બૉમ્બે વેલ્વેટને પીકેની લીલી ઝંડી, ફૅન્સ બંને ફિલ્મોના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ શકશે!
મુંબઈ, 16 એપ્રિલ : પીકે અને બૉમ્બે વેલ્વેટની રિલીઝ ડેટ અંગે ઊભા થયેલ પ્રશ્ન ઉકલી ગયો છે. જાણવા મળે છે કે હવે પીકે ફિલ્મ ક્રિસમસથી એક અઠવાડિયા પહેલા એટલે કે 19મી ડિસેમ્બરે રિલીઝ થશે. આ વાત સાંભળી આમિર ખાન તથા રણબીર કપૂર બંનેના ફૅન્સ બહુ ખુશ અને સંતુષ્ટ છે, કારણ કે હવે તેમને પોતાના બંને ફૅવરિટ સ્ટાર્સમાંથી કોઈ એકની ફિલ્મને સિલેક્ટ કરવાની મુંઝવણમાંથી છુટકારો મળી ગયો છે. હવે તેઓ બંને સ્ટાર્સની ફિલ્મો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ શકશે.

ખેર, હવે વિચારણીય વાત એ છે કે આમિર ખાનની ફિલ્મ જો પહેલા રિલીઝ થઈ, તો પીકે તો એક અઠવાડિયામાં એકલી જ બૉક્સ ઑફિસે કમાણી કરી લેશે, પણ બીજા સપ્તાહે રિલીઝ થનાર રણબીર કપૂરની ફિલ્મ બૉમ્બે વેલ્વેટના દર્શકોમાં ચોક્કસ ઘટાડો નોંધાશે. જે દર્શકો પહેલા સપ્તાહે આમિરની ફિલ્મ નહીં જોઈ શક્યા હશે, તેઓ બીજા સપ્તાહે ક્રિસમસની રજાઓ દરમિયાન પીકે જોવાનુંપ્લાન બનાવેશે. તેથી બૉમ્બે વેલ્વેટના બિઝનેસ પર અસર થઈ શકે છે. ખેર, એ તો સમય જ બતાવશે કે શું થશે.












Click it and Unblock the Notifications
