Adipurush Trailer Out: પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નુ ટ્રેલર રિલીઝ, નવા VFXએ ઉડાવ્યા લોકોના હોશ
Adipurush Trailer Out: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને બૉલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'ના ટ્રેલરની ઘણા સમયથી દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા અને હવે તે આતુરતાનો અંત આવ્યો છે.
આખરે ફિલ્મ 'આદિપુરુષ'નુ ટ્રેલર આજે એટલે કે 9મી મે 2023 (મંગળવારે) રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રીરામના રોલમાં જોવા મળે છે જ્યારે કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળે છે.

હૈદરાબાદમાં ફિલ્મ 'આદિપુરુષ'ના ટ્રેલર લૉન્ચ માટે એક ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી. આ સાથે ફેન્સ માટે ટ્રેલરની સ્પેશિયલ સ્ક્રીનિંગનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પેશિયલ સ્ક્રીનિંગને કારણે ફિલ્મનુ ટ્રેલર સોશિયલ મીડિયા પર પહેલાથી જ લીક થઈ ગયુ હતુ. પરંતુ હવે તેને ઓફિશિયલી યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવ્યુ છે.
આ ફિલ્મમાં સની સિંહ લક્ષ્મણનુ પાત્ર ભજવી રહ્યો છે અને સૈફ અલી ખાન લંકેશ એટલે કે રાવણનુ પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મ આદિપુરુષના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મની વાર્તા રામાયણ પર આધારિત છે. ભગવાન રામનો વનવાસ, સીતાથી અલગ થવું, હનુમાનજીની સીતાની શોધ અને અંતે રાવણનુ ભયાનક સ્વરૂપ જોવા મળે છે. આ ફિલ્મના VFXમાં પહેલા કરતા ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. એવા ઘણા દ્રશ્યો છે જેનાથી તમારા રુંવાડા ઉભા થઈ જશે.
ફિલ્મના ટ્રેલરના ઘણા સીન્સમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે માતા સીતા એટલે કે કૃતિ સેનનની માંગમાં સિંદૂર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દરેકના કપડાં પણ પહેલા કરતા અલગ દેખાઈ રહ્યા છે. આ ફેરફારો એટલા માટે થયા છે કારણ કે અગાઉ જ્યારે ફિલ્મનુ ટીઝર બહાર આવ્યુ હતુ ત્યારે લોકોને તેના VFX બિલકુલ પસંદ નહોતા આવ્યા. ત્યારબાદ આ ફિલ્મના ટીઝર માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી. હવે તમામ ફેરફારો કર્યા બાદ આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જુઓ ટ્રેલર-
ઓમ રાઉત ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્દેશક છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં 16 જૂન 2023ના રોજ 3Dમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
