સનસનાટી મચાવતું પૂનમની નશા ફિલ્મનું નવું પોસ્ટર
મુંબઈ, 14 જૂન : પૂનમ પાન્ડેની ફિલ્મ નશાની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ પૂનમ પાન્ડે પોતાની ફિલ્મનું પ્રચાર ઝડપી કરતા જઈ રહ્યાં છે. ટ્રેલરને મળેલ શાનદાર રિસ્પૉન્સ બાદ પૂનમે આ ફિલ્મનું એક પોસ્ટર જારી કર્યું છે કે જેમાં તેમણે કંઇ પણ પહેર્યું નથી. તેઓ ન્યુડ છે. તેમના હાથમાં એક નાનકડુ પોસ્ટર છે કે જેની ઉપર લખેલું છે કે આ મૉનસૂન ઉપર નશા માટે તૈયાર થઈ જાઓ.

અમિત સક્સેના દિગ્દર્શિત નશા ફિલ્મ આવતા મહીને રિલીઝ થવાની છે. સક્સેના અગાઉ જિસ્મ જેવી સફળ ફિલ્મનું દિગ્દર્શન કરી ચુક્યાં છે. જિસ્મ ફિલ્મથી જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ બૉલીવુડમાં ઓળખ સ્થાપિત કરી શક્યા હતાં. પૂનમને આશા છે કે નશા પણ તેમના કૅરિયરમાં કંઈક એવી જ ભૂમિકા ભજવશે. તાજેતરમાં જ નિર્માતા મુકેશ ભટ્ટ પણ પૂનમના વખાણ કરી ચુક્યાં છે.
નોંધનીય છે કે પૂનમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એક 18 વર્ષના છોકરા તથા 25 વર્ષની છોકરીની પ્રણય-કથા છે.












Click it and Unblock the Notifications
