Poonam Pandey મોતનુ નાટક કર્યા બાદ હવે પહોંચી મંદિર, બોલી - મે ડરાવ્યા નહોતા..., Video વાયરલ
Poonam Pandey Viral Video: બૉલિવુડ એક્ટ્રેસ પૂનમ પાંડે આ દિવસોમાં ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. જોકે આ એક પબ્લિક સ્ટંટ હતો. જેના કારણે પૂનમ પાંડેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.
મૃત્યુની ખોટી અફવા ફેલાવ્યા બાદ પૂનમ પાંડે પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. આ દરમિયાન તે પૂજા થાળી લઈને એથનિક લુકમાં મંદિર પહોંચી હતી. અભિનેત્રીના લુકની વાત કરીએ તો તે પીળા કુર્તા, મેચિંગ પલાઝો અને ગુલાબી દુપટ્ટા પહેરેલી જોવા મળી હતી. આ વીડિયોમાં પૂનમ પાંડે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

આ વીડિયોમાં પાપારાઝીએ પૂનમ પાંડેને પૂછ્યું, કેમ છો. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું. આ પછી પાપારાઝીએ એક્ટ્રેસને કહ્યું, તમે તો અમને પહેલા જ ડરાવી જ દીધા હતા. ત્યારે પૂનમે હસીને કહ્યું, 'તમે ડરી ગયા હતા, મે બિલકુલ ડરાવ્યા નહોતા. હું ભગવાનના દર્શન કરવા આવી છુ. આ પછી અભિનેત્રી મંદિરની અંદર જાય છે.
પૂનમ પાંડેનો વીડિયો વાયરલ થયા બાદ નેટીઝન્સે ફરી એકવાર તેને ખરાબ રીતે ટ્રોલ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, અરે આ તો જીવતી છે. એકે લખ્યું, "તે અંડરટેકરની બહેન છે." અન્ય એક યુઝરે લખ્યું, 'હવે ખરેખર તેને જોઈને લાગે છે કે તે ભૂત છે.' લોકો આવી કમેન્ટ કરીને પૂનમ પાંડેની મજાક ઉડાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. આ પછી તેણે ઈન્સ્ટા લાઈવ પર જણાવ્યું કે તે જીવિત છે. જો કે, આ સમાચાર પછી, ઘણા બૉલિવુડ સેલેબ્સ અને ચાહકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં કંગના રનૌત અને અનુપમ ખેર જેવા સ્ટાર્સ સામેલ છે.












Click it and Unblock the Notifications
