અભિનેત્રીઓમાંના એક છે. એક્ટિંગમાં તેમને કોઈ પાછળ પાડી શકે નહિં. સાથે જ તેમની કિસ્મત પણ તેમનો ખૂબ જ સાથ આપે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલી કૉમ્પીટિશન છે કે સફળતાના શિખરે પહોંચ્યા બાદ એક્ટ્રેસ માત્ર નીચે આવે છે. વિદ્યા પણ હાલ તેવી જ ટોચે છે. વિદ્યા હવે આ ટોચે પહોંચ્યા બાદ આ જ મહીનાની 18મી તારીખે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.
આ વર્ષે વિદ્યાને ધ ડર્ટી પિક્ચર ફિલ્મ માટે અને છેલ્લા બે વરસોમાં ઇશ્કિયા તેમજ પા માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો હતો. તો હાલ જો જોવા જઇએ તો વિદ્યા બૉલીવુડના સૌથી શ્રેષ્ઠ અને સફળ અભિનેત્રી છે. છેલ્લા ત્રણ વર્ષોથી સતત બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીતનાર વિદ્યા હાલ તમામ અભિનેત્રીઓ માટે એક મોટા કૉમ્પીટિશન બની ચુક્યાં છે.
આવા સ્ટેજે પહોંચ્યા બાદ લગ્નનો નિર્ણય કરવો વિદ્યા માટે મુશ્કેલ હશે, પણ કદાચ ક્યાંકને ક્યાંક આ તેમના માટે સમયના હિસાબે સૌથી યોગ્ય નિર્ણય પણ છે. વિદ્યા આગામી 18મી નવેમ્બરે યૂટીવીના પ્રમુખ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાશે. તેમના આ નિર્ણયથી બીજી અભિનેત્રીઓએ પણ પાઠ લેવો જોઇએ કે દરેક વસ્તુ માટે એક સમય હોય છે. જો તે સમય નિકળી જાય, તો માણસ પાસે પશ્ચાતાપ સિવાય કઈં બચતું નથી.
આવો જોઇએ કે વિદ્યાની જેમ બૉલીવુડની કઈ-કઈ અભિનેત્રીઓએ યોગ્ય સમયે લગ્નનો નિર્ણય કર્યો.

કરીના કપૂર
બબીતા-રણધીર કપૂરના પુત્રી કરીના કપૂર હાલ બૉલીવુડની સફળ અભિનેત્રીઓમાંના એક છે. તેમણે પણ આ વર્ષે છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી પોતાના જીવનને નવો વળાંક આપ્યો.

એશા દેઓલ
બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની અને હીમૅન ધર્મેન્દ્રના પુત્રી એશા દેઓલે પણ આ વર્ષે લગ્ન કરી પોતાનો યોગ્ય સમયે લગ્ન કરનાર હીરોઇનોમાં સમાવેશ કરી લીધો. એશાના લગ્ન મુંબઈના મોટા બિઝનેસ મૅન ભરત તખ્તાણી સાથે થયાં.

ઐશ્વર્યા રાય
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુંદરી ઐશ્વર્યા રાયે પણ પોતાના કૅરિયરના સુવર્ણ મુકામે પહોંચી અભિષેક બચ્ચન જેવો હૅન્ડસમ અને સમજું જીવનસાથી પસંદ કર્યો. જોકે લગ્ન બાદ પણ ઐશ ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી બૉલીવુડના એક વખતના ટૉપના એક્ટ્રેસ રહ્યાં છે. તેમણે પણ પોતાના કૅરિયરના શ્રેષ્ઠ મુકામે પહોંચી બિઝનેસ મૅન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં.

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંના એક છે. તેમણે પણ યોગ્ય સમયે બિઝનેસ મૅન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધાં. જોકે તેમનો આ સંબંધ લાંબુ ટકી ના શક્યાં.

કાજોલ
કાજોલ અને શાહરુખ ખાનની જોડી બૉલવુડની અત્યાર સુધીની સૌથી રોમાન્ટિક અને હિટ જોડી રહી છે, પરંતુ કાજોલે પણ પોતાના કૅરિયરના શ્રેષ્ઠ મુકામે બૉલીવુડ અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યાં.

આયશા ટાકિયા
આયશા ટાકિયાએ જાણીતાં બિઝનેસ મૅન નૌહીદ સાયરૂશી સાથે લગ્ન કર્યાં. આયશા પણ સારા એવા જામી ગયા હતાં બૉલીવુડમાં.

માધુરી દીક્ષિત
બૉલીવુડના ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ યોગ્ય સમયે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જીવનનો એક મોટો અને યોગ્ય નિર્ણય કર્યો.

વિદ્યા બાલન
હવે આ તમામ અભિનેત્રીઓના સુખદ જીવનને જોઈ વિદ્યા પણ બૉલીવુડની ટોચે પહોંચ્યા બાદ યુટીવી પ્રમુખ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
