સંજય દત્ત માટે ફિલ્મ બનાવશે પ્રભુદેવા
મુંબઇ, 15 જુલાઇ: 1993ના મુંબઇ વિસ્ફોટ કેસમાં જેલમાં બંધ બૉલીવુડ અભિનેતા સંજય દત્તે પોતાના પ્રોડક્શન હાઉસ માટે એક ફિલ્મનું નિર્દેશન કરવા માટે જાણીતા ડાંસર તથા ફિલ્મ નિર્દેશક પ્રભુદેવાને સાઇન કર્યા છે.
સંજય દત્ત યરવડા જેલમાં પોતાની સજા કાપી રહ્યાં છે પરંતુ તેમની પત્ની માન્યતા પોતાના પતિના પ્રોડક્શન હાઉસનું કામ સંભાળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રભુદેવાને સંજય દત્તની ફિલ્મ કંપની માટે એક ફિલ્મ બનાવવા માટે સાઇન કરવામાં આવ્યા છે. માન્યતાએ પ્રભુદેવા સાથે મુલાકાત કરી અને ગત અઠવાડિયાની વસ્તુઓ નક્કી કરી લીધી છે. આ પહેલાં પ્રભુદેવા 'વોન્ટેડ' અને 'રાઉડી રાઠોડ' જેવી ફિલ્મો નિર્દેશિત કરી ચૂક્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મના વિષય અને અભિનેતાઓ વિશે નક્કી કરવાનું બાકી છે. સેજલ શાહના નિર્દેશનમાં બનનારી 'હંસમુખ પિઘલ ગયા' નાનમી એક ફિલ્મ પણ સંજય દત્તના પ્રોડકશન હાઉસના બેનર તળે બનાવવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
