Poonam Pandey Death : ફિલ્મો નહીં પરંતુ આનાથી કરોડો રૂપિયા કમાતી હતી પૂનમ પાંડે, જીવતી હતી લક્ઝરી લાઈફ
બોલિવૂડની સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડેનું અવસાન થયુ છે. પૂનમ પાંડેએ માત્ર 32 વર્ષે સર્વાઈકલ કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો.
પૂનમ પાંડે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે પરંતુ તે કરોડોની માલકિન હતી. ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ન હોવા છતાં તેણે મોટુ નામ કર્યુ હતુ.

અહેવાલો અનુસાર, પૂનમ પાંડેએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આમાંથી તેણે મોટી કમાણી કરી. આ સિવાય તે મેગેઝીન માટે ફોટોશૂટ કરાવતી હતી, જેના માટે તેને મોટી રકમ ચૂકવવામાં આવતી. તે ઘણા મોટા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચુકી છે અને આ માટે તે સારી એવી કમાણી કરતી હતી.
પૂનમ પાંડે રિયાલિટી શો લોકઅપનો ભાગ રહી ચૂકી છે અને તેને આ શો માટે દર અઠવાડિયે 3 લાખ રૂપિયા મળતા હતા. પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી અને એક પોસ્ટથી લાખોની કમાણી કરતી હતી.
આ સિવાય પૂનમ પાંડેએ જાહેરાતોમાંથી પણ સારી એવી કમાણી કરી હતી. પૂનમની પોતાની એપ હતી, જેના લાખો સબ્સ્ક્રાઇબર્સ હતા અને તેણે તેમાંથી મોટી કમાણી કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ પાંડે લગભગ 52 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક હતી. તેની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય તેને મોંઘી કારનો પણ શોખ હતો. તેમના કાર કલેક્શનમાં BMW 5 સિરીઝની સેડાન સામેલ છે, જેની કિંમત લગભગ 55 લાખ રૂપિયા છે.
જણાવી દઈએ કે, 2 ફેબ્રુઆરીની સવારે અચાનક સમાચાર આવ્યા કે પૂનમ પાંડેનું નિધન થયું છે. આ જાણકારી તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને અપાઈ. જે બાદ આખો દેશ ચૌકી ગયો.
ફેન્સ હવે માનવા તૈયાર નથી કે અભિનેત્રી હવે આપણી વચ્ચે નથી. હાલમાં તેના અંતિમ સંસ્કાર અંગે પરિવાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
