પ્રિવ્યૂ : જાતિય શોષણ પ્રત્યે ઇનકાર જ છે સંદેશ ?
મુંબઈ, 17 જાન્યુઆરી : અર્જુન રામપાલ તથા ચિત્રાંગદા સિંહની આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ ઇનકાર આવતીકાલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના દિગ્દર્શક સુધીર મિશ્રાનું કહેવું છે કે ફિલ્મમાં અર્જુન તથા ચિત્રાંગદાએ શ્રેષ્ઠ કાર્ય કર્યુ છે. બંને વચ્ચે અનેક ઇન્ટીમેટ સીન્સ પણ ફિલ્માવવામાં આવ્યાં છે.

ઇનકાર ફિલ્મની વાર્તા રાહુલ (અર્જુન રામપાલ) તથા માયા (ચિત્રાંગદા સિંહ) વચ્ચે ભારતની એક ટોચની એડ એજંસીમાં ટોચની જૉબ માટે સંઘર્ષની આસપાસ ફરે છે. રાહુલ આ એડ કમ્પનીનો વેનરેટેડ એડવર્ટાઇઝિંગ સીઈઓ છે અને માયા એક ખૂબ જ એમ્બીશિયસ યુવતી છે. માયા અને રાહુલ એક જ કમ્પનીમાં કામ કરે છે. બંને એક સાથે કામ કરતાં એક-બીજાની નજીક આવે છે. ફિલ્મની વાર્તા અચાનક જ એક નવો વળાંક લે છે કે જ્યારે માયા રાહુલ વિરુદ્ધ જાતિય શોષણનું કેસ ફાઇલ કરે છે. આ કેસ ફાઇલ થયા બાદ એડ એજંસી એક સમિતિ બનાવે છે કે જે બંને પક્ષોની વાતો સાંભળી યોગ્ય અને અયોગ્યનો ફેંસલો કરે છે. આ સમિતિ રાહુલ તથા માયાની વાતો સાંભળી બંને દ્વારા કહેવાતી વાતો યોગ્ય કે અયોગ્ય હોવા અંગે નિર્ણય કરે છે. આ સાથે જ સમિતિ નક્કી કરે છે કે કોણ સત્ય બોલે છે અને કોણ અસત્ય.
બીજી બાજુ એડ એજંસીના શૅર્સ પણ માયા અને રાહુલમાંથી કોઈ એકના કારણે વધુ હોય છે. હવે જોવું એ છે કે શું સમિતિ આ કેસને સૉલ્વ કરી શકશે અને રાહુલ તથા માયામાંથી કોણ સાચું બોલે છે, કોણ ખોટું, એ નક્કી કરવામાં સફળ નિવડે છે? દર્શકોમાંથી કેટલાંક તો આ ફિલ્મ જોવા માંગે છે, પરંતુ કેટલાંકનુ કહેવું છે કે આ ફિલ્મ બકવાસ હશે.
આકૃતિ નામની દર્શકે જણાવ્યું - હું આ ફિલ્મ જોવા જરૂર જઈશ, તો તરુણે જણાવ્યું - બકવાસ ફિલ્મ છે, કોઈ ન જોશો.
ઇનકાર ફિલ્મના સિંગર્સ છે સ્વાનંદ કિરકિરે શાંતનુ, મોઇત્ર સૂરજ, જગન મોનાલી અને ઠાકુર મોહન. કહેવાય છે કે ફિલ્મમાં ચિત્રાંગદાએ એટલાં હૉટ સીન્સ આપ્યાં છે કે દિગ્દર્શક પોતે પણ તે જોઈ હેરાન રહી ગયા હતાં. જોકે પોતે ચિત્રાંગદાનું કહેવું છે કે તેઓ હૉટ કે બોલ્ડ નથી, પણ ઇન્ડસ્ટ્રીમાં અનેક અભિનેત્રીઓ છે કે જે ચિત્રાંગદા કરતાં વધુ હૉટ તથા સાથે જ તેમના કરતા વધુ બોલ્ડ પણ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
