50 દિવસમાં બાહુબલીએ જે કર્યું છે તે આ ખાને પણ નથી કર્યું

બાહુબલી 2 50 દિવસમાં બનાવ્યો તેવો રેકોર્ડ જે સલમાન અને શાહરૂખ પણ હજી નથી બનાવી શક્યા.

50 દિવસ પહેલા બાહુબલી ધ કક્લૂઝન રિલિઝ થઇ હતી. આ ફિલ્મે 50 દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. તેની સામે અનેક સુપરસ્ટારની ફિલ્મો આવી અને ગઇ પણ હજી સુધી આ ફિલ્મને કોઇ ડગમગાવી નથી શક્યું. 50 દિવસ પછી ફિલ્મની ટીમે એક નવું પોસ્ટર લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 50 બ્લોકબસ્ટર દિવસ કોઇ નાની મોટી વાત નથી. ખાલી ભારતમાં જ બાહુબલી 2એ કુલ 1366 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી છે. ત્યારે જાણો આ ફિલ્મે બીજા કયા અને કેવા કેવા રેકોર્ડ તોડ્યા છે...

1700 કરોડનો આંકડો

1700 કરોડનો આંકડો

ઉલ્લેખનીય છે કે બાહુબલી 2એ ખાલી ભારતમાં જ નહીં ચીન, કોરિયા, સાઉથ અમેરિકામાં પણ ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ સ્તર પર 1700 કરોડની કમાણી કરી છે. એસએસ રાજામૌલીની આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે.

ભારતમાં કમાણી

ભારતમાં કમાણી

બાહુબલી 2એ ખાલી ભારતમાં જ લગભગ 1366 કરોડની ગ્રોસ કમાણી કરી છે. અને ઓવરસીઝમાં આ ફિલ્મે 310 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ તેલુગુ સિવાય અનેક ભાષામાં ડબ થઇ ચૂકી છે. અને ડબિંગ કરી હોવા છતાં જે તે સ્થળે આ ફિલ્મ સારી ચાલી છે.

હિન્દીમાં કમાણી

હિન્દીમાં કમાણી

એટલું જ નહીં ખાલી હિન્દીમાં રિલિઝ થયેલી બાહુબલીએ જ અત્યાર સુધીમાં 507 કરોડની કમાણી કરી છે. અને તમામ ભાષાઓની કમાણી જોવા જઇએ તો બાહુબલી 2 એ કુલ 1676 કરોડની કમાણી કરી છે. આટલી બધી કમાણી કરનાર ફિલ્મ ભાગ્યેજ જોવા મળે છે.

30થી વધુ રેકોર્ડ

30થી વધુ રેકોર્ડ

વધુમાં ખાલી આ એક જ ફિલ્મે અત્યાર સુધીમાં 30થી વધુ જૂના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા લગભગ અશક્ય હતા. એટલું જ નહીં આ ફિલ્મે બહુ જ સરળતાથી 500 કરોડની ક્લબમાં પોતાનું ખાતું ખોલ્યું છે. જે કોઇ પણ અન્ય ફિલ્મ માટે એટલી સરળ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X