Pics : વેબસાઇટ પાકના કબ્જામાં, પૂનમ પોલીસની શરણે!

મુંબઈ, 29 જાન્યુઆરી : પૂનમ પાન્ડેના ફૅન્સ આશ્ચર્યમાં હશે કે જ્યારે તેમણે અચાનક જ એક દિવસ પૂનમની વેબસાઇટ ઉપર પાકિસ્તાન ઝિંદાબાદનો નારો દેખાયો હશે અને સાથે જ વેબસાઇટ પર પૂનમના ફૅન્સને કહેવામાં આવ્યું કે તમે કાશ્મીર માટે અવાજ ઉઠાવો અને તેને પાકિસ્તાનના નામે કરાવી દો. પૂનમ પાન્ડે પોતે આ વાતથી આશ્ચર્યચકિત અને ભયભીત થઈ ગયાં.

પૂનમ પાન્ડેએ ટ્વિટર વડે પોતાના ફૅન્સને માહિતી આપી કે તેમની વેબસાઇટ હૅક કરી લેવાઈ છે અને આ કામ કોઇક પાકિસ્તાનીએ કર્યું છે. તેમની વેબસાઇટ વડે તેઓ પાકિસ્તાન ઝિંદાબાદના મૅસેજ આપી રહ્યાં છે. ટ્વિટર ક્વીન તરીકે જાણીતા અને લાખો ફૅન્સ ધરાવતાં પૂનમની વેબસાઇટ ઉપર કેટલાં લોકો હશે, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, પણ પાકિસ્તાનીઓને પણ ખબર છે કે પૂનમની વેબસાઇટ વડે તેઓ લાખોની સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે છે.

આવો તસવીરો સાથે જાણીએ પૂનમ પાન્ડેની વેબસાઇટ હૅક થવા અંગેની કહાણી :

પોલીસના શરણે પૂનમ

પોલીસના શરણે પૂનમ

વેબસાઇટ હૅક થતાં પૂનમ પાન્ડે પોલીસના શરણે પહોંચી ગયાં છે.

વકીલ સાથે પૂનમ

વકીલ સાથે પૂનમ

પૂનમ પાન્ડે મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશને પોતાના વકીલ પ્રશાંત માલી સાથે પહોંચ્યાં અને વેબસાઇટ હૅક થવા અંગેની ફરિયાદ નોંધાવી.

નિરાશ-ભયભીત પૂનમ

નિરાશ-ભયભીત પૂનમ

આ અગાઉ પૂનમે ટ્વીટ કરી ફૅન્સને માહિતી આપી - પ્લીઝ હેલ્પ, મારી વેબસાઇટ હૅક થઈ ગઈ છે. હૅક કરનારાઓએ કાશ્મીર માટે અવાજ ઉઠાવવાની વાત કરી છે. હું બહુ જ નિરાશ અને ભયભીત છું.

વિશ્વાસ થવો મુશ્કેલ

વિશ્વાસ થવો મુશ્કેલ

પૂનમ પાન્ડે એમ તો પબ્લિસિટી માટે કંઈ પણ કરી શકે છે. અહીં સુધી કે પોતાની વેબસાઇટ હૅક પણ કરાવી શકે છે. તેથી પૂનમની વાત ઉપર વિશ્વાસ થવો મુશ્કેલ છે.

તપાસ જરૂરી

તપાસ જરૂરી

પૂનમ પાન્ડેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ જરૂરી છે. તપાસ થયા બાદ જ જાણી શકાશે કે પૂનમ સાચું કહે છે કે ખોટું.

ઉતરતો નશો

ઉતરતો નશો

પૂનમ પાન્ડેએ મોટા ઉપાડે નશા ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમની ફિલ્મ ફ્લૉપ જતાં નશો ઉતરવા લાગ્યો છે.

ચર્ચામાં આવવા માટે

ચર્ચામાં આવવા માટે

પૂનમ પાન્ડે નશા ફ્લૉપ થતા ચર્ચામાંથી ફેંકાઈ ગયા હતાં. તેથી કહે છે કે વેબસાઇટ હૅક કરવા અંગેની વાત કહી તેઓ ચર્ચામાં રહેવા માંગે છે.

અંગત ક્ષણો સાથે છેડછાડ...

અંગત ક્ષણો સાથે છેડછાડ...

ગત મહીને પૂનમ પાન્ડેએ લખ્યુ હતું કે કોઈ તેમની અંગત ક્ષણો સાતે સતત છેડછાડ કરી રહ્યું છે કે જેથી તેઓ ડિપ્રેશનમાં છે. તેમના પર્સનલ વીડિયો કે જેનું નામ છે પૂનમ કી રાતને કોઇકે ઇંટરનેટ ઉપર લીક કરી નાંખ્યો છે.

પૂનમ કી રાતમાં એન્જૉય

પૂનમ કી રાતમાં એન્જૉય

પૂનમ કી રાતમાં હંમેશા મુજબ ઉત્તેજક ભાવભંગિમાઓ તેમજ અશ્લીલ કપડાંમા પૂનમ પાન્ડે પોતાના મિત્રો સાથે પાર્ટી એન્જૉય કરતા હતાં.

લીક થયો વીડિયો

લીક થયો વીડિયો

પૂનમે ટ્વીટ કર્યુ હતું - હું પોતાના અંગત એમએમએસ લીક થતા બહુ દુઃખી છું. નથી જાણતી કે કઈ રીતે મારો પર્સનલ પાર્ટી વીડિયો વૉટ્સ ઍપ ઉપર વાયરલ થયો છે. કોઈ પણ વ્યક્તિની જેમ મારી પણ અંગત ક્ષણો છે કે જે હું અંગત રાખવા માંગુ છું, પણ કોઇક છે કે જે એમ નથી ઇચ્છતું.

કોણ પડ્યું છે પાછળ

કોણ પડ્યું છે પાછળ

પહેલા એમએમએસ અને હવે વેબસાઇટ હૅક થતા સ્વાભાવિક છે કે મૅડમ પૂનમ પાન્ડે પાછળ કોઈ ને કોઈ જરૂર પડ્યું છે કે જેનો ઇરાદો માત્રને માત્ર પૂનમને પરેશાન કરવાનો જ છે.

હકીકત કે સ્ટંટ?

હકીકત કે સ્ટંટ?

જોકે પૂનમ પાન્ડે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જઈ રહ્યાં છે, પરંતુ બીજી બાજુ ચર્ચા એ છે કે હંમેશા ચર્ચામાં રહેવા માંગતા પૂનમ પાન્ડે સાથે આ હકીકતમાં કંઇક બન્યું છે કે માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X