બાહુબલી ફેમ પ્રભાસ અને કૃતિ સેનન સગાઈ કરવા જઈ રહ્યા છે? જાણો શું છે હકિકત?
ફિલ્મ ક્રિટીક અને ઉમેર સંધુએ એક ટ્વિટ કરીને પ્રભાસ અને કૃતિ સેનન સગાઈ કરવા જઈ રહ્યા હોવાની વાતને હવા આપી છે.
આ દિવસોમાં બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રાજસ્થાનમાં લગ્ન યોજાયા છે ત્યારે હવે વધુ એક સ્ટાર કપલને લઈને આવી જ ખબરો આવી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બાહુબલી ફેમ સાઉથ સુપર સ્ટાર પ્રભાસ અને અભિનેત્રી કૃતિ સેનન એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બન્ને સગાઈ કરવા જઈ રહ્યા હોવાની ખબરો સામે આવી રહી છે.

પ્રભાસ અને કૃતિ સેનન સગાઈ કરવા જઈ રહ્યા છે?
પ્રભાસ અને કૃતિ સેનન તો બન્ને આદિપુરૂષમાં સાથે જોવા મળવાના છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીંથી જ બન્નેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ છે. હવે ફિલ્મ ક્રિટીક અને ઉમેર સંધુએ એક ટ્વિટ કરીને બન્ને સગાઈ કરવા જઈ રહ્યા હોવાની વાતને હવા આપી છે. અહીં તમને પણ જણાવી દઈએ કે ડેટિંગને લઈને કૃતિ સેનન મીડિયા રિપોર્ટને ખોટા ગણાવી ચુકી છે.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023
ઉમૈર સંધુએ ટ્વિટ કરીને વિવાદ છેડ્યો
ઉમૈર સંધુએ હાલમાં જ ટ્વિટ કર્યું અને લખ્યુ છે કે, કૃતિ સેનન અને પ્રભાસ આવતા અઠવાડિયે માલદીવમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. આ માટે બંને ખૂબ જ ખુશ છે. ઉમૈર સંધુના આ ટ્વીટ બાદ યુઝર તેને સવાલ કરી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે. બન્ને સગાઈ કરશે કે કેમ એ તો હવે સમય આવશે ત્યારે જ ખબર પડશે.

આદિપુરૂષમાં પ્રભાસ અને કૃતિ સેનન એકસાથે જોવા મળશે
અહીં તમને જણાવી દઈએ કે, આવનારી ફિલ્મ આદિપુરૂષમાં પ્રભાસ અને કૃતિ સેનન એકસાથે જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં અને કૃતિ સેનન જાનકીના રોલમાં જોવા મળશે. ફિલ્મ આદિપુરુષમાં સની સિંહ લક્ષ્મણનો રોલ કરી રહ્યો છે અને સૈફ અલી ખાન રાવણનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 2023માં સિનેમાઘરોમાં આવશે.












Click it and Unblock the Notifications
