Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: ચૂપચાપ નવાબની બેગમ બની પૂજા બત્રા, હનીમુનના ફોટાએ ખોલ્યો રાઝ

અત્યંત સુંદર અને વિરાસત ફેમ પૂજા બત્રા વિશે સમાચાર છે કે તેમણે ચૂપચાપ રીતે જમ્મુ કાશ્મીરમાં પોતાના બૉયફ્રેન્ટડ નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા છે.

અત્યંત સુંદર અને વિરાસત ફેમ પૂજા બત્રા વિશે સમાચાર છે કે તેમણે ચૂપચાપ રીતે જમ્મુ કાશ્મીરમાં પોતાના બૉયફ્રેન્ટડ નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર થયેલા ફોટા વર્ણવી રહ્યા છે કે બંને હવે પતિ પત્ની બની ગયા છે. બંને સ્ટાર્સ હાલમાં ગોવામાં હનીમુન મનાવવામાં વ્યસ્ત છે. બંનેના રોમેન્ટિક પળો ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર હૉટ ટોપિક બનેલા છે. પૂજા બત્રાના લગ્નના સમાચાર તેની નજીકની મિત્ર કાશ્મીરા શાહે કન્ફર્મ કર્યા છે.

કાશ્મીરાએ કહ્યુ કે પૂજા અને નવાબ એક થઈ ગયા છે

કાશ્મીરાએ કહ્યુ કે પૂજા અને નવાબ એક થઈ ગયા છે. પૂજાને ખુશ રહેવાનો પૂરો હક છે, હું બંને માટે ઉપરવાળાને દુઆ કરુ છુ કે બંને ખૂબ ખુશ રહે અને બંનેને દરેક ખુશી મળે. જો કે પૂજા કે નવાબ બેંમાથી કોઈએ પણ પોતાના લગ્નના સમાચાર લોકોને આપ્યા નથી.

પૂજાના હાથમાં ચૂડો અને મહેંદી

પૂજાએ પોતાના સોશિલ મીડિયા અકાઉન્ટ પર 7 દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે વર્કઆઉટ કરી રહી છે અનિ હાથમાં ચૂડો અને મહેંદી લાગેલી છે. જે એ જણાવી રહ્યુ છે કે પૂજા હવે મિસિઝ નવાબ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પૂજા બત્રાના આ બીજા લગ્ન છે.

પૂજા બત્રાના આ બીજા લગ્ન

પૂજા બત્રાના આ બીજા લગ્ન

તેણે 2002માં ઓર્થોપડિક સર્ત ડૉ. સોનુ એસ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં પૂજાએ એક્સ હસબન્ડ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ તેના જીવનમાં નવાબની એન્ટ્રી થઈ અને લાંબો સમય સાથે વીતાવ્યા બાદ આજે બંને પતિ પત્ની બની ચૂક્યા છે.

ફિલ્મી પડદાનું જાણીતુ નામ છે નવાબ શાહ

ફિલ્મી પડદાનું જાણીતુ નામ છે નવાબ શાહ

નવાબ શાહ ફિલ્મી પડદાનું જાણીતુ નામ છે તમે તેમને દબંગ, ડોન 2, ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર જીન્દા હે જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છો. નવા શાહની આગામી ફિલ્મ દબંગ 3 છે. યુપીના ફૈઝાબાદમાં જન્મેલી પૂજા ફિલ્મ વિરાસત, હસીના માન જાયેગી અને જોડી નંબર વન માટે આજે પણ યાદ કરવામાં આવે છે. ફિલ્મ એબીસીડી-2માં નાના પડદૈ તેણે જીવ રેડી દીધો હતો. પૂજા બત્રાનો સંબંધ સેનાના પરિવાર સાથે રહ્યો છે. તેના પિતા રવિ બત્રા ભારતીય સેનામાં કર્નલ હતા અને 1971માં આયોજિત મિસ ઈન્ડિયા પ્રતિયોગિતાની પ્રતિભાગી રહી ચૂકી છે. પૂજાએ ફરીદાબાદ, અગરતલા, બેલગુમની કેન્દ્રીય વિદ્યાલયોમાંથી પોતાનું શાળા શિક્ષણ પૂરુ કર્યુ. પૂણેની ફર્ગ્યુસન કોલેજમાથી તે અર્થશાસ્ત્રમાં સ્નાતક બની.

મિસ એશિયા પેસિફિક પ્રતિયોગિતામાં ત્રીજા નંબરની વિજેતા હતી પૂજા

રમતગમત, વાદ વિવાદ અને નાટકોમાં તેણે સક્રિય ભાગીદારી કરી. તે એક સારી ખેલાડી પણ રહી છે. તેને બે જોડિયા ભાઈઓ પણ છે. તે 1993માં આયોજિત મિસ એશિયા પેસિફિક પ્રતિયોગિતામાં ત્રીજા નંબરની ઉપવિજેતા રહી ચૂકી છે. તે સમયે તેના ઉંમર માત્ર 18 વર્ષની હતી. એક મોડલ રૂપે તેણે 250થી વધુ જાહેરાતોમાં કામ કર્યુ છે. નિશ્ચિત રીતે તેનુ સ્થાન ભારતની ટૉપ મોડેલોમાં રહ્યુ છે. ભારત અને વિદેશના લગભગ 250થી વધુ ફેશન શો માટે રેમ્પ પર પણ વૉક કર્યુ છે. 20થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પૂજા નોઈડાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડમી સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ અને એશિયાઈ ટેલીવિઝન ક્લબની આજીવન સભ્ય છે. તેમણે તમિલ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X