Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7 મહિનાની પ્રેગ્નેન્ટ એમી જેક્શને ટોપલેસ ફોટો શેર કરી

બ્રિટિશ મૂળની એમી જેક્શનની એક ફોટો હાલમાં ખુબ જ ચર્ચામાં છે. આ ફોટોમાં એમી જેક્શનનો બોલ્ડ લૂક જોઈને કેટલાક લોકો હેરાન છે

બ્રિટિશ મૂળની એમી જેક્શનની એક ફોટો હાલમાં ખુબ જ ચર્ચામાં છે. આ ફોટોમાં એમી જેક્શનનો બોલ્ડ લૂક જોઈને કેટલાક લોકો હેરાન છે, જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ખરેખર 7 મહિનાની પ્રેગ્નેન્ટ એમી જેક્શને પોતાનું બેબી બમ્પ બતાવતા ટોપલેસ ફોટો શેર કરી છે. આ ફોટોમાં એમી જેક્શને એક મોટી કેપ પહેરી છે અને સેમી ન્યૂડ અંદાઝમાં પોઝ આપી રહી છે.

એમી જેક્શનના ફોટો પર કેટલાક યુઝર તેને શુભકામના આપી રહ્યા છે જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ટ્રોલ કરતા એક યુઝરે એવું પણ લખ્યું છે કે જો તમે આટલી મોટી ટોપી પહેરી શકો છો, તો થોડા કપડાં કેમ નહીં? આવી કેટલીક કમેન્ટ આવી રહી છે.

આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે એમી જેક્શને આ પ્રકારની ફોટો શેર કરી હોય, પોતાની પ્રેગ્નન્સીની શરૂઆતથી જ એમી જેક્શન બેબી બમ્પ સાથે ફોટો શેર કરતી રહે છે. એમી જેક્શનના હજુ સુધી લગ્ન નથી થયા. પ્રેગ્નેન્ટ થયા પછી તેને આ વર્ષે જ મેં મહિનામાં તેના બોયફ્રેન્ડ George Panayiotou સાથે સગાઇ કરી હતી.

આ પણ જુઓ: બિકિનીમાં વાયરલ થયા પ્રિયંકા ચોપડાના હૉટ ફોટા, જેઠાણી સાથે પુલમાં મસ્તી

આપણે જણાવી દઈએ કે એમી જેક્શન બોલિવૂડમાં કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચુકી છે એમી જેક્શન તેના બોલ્ડ અંદાઝને કારણે સમાચારોમાં રહે છે. તેના બિકિની ફોટોઝ સૌથી વધુ વાયરલ થયા જોવા મળ્યા છે.

એમી અને સોશ્યલ મીડિયા

એમી અને સોશ્યલ મીડિયા

એમી જેક્શન સતત સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહેતી હિરોઈનોમાંથી એક છે. તે અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતી હોય છે. આ કારણે તેને અનેક વખત ટ્રોલનો શિકાર પણ થવું પડ્યુ છે. પરંતુ આ તમામ વાતો છતાં પણ તેના ફેન્સની ફોલોઅરની સંખ્યમાં સતત વધારો થતો જોવા મળે છે.

એમી જેક્શન

એમી જેક્શન

એમીની એક્ટિંગની શરૂઆત સાઉથની ફિલ્મોથી થઈ હતી. એ પહેલા તે બ્રિટિશ મોડલ તરીકે કામ કરી ચૂકી છે. ખાસ કરીને તેણે તમિલ ફિલ્મોમાં સારુ એવું કામ કર્યુ છે.

પહેલી ફિલ્મ સુપરહિટ

પહેલી ફિલ્મ સુપરહિટ

એમી જેક્સને તમિલ ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરૂઆથ કરી હતી, જે કમર્શિયલી ખૂબ સક્સેસફુલ રહી હતી. આ ફિલ્મ જુલાઇ 2010માં રિલિઝ થઇ હતી.

શોખ

શોખ

એમી જેક્સનને શૂઝનો ખૂબ શોખ છે. તેનું શૂઝ કલેક્શન ખરેખર શાનદાર છે. મૂળ યુકેની એવી એમી જેક્સન પાસે દરેક હાઇ એન્ડ બ્રાન્ડના શૂઝ છે. તેને ફરવું પણ ખૂબ પસંદ છે, તે અવાર-નવાર વિવિધ દેશોની મુલાકાત લેતી રહે છે.

એક દિવાના થા

એક દિવાના થા

એમીએ વર્ષ 2012માં બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ 'એક દિવાના થા'માં તેની સામે પ્રતિક બબ્બર હતો. આ એક સાઉથ ઇન્ડિયન સુપરહિટ ફિલ્મની રિમેક હતી, પરંતુ બોલિવૂડ બોક્સ ઓફિસ સુપરફ્લોપ સાબિત થઇ હતી. જો કે, એમીના પર્ફોમન્સના અને તેની પ્રતિક સાથેની કેમેસ્ટ્રીના ખાસા વખાણ થયા હતા.

એક્ટિંગ અને સુંદરતાના થયા ભરપૂર વખાણ

એક્ટિંગ અને સુંદરતાના થયા ભરપૂર વખાણ

આ ફિલ્મ બાદ એમી જેક્સનની એક્ટિંગ અને સુંદરતાના ભરપૂર વખાણ થયા હતા. એમી જેક્સનની અદાઓ અનો મોટી બદામી આંખોના દીવાના ઘણા છે. 2012માં તેની પહેલી બોલિવૂડ ફિલ્મ પ્રતિક બબ્બર સાથે રિલિઝ થઇ હતી.

બ્લોકબસ્ટર

બ્લોકબસ્ટર

ફિલ્મ રોબો 2.0 ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ રહી છે. આ ફિલ્મ એક મેગા બ્લોકબસ્ટર સાબિત થઇ છે.

લોકોના મન પર કરી શકશે રાજ

લોકોના મન પર કરી શકશે રાજ

સુંદર હોવાની સાથે જ ટેલેન્ટેડ પણ છે. બોલિવૂડમાં આવેલ અન્ય વિદેશી મોડેલ-એક્ટ્રેસથી ઉલટું એમીના પર્ફોમન્સના પહેલેથી જ ખૂબ વખાણ થઇ રહ્યાં છે. યોગ્ય તક મળતાં તે આવનારા દિવસોમાં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સારુ નામ કમાઇ શકે છે.

એમીનું બોક્સ ઓફિસ કરિયર

એમીનું બોક્સ ઓફિસ કરિયર

ભલે એમીનું બોક્સ ઓફિસ કરિયર ડગમગાતું રહેતું હોય લોકોના મનમાં એક બ્યૂટીફૂલ ગ્લેમ ડોલ તરીકેની ઇમેજ ઊભું કરવામાં એમી જેક્શન હંમેશા સફળ રહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X