પ્રેમ રતન ધન ફિલ્મના એક્સક્લુઝિવ ફોટો

સલમાન ખાન હાલ ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની શુટિંગમાં વ્યસ્ત છે. સૂરજ બડજાત્યા આ ફિલ્મના ડાયરેક્ટ છે. લાંબા સમય બાદ સલમાન અને સૂરજની સુપિર હિટ જોડી સાથે આવી રહી છે. અને ધણા લાંબા સમય પછી સલમાન તેમના સૌથી લોકપ્રિય કેરેક્ટર પ્રેમને આ ફિલ્મમાં નિભાવી રહ્યા છે.

થોડા સમય પહેલા આ ફિલ્મનું શૂટિંગ આપણા ગુજરાતના રાજકોટમાં થઇ રહ્યું હતું. અને હવે આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના કુમ્ભલગઢ કિલ્લામાં થઇ રહ્યું છે. ફિલ્મના શરૂઆતથી જ લોકોને આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે.

નોંધનીય છે કે સલમાન અને સૂરજની હિટ જોડી આ પહેલા પણ મેને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈ, હમ આપકે હૈ કોન જેવી સુપર ડૂપર હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. ત્યારે દર્શકોને આ ફિલ્મથી ભારે આશાઓ છે અને લોકો આ ફિલ્મની પળે પળની માહિતી મેળવવા આતુર છે.

આ ફિલ્મમાં સોનમ કપૂર, અનુપમ ખેર, નીલ નિતિન મુકેશ અને સ્વરા ભાસ્કર મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે અનુપમ ખેરે તેના ટિવટર એકાઉન્ટ પર આ ફિલ્મના શૂટિંગની કેટલીક તસ્વીરો મૂકી છે. જે આ મુજબ છે.

સલમાન અને અનુપમ

સલમાન અને અનુપમ

રાજસ્થાનના કુમ્ભલગઢ કિલ્લામાં સલમાન ખાન અને અનુપમ ખેર ફોટો માટે પોઝ આપી રહ્યા છે.

ટીમ ફોટો

ટીમ ફોટો

સલમાન, અનુપમ સાથે ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની ટીમ.

 રંગીલો સલમાન

રંગીલો સલમાન

શૂટિંગમાં સલમાન ખાન પોઝ આપી રહ્યો છે. સલમાનનો આ ફિલ્મમાં કેવો રંગીલો ગેટઅપ છે તે પણ આ તસ્વીરમાં જોવા મળે છે.

સિરિયસ ટૉક

સિરિયસ ટૉક

શૂટિંગ દરમિયાનનો સીન જેમાં કંઇક સિરિયસ ડિસક્શન ચાલી રહ્યુ્ં છે.

સલમાનની ધોડે સવારી

સલમાનની ધોડે સવારી

શૂટિંગ દરમિયાન સલમાને માણી ધોડે સવારીની મઝા.

સ્વાઇન ફ્લૂનો હાહાકાર

સ્વાઇન ફ્લૂનો હાહાકાર

સોનમ કપૂરનો જ્યારે સ્વાઇન ફલૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે આખી ટીમે ચહેરા પર માસ્ક ચઢાવી દીધા હતા.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન તેના લાક્ષણિક પોઝ સાથે શૂટિંગમાં વ્યસ્ત.

સ્લીંપિંગ બ્યૂટી

સ્લીંપિંગ બ્યૂટી

શૂટિંગ દરમિયાન બિમાર અને સૂતેલી સોનમ. જો કે નીંદરે તેની સુંદરતાને વધુ નિખારી દીધી છે.

મંદિરમાં શૂટિંગ

મંદિરમાં શૂટિંગ

સૂરજ બડજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની શૂંટિંગ મંદિરમાં ચાલી રહ્યું છે.

ફની સીન

ફની સીન

સલમાન તેના કો સ્ટાર સાથે એક ફની સીનના શૂંટિગમાં વ્યસ્ત.

વિદેશી સ્ટંટ ડાયરેક્ટર

વિદેશી સ્ટંટ ડાયરેક્ટર

જાણીતી હોલિવુડ મૂવી એવેન્જર્સના સ્ટંટ ડાયરેક્ટ ગ્રેગ પૉવેલ સાથે સૂરજ. પૉલે આ ફિલ્મના સ્ટંટ ડાયરેક્ટ કર્યા છે.

સલમાનની એન્ટ્રી

સલમાનની એન્ટ્રી

સવાર સવારના પહોરમાં સલમાન ફિલ્મની શૂટિંગ માટે સેટ પર પહોંચી રહ્યો છે.

હેપ્પી બર્થ ડે સૂરજજી

હેપ્પી બર્થ ડે સૂરજજી

સલમાન અને આ ફિલ્મની સમગ્ર ટીમે ઉજવ્યો ડાયરેક્ટર સૂરજ બડજાત્યાનો હેપ્પી વાળો બર્થ ડે.

સલમાન ફેન્સ સાથે

સલમાન ફેન્સ સાથે

સલમાન ખાન તેની નાનકડી ફેન સાથે હાથ મેળવી રહ્યો છે.

સલમાન જોવા ઉમટી ભીડ

સલમાન જોવા ઉમટી ભીડ

પ્રેમ રતન ધન પાયો ફિલ્મના શૂટિંગ વખતે લોકોની મોટી ભીડ સલમાનની એક જલક મેળવવા માટે ઉમટી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X