
નવરાત્રિએ વિશેષ ઘોષણા! પ્રભાસના જન્મદિવસે રિલીઝ થશે #BeatsOfRadheShyam
પેન-ઈન્ડિયા સ્ટાર પ્રભાસ 23 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ મનાવવાના છે. આ પ્રસંગ માટે નિર્માતા 23 ઓક્ટોબરે એક વિશેષ ઘોષણા કરવા માટે તૈયાર છે અને તેને #BeatsOfRadheShyam નામ આપ્યુ છે. નિર્માતાઓએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યુ છે જેમાં વિશેષ અનાવરણની ઘોષણા કરવામાં આવી છે.

મહાકાવ્ય પ્રેમ કહાની
મેગ્નમ ઓપસ રાધેશ્યામ યુરોપમાં સ્થાપિત એક મહાકાવ્ય પ્રેમ કહાની માનવામાં આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. હાલમાં જ પૂજા હેગડેના જન્મદિવસે ચિહ્નિત કરીને નિર્માતાઓએ ફિલ્મથી તેમનો પહેલો લુક રિલીઝ કર્યો હતો.

ફિલ્મનુ શૂટિંગ જ્યોર્જિયામાં
આ ફિલ્મમાં સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા છેત્રી, કુણાલ રૉય કપૂર સહિત ઘણા અન્ય કલાકાર શામેલ થશે અને ફિલ્મને હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનુ શૂટિંગ જ્યોર્જિયામાં થઈ રહ્યુ હતુ પરંતુ ત્યારે કોરોના મહામારી ફેલાઈ ગઈ અને શૂટિંગ અટકાવી દેવામાં આવ્યુ. હવે હાલમાં જ ટીમે આ મહિનાની શરૂઆતમાં ફરીથી શૂટિંગ શરૂ કરી દીધુ છે અને અભિનેતાઓએ પોતાના વિશે સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ સમાચાર શેર કર્યા છે.
|
રોમેન્ટીક પીરિયડ ડ્રામા
રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત, ફિલ્મ એક બહુભાષી રોમેન્ટીક પીરિયડ ડ્રામા છે જે 2021માં રિલીઝ થવાની આશા છે. રાધેશ્યામ એક બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર તેમજ ટી સીરિઝ દ્વારા પ્રસ્તુત રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે. આ યુવી ક્રિએશન્સ દ્વારા નિર્મિત છે. ફિલ્મ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા નિર્મિત છે.
સૈફ અલી ખાન- કરીના કપૂરની સનસની મચાવી દેતી KISSના ફોટા