પૂજાને આજેય પીડે છે ‘રોગ’ : જુઓ વિવાદાસ્પદ પોસ્ટરો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 28 જાન્યુઆરી : પૂજા ભટ્ટની ફિલ્મ રોગ વર્ષ 2005માં રિલીજ થઈ હતી, પરંતુ તેના પોસ્ટરમાં અશ્લીલતા અંગે મુશ્કેલીઓ આજે પણ ચાલુ જ છે. પૂજા ભટ્ટ આજે પણ આ અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે પોસ્ટરને અનાપત્તિ પ્રમાણપત્ર એટલે કે એનઓસી મળી ચુક્યુ હતું.

પૂજા ભટ્ટે મંગળવારે ટ્વિટર પર લખ્યું - પોતાના કાયમી અડ્ડા અદાલતમાં છું. સૌની પાસેથી એનઓસી પ્રાપ્ત કરનાર મારી ફિલ્મ રોગના પોસ્ટરમાં અશ્લીલતા કેસની સુનાવણીની રાહ જોઈ રહી છું. તેમણે પછી ટ્વીટ કર્યું - ભલે નિર્માતાઓએ સમગ્ર પ્રચાર માટે તેમના એસોસિએશન તેમજ સેંસર બોર્ડ પાસેથી એનઓસી પ્રાપ્ત કરી લીધી હોય, તેઓ હજીય અદાલતને ઢસડી રહ્યાં છે. પરંતુ પૂજાને આશા છે કે કેસ ટુંકમાં જ ઉકેલાઈ જશે. પૂજા ભટ્ટ લખે છે - હું તેને ધૈર્ય અને વિશ્વાસ દ્વારા પામી લઇશ, પણજ્યારે હું પોતાની આજુબાજુ ન્યાયની માંગણી કરતા હતાશ ચહેરાઓ જોઉ છું, તો નિરાશ થી જાઉ છું.

નોંધનીય છે કે રોગ ફિલ્મના પ્રચાર પોસ્ટરમાં દક્ષિણ આફ્રીકી મૉડેલ એલિના હમ્માનને ઓછા કપડામાં બતાવવા બદલ જાન્યુઆરી-2005માં પૂજા ભટ્ટ સામે કેસ નોંધાવવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર વિનોદ જૈન દ્વારા પૂજા તથા તેમની કમ્પની ફિશ આઈ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ નોંધાવવામાં આવેલ કેસને પુરતા સબૂતોના અભાવે અદાલતે બંધ કરી દીધો હતો. જાન્યુઆરી-2011માં સત્ર અદાલતે કેસ ફરીથી ખોલ્યો અને મજિસ્ટ્રેટ અદાલતના આદેશને ફગાવી દીધો. જોકે કેસ પતાવવા માટે નવેમ્બર-2012માં પૂજાએ મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં.

ચાલો હાલ તો આપને બતાવીએ વિવાદાસ્પદ પોસ્ટરોની તસવીરી ઝલક :

જૂલી

જૂલી

જૂલી ફિલ્મના આ પોસ્ટરમાં નેહા ધુપિયા ન્યુડ દેખાય છે કે જે અંગે વિવાદ ઊભો થયો હતો.

પાપ

પાપ

પાપ ફિલ્મના પોસ્ટરમાં જ્હૉન અબ્રાહમ તથા ઉદિત ગોસ્વામી.

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા બાલન, ઇમરાન હાશમી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર.

એક છોટી સી લવ સ્ટોરી

એક છોટી સી લવ સ્ટોરી

મનીષા કોઈરાલાની ફિલ્મ એક છોટી સી લવ સ્ટોરીનું પોસ્ટર.

બ્લડ મની

બ્લડ મની

બ્લડ મની ફિલ્મના પોસ્ટરમાં કુણાલ ખેમૂ.

ડુન્નો વાય ના જાને ક્યોં

ડુન્નો વાય ના જાને ક્યોં

ડુન્નો વાય ના જાને ક્યોં ફિલ્મના પોસ્ટરમાં યુવરાજ પારાશર તથા કપિલ શર્મા.

જિસ્મ 2

જિસ્મ 2

જિસ્મ 2 ફિલ્મના આ પોસ્ટરમાં સન્ની લિયોન ન્યુડ દેખાય છે.

ગર્લફ્રેન્ડ

ગર્લફ્રેન્ડ

ગર્લફ્રેન્ડના પોસ્ટરમાં ઈશા કોપીકર અને અમૃતા અરોરા.

હેટ સ્ટોરી

હેટ સ્ટોરી

હેટ સ્ટોરી ફિલ્મમાં પાઓલી ડૅમ.

કુર્બાન

કુર્બાન

કુર્બાન ફિલ્મના પોસ્ટરમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન.

નશા

નશા

નશા ફિલ્મના પોસ્ટરમાં પૂનમ પાન્ડે.

સિન્સ

સિન્સ

સિન્સ ફિલ્મના પોસ્ટરમાં શાઇની આહુજા.

રોગ

રોગ

પૂજા ભટ્ટની ફિલ્મ રોગમાં ઇલેના હમ્મન કે જે અંગે આજે પણ પૂજા ભટ્ટ અદાલતના ચક્કર કાપી રહ્યાં છે.

મર્ડર 2

મર્ડર 2

મર્ડર 2 ફિલ્મના પોસ્ટરમાં જૅકલીન ફર્નાન્ડીઝ અને ઇમરાન હાશમી.

English summary
Pooja Bhatt's "Rog" released in 2005, but complications regarding the obscenity case against its poster continues. The filmmaker is still "waiting for an order" on the concerned case even though the poster has received a no objection certificate (NOC) from “all concerned”. We bring to you Bollywood boldest and most controversial posters where not only actresses but our actors also dared to go bare! See pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.