બૉલીવુડમાં બીમારીની મોસમ, દિલીપજી તાવમાં સપડાયાં
મુંબઈ, 20 નવેમ્બર : આજકલ બૉલીવુડમાં લાગે છે બીમારીઓની મોસમ ચાલી રહી છે. એટલે જ તો બૉલીવુડના દિગ્ગજો બીમારીઓની ઝપટમાં છે. ગઈકાલે સમાચાર આવ્યા હતાં કે બૉલીવુડના સૌથી વધુ જાણીતાં ખલનાયક પ્રાણની તબીયત કથળી છે, તો હવે અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર પણ બીમાર પડી ગયાં છે.
દિલીપ કુમારે ટ્વિટર પર લખ્યું છે કે તેમને બે દિવસથી તાવ છે. કદાચ મોસમની અસર છે. તેથી ડૉક્ટરે તેમને ઘરે જ આરામ કરવાની સલાપ આપી છે, પરંતુ મિત્રો ચિંતા ના કરો. હું સાજો થઈ જઇશ. દિલીપ કુમારે આ અગાઉ ટ્વિટર પર લખ્યુ હતું કે તેઓ આ વખતે પોતાનો જન્મ દિવસ ધૂમધામથી નહિં ઉજવે, કારણ કે તેમના સાથીઓ કે જે ગત વર્ષે જન્મ દિવસ પ્રસંગે હાજર હતાં, તેઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં છે.
દિલીપ કુમારે જે વિખુટા પડેલા સાથીઓ અંગે ઉલ્લેખ કર્યો છે તેમાં સુપર સ્ટાર રાજેશ ખન્ના, રુસ્તમ-એ-હન્દ દારા સિંહ, શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે અને કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો સાથે દિલીપ સાહેબના ખૂબ સારા સંબંધો હતાં અને તેમના જવાથી દિલીપ કુમાર ખૂબ જ આઘાતમાં છે.
ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર 11મી ડિસેમ્બરે 90 વરસના થઈજશે. દિલીપ કુમારે પ્રાણ સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી છે. તેમાં રામ ઔર શ્યામ ફિલ્મનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
