Pornography case: પોર્ન કેસમાં શિલ્પાની ભૂમિકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી
રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કેસમાં સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોર્ટે રાજ કુન્દ્રાની જામીન અરજી રદ્દ કરી ફરીથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.
રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કેસમાં સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોર્ટે રાજ કુન્દ્રાની જામીન અરજી રદ્દ કરી ફરીથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. બીજી તરફ પોલીસ હવે શિલ્પા શેટ્ટી તરફ તપાસનો દોર ફેરવી રહી છે. પોલીસ એ તપાસમાં લાગી છે કે આ તમામ પ્રકરણમાં શિલ્પા શેટ્ટીની કોઈ ભાગીદારી છે કે કેમ?

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ હવે પોલીસે શિલ્પા શેટ્ટીની ઉલટ તપાસ શરૂ કરી છે. શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા છે કે નહીં તેને લઈને પોલીસે ફોન સહિતના તમામ ગેજેટ્સ જપ્ત કર્યા છે. પોલીસે શિલ્પા શેટ્ટીના મોબાઈલ, લેપટોપ, આઇપેડ સહિતના ગેજેટ્સ જપ્ત કરી તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ગાંધીનગર ખાતે ગેજે્ટસની તપાસ થયા બાદ બે-ત્રણ દિવસમાં રિપોર્ટ આપવામાં આવશે.
શિલ્પા પણ આ રેકેટમાં સામેલ છે કે નહીં એ દિશામાં મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જ્યારે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેને પત્રકાર પરિષદથી શિલ્પા શેટ્ટીના રાજ કુંદ્રાના વ્યવસાયમાં સામેલ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અભિનેત્રીની એમાં કોઈ ભૂમિકા મળી નથી, પરંતુ તેની તપાસ થઈ રહી છે. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે છાપેમારી કરી શિલ્પા શેટ્ટીના ઘરેથી ઇલેક્ટ્રોનિક્સ સાધનો જપ્ત કર્યાં છે ને તપાસ માટે મોકલ્યા છે. આ તમામ વસ્તુઓને ગાંધીનગર ફોરેન્સિક લેબ ખાતે મોકલાઈ છે, જ્યાં તપાસ બાદ તેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાંચને સોંપાશે.
આ બધી ઘટનાઓ વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે. શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ કંપનીમાં શિલ્પા ડાયરેક્ટર હતી. આ વિઆન થકી જ પોર્ન ફિલ્મો ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ થતું હતું. ત્યારે શિલ્પા તરફ શંકા જાય તે સ્વભાવિક છે. હવે પોલીસ તમામ બાબતોનો છેડો લઈ રહી છે.












Click it and Unblock the Notifications
