પૂનમ પાંડેના ન્યૂડ વીડિયો પર FIR, મિલંદ સોમનના ન્યૂડની પ્રશંસા કેમ! અપૂર્વ અસરાની

અપૂર્વ અસરાનીએ લોકોના દંભ પર કટાક્ષ કરીને કહ્યુ કે ન્યૂડ વીડિયો માટે પૂનમ પાંડે પર એફઆઈઆર અને મિલિંદ સોમનની પ્રશંસા કેમ?

મુંબઈઃ હાલમાં જ પૂનમ પાંડેએ ગોવામાં એક ન્યૂડ વીડિયો શૂટ કર્યો હતો જેના વિશે ઘણો હોબાળો થઈ ગયો. વળી, તેના પર અશ્લીલતાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. ગોવા ફૉરવર્ડ પાર્ટીની વુમન વિંગે પૂનમ પાંડે સામે આ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગોવા પોલિસે પૂનમ પાંડેની ધરપકડ કરી હતી. જો કે બાદમાં તેને અમુક શરતો સાથે જામીન મળી ગયા હતા. વળી, આ તરફ જન્મદિવસ પર મિલિંદ સોમન પણ ગોવાના બીચ પર ન્યૂડ દોડતા જોવા મળ્યા. તેમણે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના પર લોકોએ તેમની ફિટનેસની પ્રશંસા કરી.

નિર્વસ્ત્ર મહિલાઓના મુકાબલે નિર્વસ્ત્ર પુરુષો પ્રત્યે વધુ ઉદાર

નિર્વસ્ત્ર મહિલાઓના મુકાબલે નિર્વસ્ત્ર પુરુષો પ્રત્યે વધુ ઉદાર

આ બંને સમાચારોને મિલાવીને ફિલ્મ એડિટર અને સ્ક્રીન રાઈટર અપૂર્વ અસરાનીએ કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યુ - 'પૂનમ પાંડે અને મિલિંદ સોમન, બંને પોતાના બર્થડે સૂટમાં ગોવામાં દેખાયા. પાંડે અડધી ન્યૂડ, સોમન આખા ન્યૂડ. અશ્લીલતા માટે પાંડે કાનૂની દાવપેચમાં પડી ગઈ. સોમન 55 વર્ષની ઉંમરે પોતાની ફિટનેસ માટે પ્રેમ મેળવી રહ્યા છે. મને લાગે છે કે આપણે આપણી નિર્વસ્ત્ર મહિલાઓના મુકાબલે નિર્વસ્ત્ર પુરુષો પ્રત્યે વધુ ઉદાર છે.'

કસ્ટડી બાદ જામીન પર છૂટી પૂનમ પાંડે

કસ્ટડી બાદ જામીન પર છૂટી પૂનમ પાંડે

ગુરુવારે પૂનમ પાંડેને ગોવા પોલિસે કસ્ટડીમાં લઈ લીધી. પોલિસ અધિકારીઓએ કહ્યુ કે 'ઈન્ટરનેટ પર વાયરલ વીડિયો જોયા બાદ પૂનમ પાંડે સામે કેસ નોંધવામાં આવ્યો છે. પાંડે સામે અશ્લીલ ઈશારા, સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરવા અને અભદ્ર વીડિયોના શૂટિંગ અને વિતરણનો કેસ કરવામાં આવ્યો છે.'

કેમ થઈ ધરપકડ

કેમ થઈ ધરપકડ

દક્ષિણ ગોવામાં એસપીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે પૂનમ અને તેના પતિ સેમ બૉમ્બેની અશ્લીલ વીડિયોનુ વિતરણ કરવા માટે ધરપકડ કરવામાં આવી. આ ફરિયાદ 2 નવેમ્બરે ચપોલી બાંધનુ મેનેજમેન્ટ કરનાર રાજ્ય જળ સંશાધન વિભાગે કરી હતી. તેમણે કહ્યુ હતુ કે કોઈની મંજૂરી વિના પૂનમે વીડિયોનુ વિતરણ કર્યુ છે.

મિલિંદ સોમન

મિલિંદ સોમન

વળી, મિલિંદ સોમને બુધવારે(4 નવેમ્બર) ગોવામાં પોતાનો 55મો બર્થડે મનાવ્યો. આ પ્રસંગે તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ન્યૂડ ફોટો શેર કર્યો. આ ફોટોમાં તે ગોવાના બીચ પર કપડા વિના દોડી રહ્યા છે.

પહેલી વાર નથી થયા ન્યૂડ

પહેલી વાર નથી થયા ન્યૂડ

આ પહેલી વાર નથી જ્યારે મિલિંદ સોમન પોતાના ન્યૂડ ફોટા માટે ચર્ચામાં આવ્યા છે. આ પહેલા પણ તેમણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. ત્યાં સુધી કે એક જાહેરાત પણ શૂટ કરી હતી જેને બેન કરી દેવામાં આવી હતી. માત્ર અપૂર્વ અસરાની જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો આના પર કટાક્ષ કરી રહ્યા છે કે જ્યારે મિલિંદ સોમનનો ન્યૂડ ફોટો આવ્યો ત્યારે કોઈ સવાલ ન ઉઠ્યો તો પૂનમ પાંડે પર કાર્યવાહી કેમ થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X