Poonam Pandey Viral Video : પૂનમ પાંડેની હોટનેસ પર ફિદા થયેલા ફેન્સે ગંદી હરકત કરી, વીડિયો વાયરલ
Poonam Pandey Viral Video : બોલિવૂડની સૌથી વિવાદીત અભિનેત્રીઓમાં સામેલ પૂનમ પાંડે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે. હવે ફરીથી તેનો એક વીડિયો વાયરલ તઈ રહ્યો છે.
હાલ પૂનમ પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પૂનમ પરેશાન થતી જોઈ શકાય છે.

હાલમાં જ પૂનમ મુંબઈમાં જોવા મળી હતી. પાપારાઝી તેની સાથે વાત કરી રહ્યા હતા અને ફોટો ક્લિક કરતા હતા. આ દરમિયાન એક ફેન્સ આવ્યો. તેણે પૂનમને સેલ્ફી લેવા કહ્યું. આ દરમિયાન તેણે જે કર્યું તેનાથી પૂનમ પાંડે જોતી રહી ગઈ.
પૂનમ સેલ્ફી લેનાર વ્યક્તિથી અસ્વસ્થતા અનુભવી રહી હતી. પૂનમ સાથે ફોટો પડાવવાનો પ્રયત્ન કરતા જ પૂનમનું ધ્યાન પેપ તરફ ગયું. ત્યારબાદ ચાહકે મોઢું ફેરવીને પૂનમ પાંડેને કિસ કરવાનો પ્રયાસ કર્યો. તે અટક્યો નહીં અને બળજબરીથી પ્રયાસ કરવા લાગ્યો. ત્યારપછી પૂનમ કંઈ સમજે તે પહેલાં જ તે તેનાથી દૂર થઈ ગઈ.
આ દરમિયાન પેપ્સે પણ પૂનમને સપોર્ટ કર્યો અને વ્યક્તિને ખખડાવ્યો. તે માણસને દૂર મોકલી દેવામાં આવ્યો, પરંતુ તેમ છતાં તે પૂનમની નજીક જવાનો પ્રયત્ન કરતો રહ્યો. હવે આ આખો વિડિયો ઘણો વાયરલ થયો છે અને લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ઈન્ટરનેટ પણ બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. કેટલાક લોકો આ વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવી રહ્યા છે. કેટલાક આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે મને શંકા છે કે આ સ્ક્રિપ્ટેડ છે. તેનું અસહજ હોવું પણ કૃત્રિમ છે. સાથે જ કેટલાક લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
