For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિવ્યૂ : સત્ય ઘટના આધારિત છે 2 નાઇટ્સ ઇન સોલ વૅલી

|
Google Oneindia Gujarati News

ફિલ્મ - 2 નાઇટ્સ ઇન સોલ વૅલી
બૅનર - પિંટા એન્ડ દહલ પ્રોડક્શન (ચંડીગઢ)
નિર્માતા - હરમિંદર કૌર દહલ અને સુશીલ કુમાર
દિગ્દર્શક અને વાર્તાકાર - હરીશ શર્મા
સંગીતકાર - વર્ષા નારાયણ
ગીતકાર - વર્ષા નારાયણ અને મિલી મૂનસ્ટોન
કલાકાર - મિલી મૂનસ્ટોન, આક્ષી ખારી, સુમિત શર્મા, મિનાક્ષી આર્ય અને ગૌરવ

પ્રિવ્યૂ - લાંબાગાળા બાદ ફરી એક વાર હૉરર મૂવી પડદે આવી રહી છે. શુક્રવારે રિલીઝ થનાર 2 નાઇટ્સ ઇન સોલ વૅલી ફિલ્મની વાર્તા પિથૌરાગઢ સાથે જોડાયેલી છે. પિથૌરાડગઢ ઉત્તરાખંનો એક એવો ડુંગરાળ વિસ્તાર છે કે જે પોતાના સૌંદર્ય માટે જાણીતો છે, પરંતુ આ ઉપરાંત તે ટ્રૅકિંગે જતા આવતા લોકો અચાનક ગાયબ થઈ જતા હોવાથી પણ જાણીતો છે. એવું જ કંઇક ફિલ્મ 2 નાઇટ્સ ઇન સોલ વૅલીમાં પણ થાય છે.

2 Nights In Soul Valley

ફિલ્મ શરૂ થાય છે કૉલેજના 5 મિત્રોના એક ગ્રુપ સાથે કે જે ચંડીગઢથી પિથૌરાગઢ ટ્રૅકિંગ માટે જાય છે. સમગ્ર યાત્રા દરમિયન ફિલ્મના નાયક હૅરી (સુમિત શર્મા)ને એમ અનુભવાય છે કે કોઈ એક રહસ્યમય શક્તિ છે કે જે તેનો પીછો કરી રહી છે. આ અદૃશ્ય શક્તિ છે કે જે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કોઈ એક હકારાત્મક શક્તિ પણ છે કે જે તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ટ્રૅકિંગે ગયેલ આ મિત્રોના ગ્રુપની મુલાકાત એક વિચિત્ર ચરિત્ર ધરાવતા ગાઇડ હિમ્મત (હેમંત પાન્ડે) સાથે થાય છે અને પછી શરૂ થાય છે અનેક અકસ્માતોનો સિલસિલો. એક સમય એવો આવે છે કે જ્યારે આ મિત્રોમાંથી એક મિત્ર ગાયબ થઈ જાય છે. બાકીના તમામ મિત્રો પરેશાન છે, પરંતુ તે ક્યાંય મળતો નથી.
શું આ ગ્રુપ સલામત રીતે ટ્રૅકિંગેથી પોતાના શહેર ચંડીગઢ પરત ફરે છે? તેમની સાથે કયા-કયા અકસ્માતો થાય છે? શું તેમનો ગુમ થયેલ મિત્ર તેમને પાછો મળી જાય છે? શું નકારાત્મક શક્તિ આ યુવાનોના માર્ગે સતત મુસીબતો લાવે છે? કે પછી હકારાત્મક ઊર્જા તેમને આ નુકસાનમાંથી બચાવે છે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા જુઓ 2 નાઇટ્સ ઇન સોલ વૅલી ફિલ્મ.

English summary
A new horror movie 2 Nights in Soul Valley is now ready to come on screen. Here is the film preview which could insist you to watch the movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X