Preview : આ 7 મજબૂત કારણોસર જોવી પડે Entertainment!
મુંબઈ, 7 ઑગસ્ટ : 8મી ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે અક્ષય કુમારની ફિલ્મ એંટરટેનમેંટ. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત તમન્ના ભાટિયા, જ્હૉની લીવર, કૃષ્ણા અભિષેક, સોનૂ સૂદ અને એક કૂતરૂ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ગીતો આજકાલ ડિસ્કો થૅકમાં સંભળાય છે.
એંટરટેનમેંટ ફિલ્મમાં કુતરાનું નામ એંટરટેનમેંટ છે અને તેથી લોકોની ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા ઓર વધી ગઈ છે. ફિલ્મનું દિગ્દર્શન નવોદિત જોડી સાજિદ-ફરહાદે કર્યું છે, જ્યારે નિર્માણ ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રમેશ એસ તૌરાની અને જયંતીલાલ ગડાએ કર્યું છે.
એંટરટેનમેંટ ફિલ્મના ડાયલૉગ્સે તો અત્યારથી જ લોકોને ઘેલુ લગાડ્યું છે. સરવાળે એંટરટેનમેંટના ટીઝરે લોકોને ખૂબ એંટરટેન કર્યુ છે. જોઇએ ફિલ્મ પડદા ઉપર કેવી કમાલ કરે છે.
જોકે એક વાતનો ખુલાસો કરી દઇએ કે અક્ષય કુમાર 8મી ઑગસ્ટે લંડન ખાતે એંટરટેનમેંટના પ્રીમિયરમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેમજ રૅપર યો યો હની સિંહ સાથે ભાગ લેવાના છે. પ્રથમ આંતર્રાષ્ટ્રીય કબડ્ડી લીગ ધ વેવ વર્લ્ડ કબડ્ડી લીગ (વેવ ડબ્લ્યુકેએલ)ના ઉદ્ઘાટન પ્રસંગે એંટરટેનમેંટનું આઈમૅક્સ સિનેમામાં પ્રીમિયર યોજાશે.
ચાલો તસવીરો સાથે જોઇએ કે એંટરટેનમેંટ ફિલ્મ કેમ જોવી જોઇએ?

અક્ષય કુમાર માટે
જો આપ અક્ષય કુમારના ફૅન હોવ, તો આપે જરૂર આ ફિલ્મ જોવી જોઇએ, કારણ કે તે બાબતમાં કોઈ શંકા નથી કે અક્ષય કુમાર કિંગ ઑફ કૉમેડી છે.

સોનૂ-પ્રકાશ
અત્યાર સુધી તમે સોનૂ સૂદ અને પ્રકાશ રાજ બંનેને વિલનના અંદાજમાં જોયા છે. જો આપ તેમના કૉમિક વિલન અવતાર જોવા માંગતા હોવ, તો એંટરટેનમેંટ જોવી જ રહી.

રીતેશ દેશમુખ
રીતેશ દેશમુખ એંટરટેનમેંટમાં જુદા જ અંદાજમાં જોવા મળશે.

ગીતો
એંટરટેનમેંટના ગીતો આજકાલ ડિસ્કો થૅક પર ખૂબ વાગી રહ્યાં છે. જૉની જૉની... એ લોકોને થિરકવા મજબૂર કર્યુ છે, તો ઓર તેરા નામ... ગીતના પણ લોકો ફૅન બની ગયાં છે.

જ્હૉની લીવર
લાંબા સમય બાદ મોટા પડદે જ્હૉની લીવર ખૂબ જ મહત્વનો રોલ કરી રહ્યાં છે. તેથી તેમની કૉમેડીના ચાહકોએ પણ એંટરટેનમેંટ જરૂર જોવી જોઇએ.

એંટરટેનમેંટ ડૉગ
ફિલ્મમાં એક કૂતરૂ છે કે જેનું નામ એંટરટેનમેંટ છે. તેથી ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા ઓર વધી ગઈ છે.

માત્ર એંટરટેનમેંટ માટે
જો આપ માત્ર પેટ પકડીને હસવા માંગતા હોવ, તો આપે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઇએ.












Click it and Unblock the Notifications
