Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો પૂજા બત્રાએ કેમ નવાબ સાથે ગૂપચૂપ કર્યા લગ્ન, સામે આવ્યા નવા ફોટા

પૂજા બત્રા હાલમાં પોતાના લગ્ન માટે સમાચારોમાં છે. તેણે ગુપચૂપ રીતે અભિનેતા નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે.

નૈસર્ગિક સુંદરતાની મલ્લિકા અને વિરાસત ફેમ પૂજા બત્રા હાલમાં પોતાના લગ્ન માટે સમાચારોમાં છે. તેણે ગુપચૂપ રીતે અભિનેતા નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. બંનેની રોમેન્ટિક પળોના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોતાના લગ્ન વિશે પૂજાએ પહેલી વાર મીડિયામાં નિવેદન આપ્યુ છે. મુંબઈ મિરર સાથે વાત કરતા પૂજાએ કહ્યુ કે એ સાચુ છે કે મે અને નવાબે લગ્ન કરી લીધા છે, અમારા લગ્ન 4 જુલાઈના રોજ દિલ્લીમાં થયા, અમે આર્યસમાજની રીતે લગ્ન કર્યા છે.

નવાબને જોતા જ લાગ્યુ - આ જ મારી મંઝિલ છે

નવાબને જોતા જ લાગ્યુ - આ જ મારી મંઝિલ છે

પૂજાએ કહ્યુ કે અમે જલ્દી પોતાના લગ્ન રજિસ્ટર પણ કરાવી લઈશુ. ગુપચુપ લગ્નના સવાલના જવાબમાં પૂજાએ કહ્યુ કે હું અને નવાબ બંને સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા. અમારા લગ્નમાં અમારા ફેમિલિ મેમ્બર્સ અને નજીકના દોસ્તો જ શામેલ થયા હતા. હાલમાં પૂજા અને નવાબ બંને ગોવામાં પોતાનુ હનીમુન મનાવી રહ્યા છે.

'અમે માત્ર 5 મહિના એકબીજાને ડેટ કર્યુ'

નવાબ સાથે મહોબ્બતની વાત પર પૂજાએ કહ્યુ કે અમે માત્ર 5 મહિના જ એકબીજાને ડેટ કર્યુ છે અને અમને લાગ્યુ કે અમારે લગ્ન કરી લેવા જોઈએ. પૂજાએ કહ્યુ કે હું ફિલ્મોના કારણે નવાબને પહેલેથી જ જાણતી હતી પરંતુ અમારી વચ્ચે બરાબર વાતચીત નહોતી થતી. થોડા સમય પહેલા હું અમારા કોમન ફ્રેન્ડ દ્વારા નવાબને મળી અને થોડા સમય બાદ જ મને લાગવા લાગ્યુ કે આ જ એ વ્યક્તિ છે જેની મને શોધ છે અને જે મને સમજી શકે છે અને સંભાળી શકે છે.

'અમે બંને ઘણા બધા એક જેવા છે'

પૂજાએ નવાબની પ્રશંસા કરતા કહ્યુ કે તે ખૂબ સુલઝેલા વ્યક્તિ છે અને અમે બંને ઘણા બધા એક જેવા છીએ. અમે બંને ફરીથી મળ્યા તો લાગ્યુ કે અમે ઈમોશનલી એક જેવા છીએ અને આ કારણે અમારા બંનેમાં દોસ્તી થઈ અને આ દોસ્તી આજે ક્યાં પહોંચી ગઈ, મને લાગે છે કે અમે યોગ્ય સમયે ફરીથી મળ્યા. અમે ઈમોશનલી એક જેવા છીએ અને યોગ્ય સમયે આ ઈમોશન મળ્યા, પૂજાએ એ પણ કહ્યુ કે દિલ્લી એરપોર્ટ પર જ્યારે નવાબ મને લેવા આવ્યા હતા ત્યારે તે મને પ્રપોઝ કરવા ઈચ્છતા હતા પરંતુ તે શરમના માર્યા ન કહી શક્યા, જો કે બાદમાં તેમણે મને દિલ્લીમાં જ પ્રપોઝ કર્યુ. ઉલ્લેખનીય છે કે પૂજા બત્રાના આ બીજા લગ્ન છે.

વર્ષ 2011માં પૂજાએ એક્સ હસબન્ડ સાથે લીધા હતા છૂટાછેડા

તેણે 2002માં ઑર્થોપેડીક સર્જન ડૉ. સોનુ એસ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં પૂજાએ એક્સ હસબન્ડ સાથે છૂટાછેડા લીધા હતા ત્યારબાદ તેની જિંદગીમાં નવાબની એન્ટ્રી થઈ અને અમુક સમય સાથે વીતાવ્યા બાદ આજે બંને પતિ-પત્ની બની ચૂક્યા છે.

ફિલ્મી પડદે જાણીતુ નામ છે નવાબ શાહ

નવાબ શાહ ફિલ્મી પડદે જાણીતુ નામ છે. તમે તેમને દબંગ, ડૉન 2, ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર ઝિંદા હે જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો. નવાબ શાહની આગામી ફિલ્મ દબંગ 3 છે.

યુપીમાં જન્મી છે પૂજા

યુપીમાં જન્મી છે પૂજા

યુપીના ફૈઝાબાદમાં જન્મેલી પૂજા ફિલ્મ વિરાસત, હસીના માન જાયેગી અને જોડી નંબર વન માટે આજે પણ યાદ કરવામાં આવે છે. ફિલ્મ એબીસીડી-2માં નાના પડદૈ તેણે જીવ રેડી દીધો હતો. પૂજા બત્રાનો સંબંધ સેનાના પરિવાર સાથે રહ્યો છે. તેના પિતા રવિ બત્રા ભારતીય સેનામાં કર્નલ હતા અને 1971માં આયોજિત મિસ ઈન્ડિયા પ્રતિયોગિતાની પ્રતિભાગી રહી ચૂકી છે. પૂજાએ ફરીદાબાદ, અગરતલા, બેલગુમની કેન્દ્રીય વિદ્યાલયોમાંથી પોતાનું શાળા શિક્ષણ પૂરુ કર્યુ. પૂણેની ફર્ગ્યુસન કોલેજમાથી તે અર્થશાસ્ત્રમાં સ્નાતક બની.

પૂજાના બે જોડિયા ભાઈ

રમતગમત, વાદ વિવાદ અને નાટકોમાં તેણે સક્રિય ભાગીદારી કરી. તે એક સારી ખેલાડી પણ રહી છે. તેને બે જોડિયા ભાઈઓ પણ છે. તે 1993માં આયોજિત મિસ એશિયા પેસિફિક પ્રતિયોગિતામાં ત્રીજા નંબરની ઉપવિજેતા રહી ચૂકી છે. તે સમયે તેના ઉંમર માત્ર 18 વર્ષની હતી. એક મોડલ રૂપે તેણે 250થી વધુ જાહેરાતોમાં કામ કર્યુ છે. નિશ્ચિત રીતે તેનુ સ્થાન ભારતની ટૉપ મોડેલોમાં રહ્યુ છે. ભારત અને વિદેશના લગભગ 250થી વધુ ફેશન શો માટે રેમ્પ પર પણ વૉક કર્યુ છે. 20થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પૂજા નોઈડાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડમી સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને એશિયાઈ ટેલીવિઝન ક્લબની આજીવન સભ્ય છે. તેમણે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X