સંજયને યાદ કરી લાગણીશીલ બની ગયાં રાહુલ અગ્રવાલ
મુંબઈ, 28 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા રાહુલ અગ્રવાલે જણાવ્યું કે તેઓ પોલીસગિરી ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મના હીરો સંજય દત્તને મિસ કરી રહ્યાં છે. પોલીસગિરી સંજય દત્તના સરેન્ડર બાદ પહેલી ફિલ્મ હશે કે જે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ટી. પી. અગ્રવાલ છે અને રાહુલ તેમના પુત્ર છે.

રાહુલ અગ્રવાલ પોલીસગિરીના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન લાગાણીશીલ બની ગયાં. તેમણે જણાવ્યું - લાગણીઓ ખૂબ જ અપૂર્ણ છે. ફિલ્મ દ્વારા સંજય દત્ત મારી સાથે છે. જોકે મેં અંતરની શાંતિ ગુમાવી છે. અમે અપૂર્ણ છીએ તેમના વગર. સંજય દત્તે અહીં હોવું જોઇતુ હતું. જો સંજય દત્ત અત્યારે અહીં હાજર હોત, તો સમગ્ર દેશ પોલીસગિરી અંગે તેમના મંતવ્ય જાણવા આતુર હોત.
રાહુલ અગ્રવાલે જણાવ્યું કે એક્શનથી ભરપૂર પોલીસગિરી ફિલ્મ સિંઘમ અને દબંગ જેવી ફિલ્મોની જેમ સફળ થશે. કે એસ. રવિકુમાર દિગ્દર્શિત પોલીસગિરી ફિલ્મ તામિળ ફિલ્મ સામીની હિન્દી રીમેક છે. પોલીસગિરીમાં પ્રાચી દેસાઈ હીરોઇન છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
