Poonam Pandey પર 100 કરોડની માનહાનિનો કેસ, મોતના નકલી સમાચાર ફેલાવવા પર થયા આવા હાલ
Poonam Pandey Defamation Case: જાણીતી અભિનેત્રી અને મૉડલ પૂનમ પાંડેએ હાલમાં જ સર્વાઈકલ કેન્સરથી પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને ઘણી ચર્ચા જગાવી છે. લોકોએ અભિનેત્રીને તેના હાસ્યાસ્પદ પબ્લિસિટી સ્ટંટ માટે ખૂબ ટ્રોલ પણ કરી હતી. હવે પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોમ્બે તેમના કૃત્યને કારણે મુશ્કેલીમાં હોય તેવું લાગે છે.
અહેવાલ છે કે પૂનમ પાંડે અને તેના પતિ વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ ખુલાસો કર્યો હતો કે તેણે સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુના ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.

પૂનમ પાંડેએ તેના મૃત્યુના ફેક ન્યૂઝ બનાવ્યા તેના થોડા દિવસો પછી, અભિનેત્રી અને તેના પૂર્વ પતિ સેમ બોમ્બે સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આ કેસ ફૈઝાન અંસારીએ નોંધાવ્યો છે. તેણે પૂનમ પાંડે પર મોતનુ નાટક કરીને કેન્સરની ગંભીરતાની મજાક ઉડાવવાનો અને લાખો લોકોની ભાવનાઓ અને વિશ્વાસ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.
ફૈઝાન અન્સારીએ પણ અધિકારીઓને પૂનમ પાંડે અને તેના પૂર્વ પતિ સેમ બોમ્બેની ધરપકડ કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ 2 ફેબ્રુઆરી, 2024ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 'મૃત્યુ'ના નકલી સમાચારની જાહેરાત શેર કરી હતી.
પૂનમ પાંડેની પીઆર ટીમે પોસ્ટમાં લખ્યું હતું - આજની સવાર અમારા માટે મુશ્કેલ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમ પાંડેને ગુમાવી છે. દુઃખના આ સમયમાં, અમે ગોપનીયતાની વિનંતી કરીએ છીએ જ્યારે અમે તેમને અમારી સાથે શેર કરેલા બધા માટે પ્રેમથી યાદ કરીએ છીએ.
મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યાના એક દિવસ પછી, પૂનમ પાંડેએ એક વીડિયો નિવેદન જાહેર કર્યું હતું જેમાં જણાવાયું હતું કે તે જીવિત છે. તેણે દલીલ કરી હતી કે તેના મૃત્યુના સમાચારનો હેતુ સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. એક્ટ્રેસનો આ પબ્લિસિટી સ્ટંટ કોઈને ગમ્યો નહીં અને લોકોએ તેને ઝાટકી નાખી હતી.












Click it and Unblock the Notifications
