'લૉકઅપ'માં છલકાઈ પૂનમ પાંડેની પીડા, બોલી -દારુ પીને રાતે પતિ કરતો હતો હેવાનિયત, ડૉગીને પ્રેમ કરવા પર...

કંગનાના શોમાં પૂનમ પાંડેએ પોતાના પર થયેલી ઘરેલુ હિંસા વિશે વાત કરી છે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતના રિયાલિટી શો લૉકઅપનુ ટેલીકાસ્ટ ઓટીટી પ્લેટફૉર્મ પર શરુ થઈ ગયુ છે. જેમાં પૂનમ પાંડે પણ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓ પૂનમ માટે ઘણા વધુ મુશ્કેલીભર્યા હતા કારણકે તે ઘરેલુ હિંસાનો શિકાર થઈ. હવે કંગનાના શોમાં તેણે આ અંગે ખુલીને વાત કરી છે.

સેમ સાથે કર્યા હતા લગ્ન

સેમ સાથે કર્યા હતા લગ્ન

શોમાં પૂનમે જણાવ્યુ કે તેણે સેમ બૉમ્બે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તે એના પર ખૂબ જ કંટ્રોલ રાખતો હતો. તેને ઘરના કોઈ રૂમમાં એકલા રહેવાની મંજૂરી નહોતી, જ્યારે પણ તે પોતાનો ફોન યુઝ કરવાની કોશિશ કરતી ત્યારે તેને ના પાડી દેવામાં આવતી હતી. આના પર કરણવીર બોહરાએ તેને પૂછી લીધુ કે શું એ ખરેખર સેમને પ્રેમ કરે છે? જેના પર પૂનમનો જવાબ ચોંકાવનારો છે.

'માર ખાવાનુ કોને ગમે?'

'માર ખાવાનુ કોને ગમે?'

પૂનમે કહ્યુ કે હા હું એને પ્રેમ કરતી હતી. હું હજુ પણ એને નફરત નથી કરતી પરંતુ હવે હું એને નાપસંદ કરુ છુ. કોઈ નથી ઈચ્છતુ કે એની સાથે આવુ કંઈ થાય. માર ખાવાનુ કોને ગમે? મને ઘરના ચાર માળ, પ્રાઈવેટ બગીચા, પ્રાઈવેટ ટેરેક ગમતા હતા અને મારી પાસે બધુ હતુ. પૂનમના જણાવ્યા મુજબ એ વખતે જ્યારે એ રૂમમાં રહેતી હતી ત્યારે એનો પતિ પૂછતો કે એકલી રૂમમાં કેમ છે? ત્યારબાદ એ પોતાના રૂમમાં રહેવા માટે ફોર્સ કરતો. જો ભૂલથી પૂનમ કહી દે કે તે એકલી થોડા સમય પસાર કરવા માંગે છે તો તેને એની મંજૂરી નહોતી.

ડૉગી સાથે પ્રેમ કરવાનુ પસંદ નથી

ડૉગી સાથે પ્રેમ કરવાનુ પસંદ નથી

અભિનેત્રીના જણાવ્યા મુજબ જ્યારે તે પોતાના ડૉગીને પ્રેમ કતી તો એ પણ એના પતિને પસંદ નહોતુ. એ કહેતો કે હું મારા ડૉગીને વધુ પ્રેમ કરુ છુ. પોતાના ડૉગીને પ્રેમ કરવાના કારણે કેમ મને મારવામાં આવતી હતી. શું આ બ્રેઈન હેમરેજ હોવાના કારણે છે? કારણકે મને થયુ હતુ. આના પર કરણે તેને ઘરેલુ હિંસા સાથે જોડાયેલ વધુ એક સવાલ કર્યો અને પૂછ્યુ કે કેટલા દિવસો સુધી તેને પ્રતાડિત કરવામાં આવી?

ચાર વર્ષ સુધી થતી રહી હિંસા

ચાર વર્ષ સુધી થતી રહી હિંસા

પૂનમે જણાવ્યુ કે તેની સાથે આ બધુ છેલ્લા 4 વર્ષોથી થઈ રહ્યુ હતુ. હજુ સુધી તેના મગજવાળા ભાગ પર થયેલી ઈજા ઠીક નથી થઈ કારણકે તે વારંવાર એ જગ્યાએ મારતો હતો. એ લોકો સામે પોતાની ઈજા છૂપાવતી હતી, આના માટે તેણે મેકઅપ, ચશ્મા વગેરેનો ઉપયોગ કર્યો. આ દરમિયાન પાયલ રોહતગીએ તેને પૂછી લીધુ કે શું સેમ ઈનસિક્યોરિટીના કારણે તેને મારતો હતો?

સવારથી પીતો હતો દારુ

સવારથી પીતો હતો દારુ

અભિનેત્રીના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ સવારથી લઈને રાત સુધી પીતો રહે તો રાતે તમને બચાવવાવાળુ કોઈ નહિ હોય. સ્ટાફ પણ તેનાથી ડરતો હતો જેના કારણે એ લોકો ઘરે જતા રહેતા હતા. પૂનમની સઆ સ્ટોરી સાંભળીને તેના ફેન્સને ઘણુ ખરાબ લાગ્યુ. જો કે, સેમની ગોવા પોલિસે ભારતીય દંડ સંહિતાની કલમ 353, 503, 506 અને 354 હેઠળ ધરપકડ પણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X