Poonam Pandey Kumbh 2025 : મૌની અમાવસ્યાએ પૂનમ પાંડે મહાકુંભ પહોંચી, ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી

Poonam Pandey Kumbh 2025 : બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડે પવિત્ર મૌની અમાવસ્યા પર મહાકુંભ 2025માં સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચી હતી. અહીં તેણીની ઉપસ્થિતિએ લોકો અને મીડિયા બંનેનું ધ્યાન ખેંચ્યું.

પોતાની બોલ્ડ અને ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ માટે જાણીતી પૂનમ માંડે મહા કુંભમાં આધ્યાત્મિક અવતારમાં જોવા મળી. અહીં તેણે સ્નાનના ફોટો તેના ફેન્સ માટે શેર કર્યા.

Poonam Pandey Kumbh 2025

poonam pandey triveni sangam : ત્રિવેણી સંગમમાં પૂનમ પાંડેએ ડુબકી લગાવી

પૂનમ પાંડેએ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડુબકી લગાવી અને ભગવાનને પ્રાર્થના કરી. સ્નાન પછી તેમણે મંદિર જઈને પૂજા-અર્ચના કરી. આ અવસરે તે પરંપરાગત પરિધાનમાં જોવા મળી. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યાં છે.

poonam pandey maha kumbh Photo : પૂનમ પાંડેના કુંભ સ્નાનના ફોટો વાયરલ થયા

સ્નાન પછી પૂનમ પાંડેએ Instagram અને Twitter પર ફોટા અને વીડિયો શેર કર્યા, જે થોડા જ સમયમાં વાયરલ થઈ રહ્યાં છે.

Mauni Amavasya : મહાકુંભ 2025 અને મૌની અમાવસ્યાનું મહત્વ

મહાકુંભ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જે પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાય છે. મૌની અમાવસ્યાનો દિવસ ગંગાસ્નાન માટે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Poonam Pandey controversy : ચર્ચાનો વિષય બની પૂનમ પાંડે

પૂનમ પાંડેની મહાકુંભમાં હાજરી લોકોમાં મોટી ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો તેને તેમની આધ્યાત્મિક યાત્રા માને છે, જ્યારે કેટલાકે તેને પ્રચારનો ભાગ ગણાવે છે. જો કે, પૂનમ પાંડેએ સ્પષ્ટ કર્યું કે મહાકુંભમાં તેમની હાજરી શુદ્ધ શ્રદ્ધા અને આધ્યાત્મિક શાંતિ માટે છે.

મહાકુંભ 2025માં પૂનમ પાંડેની ઉપસ્થિતિએ લોકોમાં રસ જમાવ્યો છે. આ તેમની આધ્યાત્મિક યાત્રા છે કે પબ્લિસિટી સ્ટન્ટ, તે તો તેઓ જ જાણે. પરંતુ તેમની મુલાકાતે મહાકુંભની ભવ્યતાને ચોક્કસ વેગ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X