મોતના સમાચાર બાદ પૂનમ પાંડેનો પરિવાર ગાયબ? જાણો હકિકતમાં પૂનમ પાંડેનું મોત થયુ છે?
પૂનમ પાંડેના મોતના સમાચારો બાદ લોકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. એક તરફ લોકો મોત પર શંકા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો તેને સ્ટન્ટ ગણાવી રહ્યા છે.
અભિનેત્રી પૂનમ પાંડેના મોતના સમાચાર તેની મેનેજર પારુલે કન્ફર્મ કર્યા છે. તેનું મોત 1 ફેબ્રુઆરી 2024ના રોજ સર્વાઇકલ કેન્સરથી થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

પૂનમ પાંડેની ટીમે સૌપ્રથમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને જાણ કરી કે અભિનેત્રીનું મૃત્યુ થઈ ગયું છે. આ પછી અન્ય સત્તાવાર નોંધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સમાચાર પૂનમ પાંડેની બહેનના સમર્થન પછી જ પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અહેવાલો છે કે જ્યારથી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ફેલાયા છે ત્યારથી અભિનેત્રીની બહેન તેમજ તેના પરિવારના તમામ સભ્યો ગાયબ થઈ ગયા છે. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ઈન્ટરનેટ પર આવ્યા ત્યારથી તેનો પરિવાર ગુમ છે.
પૂનમ પાંડેની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે આજે સવારે તેમને પૂનમની બહેનનો ફોન આવ્યો હતો, જેણે તેના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા અને કહ્યું હતું કે તે સર્વાઇકલ કેન્સરથી પીડિત છે.
પૂનમના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ પ્રકાશિત થયા પછી આ સુત્રએ અભિનેત્રીની બહેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારથી તેનો ફોન લાગ્યો નથી.
સૂત્રએ કહ્યું કે, મેં મારા છેલ્લા કોલ પછી પૂનમ પાંડેની બહેનને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારથી તેનો ફોન બંધ છે. એટલું જ નહીં પરંતુ તેના અન્ય પરિવારજનોનો પણ સંપર્ક થઈ શકતો નથી. મેં 2 લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો.
તેણે કહ્યું કે, પૂનમની ટીમના 2-3 લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમના ફોન કાં તો સ્વીચ ઓફ છે અથવા તો સંપર્કમાં નથી. આ સ્થિતિમાં આ સમયે મૃત્યુના સમાચારથી મોટી મૂંઝવણ છે.
પૂનમ પાંડેની ટીમે તેના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યા બાદ એક નવું નિવેદન પોસ્ટ કર્યું. તેની ટીમે નવી નોટમાં લખ્યું હતું કે પૂનમના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેની બહેને સૌથી પહેલા કરી હતી. જો કે તેમની ટીમ આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહી છે.
પૂનમ પાંડેની ટીમના સત્તાવાર નિવેદન અનુસાર, આ રેકોર્ડ પર મૂકવામાં આવ્યું છે કે અમને આજે સવારે તેના પરિવારના સભ્ય (બહેન) તરફથી તેના અચાનક નિધન અંગે ફોન આવ્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને આ સમાચારની જાણકારી આપવામાં આવી છે.
આ અંગે દરેકને વધુ અપડેટ આપવા માટે અમે પરિવાર તરફથી વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી પાસે વધુ અપડેટ્સ આવતાં જ અમે બીજું સત્તાવાર નિવેદન જારી કરીશું.












Click it and Unblock the Notifications
