For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં પૂનમ પાંડેએ કર્યો આ ગુનો, બૉયફ્રેન્ડ સાથે થઈ ધરપકડ

હવે પૂનમ એક વાર ફરીથી સમાચારોમાં આવી ગઈ છે કારણ છે તેની ધરપકડ. વાંચો વિગત..

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી અને મૉડલ પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાના ફેન્સને પોતાની દરેક ગતિવિધિઓ વિશે અપડેટ આપતી રહે છે. હવે પૂનમ એક વાર ફરીથી સમાચારોમાં આવી ગઈ છે કારણ છે તેની ધરપકડ. મુંબઈ પોલિસે પૂનમની ધરપકડ કરી લીધી છે. પોલિસે મૉડલની બૉયફ્રેન્ડ સેમ અહેમદ સાથે મરીન ડ્રાઈવ પાસેથી ધરપકડ કરી છે. પોલિસે પૂનમ પાંડે અને તેના બૉયફ્રેન્ડની કોરોના વાયરસ માટે લગાવવામાં આવેલ લૉકડાઉનનુ ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

બંને લક્ઝરી કારમાં ફરવા ગયા હતા

બંને લક્ઝરી કારમાં ફરવા ગયા હતા

જણાવવામાં આવી રહ્યુ છે કે બંને લૉકડાઉન દરમિયાન લક્ઝરી કારમાં ફરવા ગયા હતા ત્યારબાદ પોલિસે તેમની ધરપકડ કરી લીધી અને તેમની બીએમડબ્લ્યુ કાર પણ જપ્ત કરી લીધી છે. પોલિસે બંને સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર મુંબઈ પોલિસના એક અધિકારીએ જણાવ્યુ, 'મરીન ડ્રાઈવ પોલિસ સ્ટેશન તરફથી રાતે 8 વાગે પૂનમ શોભનાથ પાંડે સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ તેમની કારને પણ જપ્ત કરવામાં આવી છે.'

બંને સામે પોલિસે નોંધ્યો કેસ

બંને સામે પોલિસે નોંધ્યો કેસ

એક રિપોર્ટ અનુસાર વરિષ્ઠ પોલિસ ઈન્સ્પેક્ટર મૃત્યુંજય હીરમેઠે પીટીઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ, પૂનમ પાંડે(29) અને સેમ અહેમદ બૉમ્બે(46) સામે નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ આઈપીસીની કલમ 269 અને 188 હેઠળ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે કલમ 269 હેઠળ કોઈ પણ વ્યક્તિ પર બિમારી અને ઈન્ફેક્શનને પોતાની બિનજવાબદારના કારણે ફેલાવવા અને બીજાના જીવને જોખમમાં નાખવાનો આરોપ લાગે છે. વળી, કલમ 189 હેઠળ વ્યક્તિ પર સરકાર દ્વારા આપેલા નિર્દેશોનુ પાલન ન કરવાનો આરોપ લાગે છે અને આરોપિત વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવે છે.

રાજ કુંદ્રા સામે કેસ કરીને સમાચારોમાં આવી હતી

રાજ કુંદ્રા સામે કેસ કરીને સમાચારોમાં આવી હતી

આ પહેલા પૂનમ ત્યારે સમાચારોમાં આવી હતી જ્યારે તેણે ફેબ્રુઆરી મહિનામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે બૉમ્બો હાઈકોર્ટમાં કેસ નોંધ્યો હતો. કેસ પૂનમ પાંડેની વયસ્કો માટે બનાવવામાં આવેલી એપ સાથે જોડાયેલો હતો. આ બાબતે પૂનમ પાંડેએ એ ફરિયાદ રાજ કુંદ્રા અને તેમના એક સહયોગીના નામે નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે છેલ્લા છ મહિનાથી તેને દેશના ઘણા ભાગોમાંથી અને કરાંચીથી કૉલ આવી રહ્યા છે જેમાં અશ્લીલ વાતો કરવામાં આવે છે. તેની એપ રાજ કુંદ્રાની કંપની મેનેજ કરે છે જેની સાથે તેણે માર્ચ 2019માં કૉન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે પૂનમ પાંડે

ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે પૂનમ પાંડે

તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેે તેના બોલ્ડ વીડિયો અને ફોટાના કારણે ફેમસ છે. પૂનમ પાંડે ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે અને વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. લૉકડાઉન દરમિયાન પણ તે સતત પોતાના બોલ્ડ વીડિયો શેર કરે છે. પૂનમ પાંડે ઘણી વાર ન્યૂડ ફોટો માટે પણ સમાચારોમાં છવાયેલી રહે છે અને ઘણી વાર પોતાની ચેલેન્જના કારણે તે સમાચારોમાં આવી છે. એક વાર વર્ષ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા પર ટીમ ઈન્ડિયા માટે ન્યૂડ થવાની વાત કહીને પૂનમ છવાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી નવી ગાઈડલાઈનઆ પણ વાંચોઃ આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી નવી ગાઈડલાઈન

English summary
poonam pandey arrested with boy friend for violating coronavirus lockdown rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X