Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિકરીઓ સાથે રેમ્પ પર ઉતર્યા અમિતાભ, શત્રુૂધ્ન અને અનિલ કપૂર

શબાના આઝમીના ચેરીટેબલ ટ્રસ્ટ મીઝવાન વેલફેર સોસાયટી દ્વારા મુંબઇમાં યોજવામાં આવ્યો ફેશન શો. જેમાં ભાગ લીધો બોલિવુડની તમામ મોટી હસ્તીઓએ. બચ્ચન, કપૂર, સિન્હા, અખ્તર ફેમિલિએ ભાગ લીધો આ ફેશન શોમાં.

પિતા-પુત્ર, બાપ-દિકરીની જોડીઓએ આ ફેશન શોમાં લગાવ્યા ચાર ચાંદ. બોલિવુડની જાણીતી અભિનેત્રી શબાના આઝમી ઉત્તરપ્રદેશના એક ગામ મિઝવાન માટે એક ચેરીટેલબ ટ્રસ્ટ ચલાવે છે. શબાનાના પિતા કૈફી આઝમીના ગામ મિઝવાનના કલાકારો દ્વારા બનાવેલા કોસ્ચ્યૂમને પહેરીને આ સિતારાઓ કર્યું રેમ્પ વોક.

ફેશનના આ ઝલાવા સાથે આ ફેશન શો એક સારા કૉઝને પણ રજૂ કરતો હતો. આ ફેશન શોથી ઉપજેલા નાણાં મિઝવાનના લોકોને પગભર કરવામાં ઉપયોગમાં લેવાશે.

ત્યારે આ ફેશન શોની તસ્વીરો જુઓ આ સ્લાઇડરમાં.

અમિતાભ-શ્વેતા

અમિતાભ-શ્વેતા

બીગ બી અમિતાભ બચ્ચને તેની પુત્રી શ્વેતા નંદા જોડે કર્યું રેમ્પ વોક. પિતા-પુત્રીની આ કેમેસ્ટ્રી હતી ખાસ.

જયા - અભિષેક

જયા - અભિષેક

મા-પુત્રની આ જોડી ઉતરી રેમ્પ પર. બ્લેક ક્લોથમાં એલિગન્ટ લાગતી જયા અને અભિષેક, આ ફોટામાં લાગી રહ્યા છે ખૂબ જ ખુશ.

સોનાક્ષી-શત્રુધ્ન

સોનાક્ષી-શત્રુધ્ન

લાલ કપડામાં સજ્જ સોનાક્ષી સિન્હા તેના પિતા બોલિવૂડ લેજન્ડ શત્રુધ્ન સિન્હા સાથે આવી રેમ્પ પર. પિતા-પુત્રીનો પ્રેમ આ ફોટામાં સાફ દેખાતો હતો.

સોનમ- અનિલ

સોનમ- અનિલ

સોનમ કપૂર અને અનિલ કપૂરે કર્યું રેમ્પ વોક. પોતાની ટ્વિટ પર સોનાક્ષી લખ્યું કે એક વખત હતો જ્યારે મારા પિતાએ હાથ પકડી મને ચાલતા શીખવ્યું હતું અને આજે મેં તેમની સાથે રેમ્પ વોક કર્યો.

જાવેદ- ફરહાન

જાવેદ- ફરહાન

પિતા પુત્રની જોડી જાવેદ અખ્તર અને ફરહાન અખ્તર કર્યું આ ફેશન શોમાં રેમ્પ વોક.

શંકર -સિદ્ધાર્થ મહાદેવન

શંકર -સિદ્ધાર્થ મહાદેવન

એટલું જ નહીં આ ફેશન શોમાં જાણીતા સંગીર શંકર મહાદેવન અને તેમના પુત્ર સિદ્ધાર્થ મહાદેવને પણ રેમ્પ વોક કરી એક ગીત ગાયું.

શબાના આઝમી

શબાના આઝમી

દરવર્ષે બોલિવુડ સેલિબ્રિટી શબાના આઝમી દ્વારા આ ફેશન શોક કરવામાં આવે છે અને આ દ્વારા જે ફંડ ભેગું થાય છે તેને મિઝવાનના લોકોને પગભર કરવામાં આવે છે. બિગ બી પણ આ મામલે ટ્વિટ કરતા કહ્યું કે આ ફેશન શો કરતા તેની પાછળ જે કોઝ છે તે મહત્વનો છે.

ફેશન શો

ફેશન શો

શબાના આઝમીના ચેરીટેબલ ટ્રસ્ટ મીઝવાન વેલફેર સોસાયટી દ્વારા મુંબઇમાં યોજવામાં આવ્યો ફેશન શો. જેમાં ભાગ લીધો બોલિવુડની તમામ મોટી હસ્તીઓએ. બચ્ચન, કપૂર, સિન્હા, અખ્તર ફેમિલિએ ભાગ લીધો આ ફેશન શોમાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X