Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉર્ફી જાવેદને મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ગિરફ્તાર, પટનાથી ઝડપાયો આરોપી

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે એક વ્યક્તિએ તેને રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યક્તિ અગાઉ વોટ્સએપ દ્વારા ઉર્ફીને રેપની ધમકી આપતો હતો.

ક્યારેક દોરડા વડે તો ક્યારેક સેફ્ટી પિન વડે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદ તેના ડ્રેસ સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે. પરંતુ, તેના કપડાની સ્ટાઈલ ફેન્સને પસંદ નથી આવતી અને દરરોજ લોકો સોશિયલ મીડિયા દ્વારા તેના પર પોતાનો ગુસ્સો કાઢતા રહે છે. અત્યાર સુધી આ ગુસ્સો માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત હતો. લોકોએ હવે અભિનેત્રીને ફોન પર પણ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતુ.

ધમકી આપનાર શખ્સ ગિરફ્તાર

ધમકી આપનાર શખ્સ ગિરફ્તાર

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે એક વ્યક્તિએ તેને રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યક્તિ અગાઉ વોટ્સએપ દ્વારા ઉર્ફીને રેપની ધમકી આપતો હતો. ત્યારબાદ તેણે અભિનેત્રીને રોજ ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું. જે બાદ ઉર્ફીએ સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ઉર્ફીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. કડક કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે આરોપીને પટનામાંથી ઝડપી લીધો છે.

અલગ અલગ નંબર પરથી ઉર્ફીને કરતો હતો કોલ

અલગ અલગ નંબર પરથી ઉર્ફીને કરતો હતો કોલ

ઉર્ફી જાવેદે લગભગ 5 દિવસ પહેલા મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉર્ફીનો આરોપ છે કે આ વ્યક્તિ તેને અલગ-અલગ નંબર પરથી ફોન કરીને ધમકી આપતો હતો. આ સાથે પુરાવાના આધારે ઉર્ફીએ પોલીસને કોલ રેકોર્ડિંગ પણ આપ્યું હતું. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે આરોપી નવીનની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની સામે આઈટી એક્ટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ઉર્ફી જાવેદ દુબઇમાં ગિરફ્તાર?

ઉર્ફી જાવેદ દુબઇમાં ગિરફ્તાર?

ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ દુબઈમાં એક વીડિયો શૂટ કરી રહ્યો હતો. આ વિડીયોના શુટીંગ માટે તેણે રીવીલિંગ કપડા પહેર્યા હતા. આથી તેને કસ્ટડીમાં લેવામાં આવી છે. Etimes ના અહેવાલ મુજબ ઉર્ફી જાવેદ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે પોતાનો એક વીડિયો શૂટ કરી રહી હતી. તેણે વિડિયો માટે પોતે ડિઝાઈન કરેલ પોશાક પહેર્યો હતો જે દુબઈના લોકોના મતે ખૂબ જ રિવીલિંગ હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X