For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ કુંદ્રાને લઈને પુનમ પાંડેનું જુનુ પોલીસ સ્ટેટમેન્ટ વાયરલ, રાજ કુન્દ્રાએ એડલ્ટ સ્ટાર બનાવી હોવાનો આરોપ

રાજ કુંદ્રાની ધરપકડ બાદ પૂનમ પાંડેએ એક નિવેદનમાં કહ્યું છે કે, તે આ સમયે પોતાના કેસનો ઉપયોગ નહીં કરે.

|
Google Oneindia Gujarati News

રાજ કુંદ્રાની ધરપકડ બાદ પૂનમ પાંડેએ એક નિવેદનમાં કહ્યું છે કે, તે આ સમયે પોતાના કેસનો ઉપયોગ નહીં કરે. અત્યારે તે શિલ્પા શેટ્ટી અને તેના બે નાના બાળકો માટે ખૂબ વ્યથિત અને ચિંતિત છે. હું કલ્પના પણ નથી કરી શકતી નથી કે તેમની પર શું વીતી રહ્યું છે. તેથી હું આ તકનો લાભ મારુ દુખ વ્યક્ત કરવા માટે નહીં કરૂ. મેં રાજ કુંદ્રા પર વર્ષ 2019 માં ચોરી અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો, જે પહેલા મુંબઈની સેશન્સ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાથી હું અત્યારે તેના પર બોલી શકતી નથી. મને પોલીસ અને ન્યાય પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે. હવે હાલની ઘટનાઓ વચ્ચે પૂનમ પાંડેનું જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. મુંબઈ પોલીસ આ કેસની ફેબ્રુઆરી 2021 થી તપાસ કરી રહી છે, ત્યારબાદ ઘણી યુવતીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. આમાં પૂનમ પાંડે અને શર્લિન ચોપરાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. ડીએનએ એ પણ એક અહેવાલમાં રાજ કુંદ્રાનું નામ હોવાની જાણકારી પોલીસ સ્ટેટમેન્ટમાં આપી હતી.

જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે

જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે

પૂનમ પાંડેએ થોડા મહિના પહેલા આ કેસના સંદર્ભમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તે ફક્ત રાજ કુંદ્રા દ્વારા જ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છે. પૂનમ પાંડેની સાથે શર્લિન ચોપરાના આવા નિવેદનની પણ ઘણી જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ સાથે જ મુંબઇ પોલીસે એમ પણ કહ્યું છે કે તેમની પાસે રાજ સામે મજબૂત પુરાવા છે.

શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

રાજ કુંદ્રાની ફેબ્રુઆરી 2021 માં નોંધાયેલા એક કેસના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ પોર્ન ફિલ્મ બનાવવા અને વેચવાને લઈને ફાઈલ થયો હતો. આ કેસના સંદર્ભમાં ગયા વર્ષે પણ કેટલાક કેસ નોંધાયા હતા, જેમાં મહિલાઓને ખોટી રીતે રજુ કરવાના આરોપ હતા. જેમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અશ્લીલ ફિલ્મ બનાવવાના મામલે પૂનમ પાંડેની પણ એક અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

ભારતમાં પોર્ન પર પ્રતિબંધ છે

ભારતમાં પોર્ન પર પ્રતિબંધ છે

ઉલ્લેખનિય છે કે, 2020 માં ભારતમાં પોર્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનાથી સંબંધિત તમામ કેસને ગુનાહિત જાહેર કરાયા બાદ ક્રાઇમ બ્રાંચને કાર્યવાહી સોંપાઈ હતી. રાજ કુંદ્રાની પૂછપરછ કર્યા બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી

રાજ કુંદ્રાની ક્લાયન્ટ છે પૂનમ પાંડે

રાજ કુંદ્રાની ક્લાયન્ટ છે પૂનમ પાંડે

પૂનમ પાંડેએ રાજ કુંદ્રાની કંપની આર્મ્સપ્રાઇમ મીડિયા સાથે કરાર કર્યો હતો. આ કંપની વિવિધ પ્રકારના એપ્સનું કામ સંભાળે છે અને પૂનમ પાંડે રાજની કંપનીની ક્લાયન્ટ હતી. પરંતુ પૂનમે એક મહિનામાં આ કરાર સમાપ્ત કરી દીધો હતો. તેણે કહ્યું હતું કે તેને યોગ્ય સમયે પૈસા ચૂકવવામાં આવતા નથી.

જાણ કર્યા વગર વીડિયોનો ઉપયોગ કરાયો

જાણ કર્યા વગર વીડિયોનો ઉપયોગ કરાયો

પૂનમ પાંડેની એક એડલ્ટ એપ્લિકેશન છે અને રાજની કંપની આ એપનું કામ સંભાળતી હતી. પરંતુ આ કરાર 8 મહિના પહેલા પૂરો થયો હતો પરંતુ પૂનમ પાંડેએ કહ્યું કે રાજ કુંદ્રાની કંપની તેમના વીડિયો અને ચિત્રોનો આડેધડ ઉપયોગ કરી રહી છે.

મારે કોઈ લેવા દેવા નથી-રાજ કુંદ્રા

મારે કોઈ લેવા દેવા નથી-રાજ કુંદ્રા

બીજી તરફ રાજ કુંદ્રાએ આ તમામ અહેવાલોને નકાર્યા હતા અને કહ્યું હતું કે તેને આ કંપની પહેલા જ છોડી દીધી છે. પરંતુ હવે રાજ કુંદ્રાની ધરપકડ અને પૂનમ પાંડેના આરોપો વચ્ચે ક્યાંક લીંક છે. મુંબઇ પોલીસનું એમ પણ કહેવું છે કે રાજ કુંદ્રાની તમામ પુરાવા મળ્યા પછી જ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે રાજ કુંદ્રા એકલા નથી. આ કેસમાં થોડા મહિના પહેલા એકતા કપૂરની પણ પોલીસે પૂછપરછ કરી હતી, જે પછી એકતાએ તેનું નિવેદન નોંધાવ્યુ હતું. રાજ કુંદ્રાને શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

English summary
Poonam Pandey's police statement goes viral, Raj Kundra made adult star
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X