સાહો: 4 દિવસમાં 300 કરોડ પાર, જાણો બોક્સઓફિસ કલેક્શન
પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોને ક્રિટીક્સ ઘ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો નહતો.
પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોને ક્રિટીક્સ ઘ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો નહતો. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર શાનદાર પ્રદર્શન બતાવી રહી છે. ફિલ્મે ચાર દિવસમાં હિન્દીમાં 85 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વિશ્વવ્યાપી બોક્સઓફિસ પર, ફિલ્મે ચાર દિવસમાં 300 કરોડથી વધુ કલેક્શન કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે આ એક જબરદસ્ત આંકડો છે. હિન્દીમાં, આ વર્ષની સૌથી મોટી ઓપનરમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, તે બધી ભાષાઓ સહિત આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે.

વોર્લ્ડવાઇડ કલેક્શન
ચાર દિવસમાં, ફિલ્મે વોર્લ્ડવાઇડ બોક્સઓફિસ પર 310 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. આપને જણાવી દઈએ કે આ આંકડો બધી ભાષાઓમાં ભેગો થઈને છે

હિન્દીમાં ફિલ્મનું કલેક્શન
ફક્ત હિન્દીમાં ફિલ્મે 85 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. સોમવારે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

100 કરોડની ઓપનિંગ
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે તમામ ભાષાઓ સહિત ભારતમાં 100 કરોડથી વધુની ઓપનિંગ કરી હતી. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થઈ છે.

બજેટ અને કમાણી
ભારતની સૌથી મોટી એક્શન ફિલ્મ સાહો 350 કરોડ રૂપિયાના બજેટ પર તૈયાર થઇ છે. ફિલ્મને હિટ થવા માટે ઓછામાં ઓછું 700 કરોડનું કલેક્શન કરવું પડશે.

પ્રભાસનો રેકોર્ડ
સુપરસ્ટાર પ્રભાસ ભારતના એકમાત્ર એવા કલાકાર છે, જેમની બે ફિલ્મોએ 100 કરોડથી વધુની ઓપનિંગ આપી છે. સાહો પહેલા બાહુબલી 2 એ 104 કરોડની ઓપનિંગ આપી હતી.

ફિલ્મ હિટ થશે
ટ્રેડ પંડિતો અનુસાર પહેલા અઠવાડિયાની કમાણી પછી ફિલ્મ બોક્સઓફિસ પર ધીમી પડી જશે. ખાસ કરીને નેગેટિવ વર્ડ ઓફ માઉથનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
સુજીત દિગ્દર્શિત સાહોની કહાની ખુબ જ નબળી છે. પરંતુ ફિલ્મને પ્રભાસના સ્ટારડમથી ફાયદો થયો છે. બાહુબલી અને બાહુબલી 2 પછી, પ્રશંસકો પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા, તેથી સાહોને શાનદાર ઓપનિંગ મળી. આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં પ્રવેશ કરી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: સાહો ફિલ્મ રીવ્યુ: ફક્ત પ્રભાસના સહારે ફિલ્મ ટકી છે
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
