VIRAL VIDEO: જસ્ટિન બીબરનું ભોજપુરી સોંગ પર્ફોમન્સ જોયું?
જી હા, પોપસ્ટાર જસ્ટિન બીબરે મનોજ તિવારીના હિટ સોંગ ‘બગલ વાલી જાન મારે લી‘ અને પવન સિંહના ‘તુ લગાવેલૂ જબ લિપસ્ટિક જેવા ભોજપુરી' હિટ સોંગ ઉપર ડાન્સ કર્યો હતો
આ દિવસોમાં ભારત માં જો કોઈ વ્યક્તિની ચર્ચા થઇ રહી હોય તો તે છે કેનેડાનાં પોપસ્ટાર જસ્ટિન બીબર! 10 મેના રોજ જસ્ટિન બીબરે ભારતમાં પ્રથમમાં વખત પરફોર્મ કર્યું હતું. જસ્ટિન બીબરે મુંબઇ ના ડી.વ્હાઇ.પાટિલ સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટમાં 45000 લોકોએ હાજર રહ્યા હતા. આ કોન્સર્ટની ટિકીટો 75000 રૂપિયા સુધી વેચાયી હતી.

જસ્ટિન બીબરનો કોન્સર્ટ સમાપ્ત થયા પછી પણ લોકો આ અંગે વાત કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર પણ લોકો જસ્ટિનની જ વાતો કરી રહ્યાં છે, જસ્ટિનના અનેક ફોટોઝ અને વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. આ પોસ્ટ્સમાં સૌથી મજેદાર છે પોપસ્ટાર જસ્ટિન બીબરનું ભોજપુરી મૅશઅપ.
જસ્ટિન બીબરના હિટ સોંગને ભોજપુરી હિટ સોંગ સાથે મેશઅપ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયો જોવામાં ખૂબ રસપ્રદ છે. અગ્રેજીમાં પોપ સોંગ ગાનાર જસ્ટિન બીબરને ભોજપુરી સોંગ પર ડાન્સ કરતા જોઇ લોકો પોતાનું હસવું રોકી શકતાં નથી.
સોશિયલ મીડિયા પર આવાં ઘણા વીડિયો શેયર કરવામાં આવ્યાં છે, જેમાં જસ્ટિન બીબર ભોજપુરી સોંગ પર ડાન્સ કરતા નજરે પડે છે. મનોજ તિવારીએ ગાયેલ હિટ સોંગ 'બગલ વાલી જાન માકે લી' અને બીજું પવન સિંહનું 'તુ લગાવેલૂ જબ લિપસ્ટિક જેવા ભોજપુરી સોંગ સાથે જસ્ટિનના વીડિયોનું મેશઅપ કરવામાં આવ્યુ છે. લોકો દ્વારા આ બન્ને મેશઅપ વીડિયો સોંગને સોશિયલ મીડિયામાં શેયર કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જુઓ જસ્ટિન બીબરની આ ભોજપુરી સ્ટાઇલ...........
{promotion-urls}












Click it and Unblock the Notifications
